દિન-પ્રતિદિન નાની ઉંમરની કિશોરીને મોટી ઉંમરના લોકો પોતાની પ્રેમજાળમાં ફસાવીને ફોસ્લાવ્યા બોલાવ્યા બાદ તેઓ સાથે ન કરવાની હરકતો પણ હવે કરવા લાગ્યા છે. એમાં ઘણા બધા મામલાઓ સરકારી ચોપડે નોંધાઈ ચૂકયા છે. તેમાં ઘણાં હવે પોલીસ કડકમાં કડક સજા પણ આપી ચૂકી છે. છતાં પણ આ પ્રકારના બનાવો બનવાનું ઓછું થતું નથી..
અને દિન-પ્રતિદિન વધવા લાગ્યું છે. હવે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી રસ્તા પર ખૂબ ગંભીર હાલતમાં એક કિશોરીને રડતા રડતા રાહદારીઓએ જોઈ હતી. ડિંડોલી વિસ્તારમાં G9 શોપિંગ સેન્ટર આવેલું છે. ત્યાં એક કિશોરી જાહેર રસ્તા ઉપર ગંભીર રીતે પડી હતી. એને જોઈને તરત જ આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા.
તેઓએ આ કિશોરીને પૂછવાની કોશિશ કરી હતી કે, તે શા માટે રડી રહી છે. તેમજ તેની આવી હાલત શા માટે થઇ છે..? ત્યારે તેણે રડતાં રડતાં જણાવ્યું કે, એક વિધર્મી યુવકે તેને OYO હોટલમાં બોલાવી હતી અને ત્યાં તેને ઢોર માર માર્યો હતો. આ યુવતીએ હોટલમાં આ કિશોરીને બોલાવીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો..
પરંતુ કિશોરીએ ઇનકાર કરી દેતાં યુવક એટલો બધો ઉશ્કેરાઈ ગયો હતો કે, કિશોરીને ઢોર મારવા લાગ્યો હતો અને ત્યાર બાદ ઝપાઝપી કરીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે કિશોરીને ઢોર માર વાગવાથી ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. તે આ યુવકનો પીછો કરતી કરતી જાહેર રસ્તા ઉપર પહોંચી કે જે આ રસ્તા વચ્ચે જ ઢળી પડી હતી..
લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશનના આ બાબતની જાણ કરી હતી. અને આ કિશોરીને પોલીસ ખાતામાં લઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે પણ આ યુવતીની પૂછપરછ શરૂ કરી હતી. અને વિધર્મી યુવક કોણ છે..? તેમજ તે શા માટે આ પ્રકારની હરકતો કરી રહ્યો હતો..? તે જાણવાની કોશિશ કરી હતી. પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી છે..
અને આ યુવકને ઝડપી પાડયો છે. અને તેની કડકમાં કડક પૂછતાછ કરવામાં આવી છે. પૂછતાછ દરમિયાન જણાવ્યું છે કે, આ નરાધમ યુવકનું નામ તોફીક છે. તે છેલ્લા ઘણા સમયથી આ કિશોરી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલો હતો. અને તે થોડા દિવસ પહેલાં તેને ઘરે પણ લઈ ગયો હતો. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ ઘણી વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા..
અને એક દિવસ OYO હોટલ ઉપર આ કિશોરીને મળવા બોલાવી હતી. અને ત્યારબાદ તેને ધક્કા મુક્કી મારીને ઢોર માર માર્યો હતો. જેના કારણે આ તમામ બનાવ સામે આવી ગયો છે. આરોપી સામે .દુ.ષ્ક.ર્મ. અપહરણ અને પોક્સો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. અને તેની ધરપકડ પણ કરી દેવામાં આવી છે.
હકીકતમાં પરિવારના દરેક સભ્યોએ પોતાના બાળક તેમજ બાળકીઓને સમજાવવું જોઇએ કે કોઇ અજાણ્યા યુવકના વાતોમાં ફસાઈ અને તેઓ જેમ કહે તેમ કરવું ન જોઈએ. કારણ કે તેઓ પોતાની મનની ઈચ્છાઓ સંતોષવા માટે જે તે વ્યક્તિઓને નિશાન બનાવતા હોય છે. એવામાં આપણું ભવિષ્ય બરબાદ થઈ જતું હોય છે. આવા નરાધમોથી હંમેશા દૂર રહેવું જોઈએ. અને કોઈ પણ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકવો ન જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]