યુવકે પ્રેમિકા તેને મુકીને બીજા સાથે જતી રહેતા આઘાતમાં આવીને ઝેરી દવા ગટગટાવીને કરી લીધો આપઘાત, જોઇને ભલભલાના હોશ ઉડી ગયા..!!

આજના સમયમાં લોકોમાં સહનશક્તિ ખૂબ જ ઓછી રહી છે. લોકો પોતાની નાની-નાની વાતથી કંટાળીને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આજની યુવાન પેઢી પોતાના પ્રેમ સંબંધને આગળ વધારવા માટે પોતાના અંગત વ્યક્તિઓને પણ છોડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની હતી.

રાજકોટ શહેરમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા પરિવારના યુવક પોતાની જિંદગીથી ખૂબ જ કંટાળી ગયા હતા. યુવકનું નામ રાજેશભાઈ પરમાર હતું. તે પોતાના પરિવાર સાથે રહેતા પરંતુ તેને પાંચ વર્ષ પહેલા બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવતીનું નામ મિત્તલ રાઠોડ છે. મિતલ રાઠોડ અને રાજેશભાઈ બંને પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા.

બંને એકબીજાને અવારનવાર મળતા હતા અને એકબીજા સાથે વાતચીત કરતા હતા. બંને પ્રેમ સંબંધમાં બંધાયા બાદ રાજી ખુશીથી આ સંબંધને નિભાવી રહ્યા હતા. પરંતુ મિતલ રાઠોડએ રાજેશભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. મિતલએ થોડા સમય પહેલા બીજા કોઈ યુવક સાથે પ્રેમ થતા તેને રાજેશ પરમાર સાથે સંબંધ તોડી નાખ્યો હતો..

અને દરેક પ્રકારના વ્યવહારનો અંત લાવી દીધો હતો. જેના કારણે રાજેશ પરમારને ખૂબ જ દુઃખ થયું હતું. તે મિતલને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ મિતાલે આવી ઘટના કરી નાખતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં. જેના કારણે એક દિવસ બપોરના સમયે તેમણે શાકભાજીમાં છાંટવામાં આવતી ઝેરી દવાની લીધી હતી.

અને પોતાના ઘરે જઈને આ ઝેરી દવા તેમણે ગટગટાવી લીધી હતી. આઘાતમાં જીવી રહેલા રાજેશભાઈએ પોતાના જીવનને કાયમ માટે પતાવી દીધું હતું. આસપાસના લોકો અને પરિવારના લોકોને તેમણે આઘાતનો પ્રયાસ કર્યો છે તેમ જાણ થતાં જ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

જેના કારણે હોસ્પિટલના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. તે સમયે પરિવારના લોકોએ જણાવ્યું હતું કે રાજેશભાઈ પાંચ વર્ષથી એક યુવતીના પ્રેમ સંબંધમાં હતા. પરંતુ આ યુવતીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

જેના કારણે રાજેશભાઈ આઘાત સહન ન કરી શકતા તેમણે આ પગલું ભરી દીધું છે અને પરિવારના લોકોએ યુવતીના પરિવારના લોકો સાથે સામે પણ ફરિયાદ નોંધાવી હતી. પરિવારના લોકોને આ પ્રેમ સંબંધની જાણ થતાં તેઓએ પહેલા ભક્તિનગર પોલીસ ચોકીમાં અવારનવાર રાજેશભાઈ સામે ખોટી ફરિયાદો નોંધ કરી હતી.

અને પૈસાની અવારનવાર માંગણીઓ કરીને ઘણી બધી ધમકીઓ પણ આપી હતી. જેના કારણે રાજેશભાઈ શારીરિક અને આર્થિક રીતે ત્રાસમાં રહેતા હતા અને અંતે કંટાળીને તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. પ્રેમસંબંધમાં લોકો પોતાના જીવને ખોઈ રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment