મોબાઇલ પર ધમકી આપીને પોતાના મનમાં જે જીદ હોય તે પૂર્ણ કરાવીને કામ કઢાવવું તે આજકાલના ઠગીયાઓ શીખી ગયા છે. તેઓ અવારનવાર ખંડણી માટે તેમજ અન્ય બીજી બાબતોને લઈને પણ ધાક ધમકી આપવા માટે મોબાઈલ ફોનથી કોલ કરે છે. અને ઊંચા અવાજે વાત કરીને ધાક ધમકીઓ આપતા હોય છે..
વડોદરાના અટલાદરા રોડ ઉપર એક રેસીડેન્સી આવેલું છે. જેમાં પ્રિયાબેન કર્માકર રહે છે. થોડા દિવસ પહેલા તેઓને મોબાઇલ ફોન પર એક અજાણ્યા વ્યક્તિ નો ફોન આવ્યો હતો. એ વ્યક્તિ ઊંચા અવાજે બોલતો હતો કે, હું મોડાસાના વડા ગામનો સરપંચ છું. આ ઉપરાંત તે ખુબ જ ખરાબ વાક્યો બોલી રહ્યો હતો,
તે મહિલાએ તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને ફોન આપી દીધો હતો. મહિલાની સાથે રહેલા વ્યક્તિએ આ યુવકને પૂછ્યું કે તારે કોનું કામ છે. તો એ યુવક કહેવા લાગ્યો કે 10 મિનિટની અંદર હું તને ઉડાવી દઈશ. મહિલાએ કહ્યું કે તમે ધમકી શા માટે આપો છો..? હું પોલીસમાં ફરિયાદ કરી દઈશ…
તો સામેથી વ્યક્તિએ કહ્યું કે તારે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરી દેજે અને હું તને જાનથી મારી નાખીશ. આમ કહીને તેણે ફોન કટ કરી દીધો હતો. આ ધમકીભર્યા ફોન આવતાની સાથે જ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાએ પોલીસને વધારેમાં જણાવ્યું હતું કે, એક દિવસ મહિલા અને તેની માતાનો અમદાવાદ થી ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે તેના ઘરે બે અજાણ્યા શખ્સો ઘુસી આવ્યા છે. તે વારંવાર તેને દરવાજો ખોલવાની રીત કરી રહ્યા છે. માટે પૂછ્યું કે તમે શા માટે ઘરમાં ઘૂસવા ની જીદ કરો છો..
તો સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે તમારું મકાન અમારે વેચાતું જોઈએ છે. એટલા માટે તમે તમારું ઘર અમને દેખાડો પરંતુ માતાએ કહ્યું કે અમારે મકાન વેચવાનું નથી. તમને કયા વ્યક્તિએ મોકલ્યા છે. તો સામેવાળા વ્યક્તિ એ જવાબ આપ્યો કે અમને જે વ્યક્તિ મોકલ્યા હોય તેણે તમારે શું કામ છે..
તમે દરવાજો ખોલો પરંતુ માતા એ દરવાજો ખોલવાની ના પાડી હતી અને જણાવ્યું કે હું હમણાં જ પોલીસને ફોન કરી દઉં છું. અને ફોન હાથમાં લીધો કે તરત જ બંને યુવકો ગોળીની જેમ ભાગી ગયા હતા. પોલીસે પ્રિયા કર્માકરની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે. અને આ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]