Breaking News

યુવાને સુંદર રૂપાળી યુવતી સાથે લાળ ટપકે તેવી વાતો કરી, હોટલમાં મળવા ગયો પછી જે થયું તે…. વાંચો..!

અત્યારના સમયમાં પૈસા કમાવવા કરતા તેની સલામત સાચવી રાખવા ખુબ જ જરૂરી છે. કારણકે ડીજીટલ જમાનો થતા લોકો ગાળિયામાં પોરવતા સારી રીતે શીખી ગયા છે અને જેનો ભોગ ડીજીટલ ક્ષેત્રમાં સમજ ન ધરવતા લોકો બની રહ્યા છે. તે સરાસર ખોટું થઈ રહ્યું છે. જોકે આપડી સાયબર સિક્યુરીટી બ્રાંચ ખુબ જ સજ્જ હોવાથી આવા ગાઠીયાઓ ને તરત જ પકડી પાડે છે.

આજકાલ હનીટ્રેપની ઘટનાઓ ખુબ વધી ગઈ છે. લોકોને ફસાવીને રૂપિયા પડાવવા માટે લોકો એક પ્રકારની જાળ બનાવે છે જેમાં તમને સારી રીતે ફીટ કરીને અગણિત પૈસા પડાવી લે છે. આજકાલ આવી અનેક ગેંગ સક્રિય થઈ રહી છે. જેમાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે.

મહિલાઓની ગેંગ પુરુષોને ટાર્ગેટ કરે છે તો પુરુષોની ગેંગ અન્ય મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેઓની પાસેથી કેટલાય રૂપિયા ઠગી લે છે. થોડા દિવસ પહેલા જ રૂપાળી મહિલાએ વડીલ સાથે પ્રેમભરીવાતો કરીએ કેટલાય રૂપિયા પડાવી લીધા હતા. અને અત્યારે વધુ એક કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે…

યુવાને ઇન્ટરનેટના માધ્યમથી એક યુવતી સાથે કોન્ટેક્ટમાં આવ્યો હતો. તેની સાથે દરરોજ ખૂબ પ્રેમ ભરી વાતો કરતો હતો. રોજ લાળ ટપકે તેવી વાતો કર્યા બાદ યુવતીએ આ યુવાનને એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો. જૂનાગઢના બોડગવાસમાં રવિ હરીભાઇ સોલંકી નામનો યુવાન રહે છે..

રવિની ઉંમર 20 વર્ષની છે. તે થોડા દિવસ પહેલા tinder એપ્લિકેશન માં અન્ય છોકરીઓ સાથે ચેટિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન તે છોકરી સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. તેઓ ખૂબ પ્રેમ ભરી વાતો કરવા લાગ્યા હતા. અને ત્યાર બાદ યુવતીએ રવિને મેસેજમાં જણાવ્યું હતું કે તું એક હોટેલમાં મળવા આવ…

ત્યારબાદ રવિ તે યુવતીને હોટેલમાં મળવા ગયો હતો.. તે જેવો જ રૂમની અંદર ઘુસ્યો કે એક અજાણ્યા યુવકે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. અને ત્યારબાદ રૂમમાંથી ત્રણ યુવકો સામે આવ્યા હતા. ત્યાર પછી તેને ખૂબ માર માર્યો હતો અને કહેવા લાગ્યા કે તું અહીંયા ખરાબ કામ કરવા માટે આવ્યો છે..

એમ કહીને રવિ પાસેથી મોબાઇલ આંચકી લીધો હતો. ત્યારબાદ google pay શરૂ કરાવીને તેમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા. અને atm નો પિન પણ લઈને ત્યાંથી પૈસા ઉપાડી લીધા હતા. રવિ સોલંકી ને એક અજાણી યુવતીને મળવા જવું ખૂબ જ ભારે પડયું હતું. google અને એટીએમમાંથી હોટલ 55 હજાર રૂપિયા આ યુવાનો તેની પાસેથી પડાવી ગયા હતા.

આ ઘટનાની ફરિયાદ તેણે પોલીસ ખાતામાં નોંધાવતાની સાથે જ પોલીસ ખાતુ સજ્જ થઈને હનીટ્રેપની જાળમાં ફસાવતી યુવતી અને અન્ય ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ આગાઉ પણ પોલીસે હનીટ્રેપ ની જાળમાં ફસાવતી એક આખી ગેંગને પકડી પાડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *