Breaking News

યુવકનો વરઘોડો નીકળે એ પહેલા થયું એવું કે પોલીસે ઉઠાવીને જેલમાં પૂરી દીધો અને છોકરીવાળાને બીજો વર ગોતવો પડ્યો.. વાંચો..!

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. તેમજ પ્રેમમાં કોઈપણ પ્રકારની સીમા હોતી નથી. આવા વાક્ય આજે સત્ય થયા છે. ધાંગધ્રાના રાજગઢ ગામમાં એક એવો કિસ્સો બન્યો છે. જે સાંભળ્યા બાદ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો. રાજગઢ ગામ માં એક યુવકની જાન જવાની હતી. તેના પરિવારમાં ખુશીનો માહોલ હતો કે અમારો દીકરો ઘોડીએ ચડીને વહુ ને પરણવા માટે જશે…

પરંતુ જાન જવાની હતી તેની આગલી રાત્રે થયું એવું કે પોલીસ તેને ઉઠાવીને લઈ ગઈ હતી. હકીકતમાં આ યુવક છેલ્લા ઘણા સમયથી અન્ય સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલો હતો. તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતા. અને તેઓનો પ્રેમ પણ ખૂબ ગાઢ હતો.. પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાના કારણે તેઓના લગ્ન શક્ય થયા નહોતા..

એટલા માટે આ યુવકના લગ્ન પહેલાં જ સમાજની અન્ય યુવતી સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા. પ્રેમમાં આંધળી થયેલી પ્રેમિકા ને વિચાર આવ્યો કે મારો પ્રેમી અન્ય કોઈ યુવતીને પરણી જાય તેવું ચલાવી લઉં નહીં.. એટલા માટે તેણે પોલીસ સ્ટેશન જઈને તેના જ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે મારા પ્રેમી એ મારા પર વારંવાર દુ.ષ્ક.ર્મ. કર્યું છે..

તેમજ અન્ય કેટલાક અઘરા આક્ષેપો નાખ્યા હતા. જેના પગલે પોલીસ તરત જ દોડતી થઈ હતી અને આ યુવકને પકડી પાડીને જેલભેગો કરી દીધો હતો. તેમજ આગળની પુછતાછ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટના બનતાં પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. કારણ કે બીજા દિવસે સવારે આ યુવકની જાન લઈને બીજે ગામ જવાનું હતું..

કન્યાપક્ષ વાળા લોકો વરરાજા ની રાહ જોતા રહેશે. અને વરરાજો જોતો જેલની હવા ખાઇ રહ્યો છે. હવે આ લગ્ન કોઈપણ કાળે શક્ય ન બનતાં. તેઓએ કન્યાપક્ષ વાળાને જણાવ્યું હતું કે તમે કોઈ અન્ય દીકરો શોધી લ્યો. કન્યાપક્ષ વાળાએ અડધી રાત્રે સમાજના અગ્રણીઓને જગાડીને અન્ય દીકરો લગ્ન માટે તૈયાર કર્યો હતો..

તેમજ તે બંને ફેરા ફર્યા હતા. જ્યારે બીજી બાજુ પ્રેમિકાએ તેના પ્રેમીને ખૂબ અઘરી જાળમાં ફસાવી દીધો હતો. આ બાબતે ધાંગધ્રા પોલીસ ખૂબ ઝીણવટથી તપાસ કરી રહી છે. તપાસમાં જણાયું છે કે પ્રેમી અને પ્રેમિકા ને ખૂબ લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જેના કારણે તેઓને વચ્ચેના આડ સંબંધથી બે વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો..

હવે આ બાળક ક્યાં છે..? અને કઈ હાલતમાં છે..? તેની કોઇ જાણ નથી જેથી પોલીસ આ જન્મેલા બાળકની શોધખોળ કરી રહી છે. આ ઘટનામાં એક બાજુ યુવક જેલની હવા ખાઇ રહ્યો છે. તો બીજી બાજુ તેની સાથે લગ્ન કરનાર યુવતી અન્ય કોઈ યુવક સાથે ફેરા ફરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *