Breaking News

યુવક મોટાભાઈની સાથે લગ્ન માટે છોકરી જોવા નીકળ્યો રસ્તામાં ટ્રેક્ટર ચાલકે કર્યું એવું કે, જાણીને પરિવાર બેધાર આંસુએ રડી પડ્યો..!!

હાલમાં ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. લોકો પોતાના ખુશીથી તેમના કામો કરવા જઈ રહ્યા હોય છે અને તેમની સાથે અચાનક આવી ઘટના બની જતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના ફતેપુર સીકરી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી યુવક સાથે બની હતી.

યુવકના પરિવારમાં માતા-પિતા અને બંને ભાઈઓ રહેતા હતા. પિતાનું નામ મુન્નાલાલ હતું અને તેમના એક દીકરાનું નામ રવિ કુમાર અને બીજા દીકરાનું નામ કેશવ હતું. રવિ કુમારની લગ્નની ઉંમર થઈ જવાને કારણે પરિવાર રવિ કુમાર ના લગ્ન માટે છોકરી શોધી રહ્યું હતું. જેના કારણે તેમના સગા સંબંધીઓએ મુન્નાલાલને રવિ કુમાર માટે છોકરી બતાવી હતી.

છોકરી ના પરિવારના લોકો આગ્રા શહેરમાં રહેતા જેના કારણે રવિ કુમાર નો પરિવાર સંબંધીઓને ત્યાં ગયો હતો. સબંધીને ત્યાં છોકરીના પરિવારના લોકો અને રવિ કુમારના પરિવારના લોકોને મળવા બોલાવવામાં આવ્યા હતા જેના કારણે રવિ કુમાર અને તેમનો ભાઈ કેશવ એક બાઈક લઈને યુવતીના ઘરે જવા માટે નીકળ્યા હતા.

બંને આગરા દિલ્હી હાઇવે પરથી પસાર થઈને જઈ રહ્યા હતા, તે સમયે બંને ભાઈઓને રસ્તામાં કોઈ કામ હોવાને કારણે બંને હાઇવે પર સાઈડમાં પોતાની બાઈકને ઉભી રાખી હતી અને તેમની બાજુમાં જ મંડી કમિટીનો ચઢાણ આવેલો હતો. આજે ઢાળ ઉપર એક ટ્રેક્ટર સિમેન્ટની બોરી ભરીને જતું હતું.

પરંતુ ટ્રેક્ટરની ટ્રોલીમાં સિમેન્ટની બોરીનો ખૂબ જ વધારે વજન હોવાને કારણે ટ્રેક્ટરમાં ઓવરલોડિંગ થઈ ગયું હતું ટ્રેક્ટર ચઢાણ ઉપર ચડી રહ્યું હતું તે સમયે ઓવરલોડિંગને કારણે ટ્રેક્ટર સંપૂર્ણ રીતે ઢાળ ચડી શક્યું નહીં અને ટ્રેક્ટર ચાલકે પોતાના ટ્રેક્ટર પરનું કાબુ ગુમાવ્યું હતું જેના કારણે જ ઢઢાણ પરથી ટ્રેક્ટર પાછળ આવવા લાગ્યું હતું.

અને પાછળની બાજુ પર બંને ભાઈઓ પોતાની બાઈક લઈને ઉભા હતા અચાનક જ ટ્રેક્ટર તેમની સામે આવી જતા રવિ કુમાર ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયા હતા જેના કારણે તેઓ ઢળી પડ્યા હતા અને ટ્રેક્ટરની ટોલીનો પાછળનો ભાગ કેશવ ના સાથે અથડાઈ જતા તે ફગવાઈને દૂર ભટકાયો હતો ત્યારબાદ આસપાસના લોકોએ તરત જ દોડીને ટ્રેક્ટર ચાલકને પકડી લીધો હતો.

આવો અકસ્માત સર્જાઈ જતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તરત જ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો તેમ જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ રવિ કુમારનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું અને કેશવ કુમારને હોસ્પિટલમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી.

પરિવારના લોકોને પોલીસે આ ઘટનાની જાણ કરી હતી અને રવિ કુમારના મૃત્યુની જાણ કરવામાં આવી હતી પરિવારને રવિ કુમારના મૃત્યુની જાણ થતા જ પરિવારમાં આવી ગયું હતું પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યું હતું અને તેમના દીકરા સાથે આવી કરોડ ઘટના બની જતા પરિવાર શોકમાં આવી ગયું હતું અને ટ્રેક્ટર ચાલક સામે પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિવારમાં ખુશીનો માહોલ ચાલુ થાય તે પહેલા જ દુઃખનો માહોલ થઈ ગયો હતો અને તેમના પરિવારના એક દીકરાએ જીવ ગુમાવ્યો હતો જેના કારણે પરિવાર આઘાતમાં આવી ગયું હતું પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ કોની સાથે ક્યારેય કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી આવી અણધારી ઘટનાને કારણે પરિવારમાં મુશ્કેલી થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *