આજના સમયમાં ઘરની આસપાસ રહેતા પાડોશી અથવા તો વસતા કોઈપણ લોકો સાથે મિત્રતા અને પ્રેમભર્યા સબંધો રાખવાને બદલે છેલ્લા કેટલાક દિવસોથી તો દુશ્મની વધુ રાખતા હોય છે. આજકાલના લોકો હજુ જાતિ અને ઊંચ-નીચના ભેદભાવો રાખી રહ્યા છે. તેને કારણે અનેક ઝઘડાઓનું પ્રમાણ થતું જોવા મળે છે. અને આ ઝગડાને કારણે એકબીજા સાથે ગંભીર મારામારી અને બોલાચાલી થતા ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે.
હાલમાં આવાજ એક કારણ ને લીધે ઘટના બની છે જે બિહારમાં ની છે. એક યુવકે બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ ઘટનાના બિહારના તરસરાય બજારમાં એક મહોલ્લામાં ૨૬ વર્ષના યુવકનું પરિવાર હતું અને ૨૨ વર્ષની યુવતીનો પરિવાર રહેતા હતા. યુવકનું નામ કરણ સાવ અને યુવતીનું નામ મુનિ કુમારી હતું.
તે બંને એક જ ઘરની આસપાસમાં રહેતા હતા. તેથી મુનિ કુમારી અને કરણ સાવ ને પ્રેમ સંબંધમાં હતા.તેને લીધે બંને ના ઘરના લોકોને બંને પ્રેમ સંબંધની હતા તે વાતની જાણ હતી.કરણ સાવ પાનની દુકાન ચલાવી રહ્યો હતો.કરણ સાવ અને મનની કુમારીના છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ માં છે છતાં પણ મુનિ કુમારીને કોઈ બીજા યુવાન સાથે તેમના ઘરના લોકોને લગ્ન કરાવવા માંગતા હતા.
પરંતુ મુનિ કુમારીને કરણ સાથે જ લગ્ન કરવા હતા. છેલ્લા કેટલાય વર્ષો થી એકબીજા સાથે સબંધ રહ્યા હોવાથી બન્ને ના મન મળી ગયા હતા તે માટે તે બંને એક દિવસ ભાગીને ગયા અને મંદિરમાં જતા રહ્યા હતા ત્યાં તેણે જ લગ્ન કરી લીધા. આ વાતની જાણ બંનેના ઘરના લોકોને થઈ ગઈ હતી. છોકરાના પક્ષે આ લગ્નને માન્ય કરી લીધા હતા પરંતુ સામેના લોકોએ લગ્ન સ્વીકારવા માટે તૈયાર થતા ન હતા.
કરણ સાવ ને ઘરે પુત્રવધૂનું તો ખુબ જ ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીના ઘરવાળા અને યુવાન ના ઘરવાળા બંને વચ્ચે ખૂબ તળાદોડ બોલાચાલી થઇ હતી. તેને કારણે સામા સામે પક્ષે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને ગુસ્સો એટલો વધી ગયો હતો કે દીકરીના નવા જમાઈ પર તેના પિયર પક્ષ વાળા લોકોથી ખુબ ગુસ્સે થઈ ગયા હતા.
તેથી દીકરીના પિયરપક્ષવાળા લોકોએ અંતે મગજ પરથી કાબુ ગુમાવી દીધો હોય એવું પગલું હાથમાં ભરી લીધું અને અંતે તો ઉક્કળતું તેલ અને ગરમ પાણી જમાઈ પર ફેંકી દીધું હતું. તેને કારણે કરણ સાવ ખૂબ જ ગંભીર ઇજા થવા પામી અને શરીરના અનેક ભાગો પર દાઝી ગયો હતો. નવા જમાઈ પર અનોખી રીતે સ્વાગત કર્યું હતું. તેને કારણે કરણસાવના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા.
અને તેમને સારવાર કરાવી હતી. કરણ સાવ ના ઘરના લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. અને આવું થતાં બંને વચ્ચે સમાધાન ને બદલે પાછો ઝઘડો થયો હતો. તેને લીધે કરણના પરિવારના પાંચ લોકોને ગંભીર રીતે ઇજા થઇ હતી. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી પોલીસ યુવતીના પરિવારના લોકોને પૂછપરછમાં લઈ ગઈ હતી. આ ઘટના અંગે બંને પરિવારના લોકોને પોલીસ દ્ધારા કાર્યવાહી હાથ પર ધરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]