Breaking News

યુવક ધોરણ 12માં ભણતી સગીરાને ભગાડી ગયો, અને પછી તો પોલીસે કર્યું એવું કે સાંજ થતા જ ખડે પગે હાજર થઈ ગયો યુવક.. વાંચો..!

નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં પડ્યા બાદ ઘણાં યુવક-યુવતીઓ નાની ઉમરમાં ઘરેથી ભાગી જતા હોય છે. જે તદ્દન ખોટુ છે. કારણ કે તેઓના ભાગ્યા પછી ઘરની પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની જતી હોય છે. મા-બાપ ખૂબ જ ચિંતિત બની જતા હોય છે. પરંતુ ઘરના કોઈ પણ સભ્યોની પરવા કર્યા વગર..

અને માતા પિતાની ઇજ્જતના સવાલ કર્યા વગર નાની ઉંમરમાં જ પ્રેમી પંખીડા ભાગી જવાના નિર્ણય લઈ લેતા હોય છે. સુરજીતનગર પાસેથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેને જાણ્યા બાદ માં-બાપ ડોળા ફાટેલા રહી ગયા છે. સુરજીતનગરના વઢરા તાલુકામાં આવેલા માકીડા ગામમાં એક પરિવારમાં 16 વર્ષની દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરે છે.

આ દીકરી અભ્યાસ માટે સુરજીતનગર સીટી બસમાં જતી હતી. તેની સાથે સાથે તેના ગામનો જ એક યુવાન કે જેનું નામ અમિત ડોસાજ છે. આ યુવાન પણ તેની સાથે સુરજીતનગર અભ્યાસ કરવા માટે જતો હતો. અને તે સગીરાને વારંવાર મળતો હતો. તેમજ છેલ્લા ઘણા સમયથી તો તે બંને ફોન પર પણ વાતો કરવા લાગ્યા હતા.

ધીમે-ધીમે તેઓ પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હોય તેવું લાગતું હતું. એક દિવસ સવારના સમયે પરિવારના અન્ય સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે આ સગીરા મોકો ગોતીને ઘરની બહાર નીકળી ગઇ હતી. તેમજ આ અમિત નામનો આ વ્યક્તિ આ દીકરીને ભગાડીને લઈ ગયો હતો. ઘણા સમય સુધી સગીરા અને સગીર બંનેની કોઈ ભાળ ન મળી હતી.

એટલા માટે સૌ કોઈ લોકોને શક પડયો હતો કે, નક્કી અમિત જ આ દીકરીને ભગાડીને લઈ ગયો હશે. એટલા માટે પરિવારજનો તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. સગીરાના પરિવારજનોએ પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરવા માટે કહ્યું હતું.

પોલીસે તપાસ કરી તો જણાયું કે, આ યુવક સગીરાને ભગાડીને બાજુના શહેર તરફ ગાડી પર બેસાડીને લઈ જતો હતો. જ્યારે આ અમિત નામના યુવકને જાણ થઈ હતી કે, સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી નાખી છે. અને હવે તેઓ તેને પકડી પાડશે એટલા માટે તે ખુબજ ડરી ગયો હતો. અને સાંજના સમયે તો તે યુવતીને લઈને ફરી પાછો ગામમાં હાજર થઈ ગયો હતો…

છતાં પણ પોલીસ મથકમાં સગીરાના પરિવારે આ અમીત નામના યુવક સામે સગીરાને ભગાડીને લઈ જવાના ગુનામાં ફરિયાદ નોંધી છે. તેમજ આગળની કાર્યવાહી ચલાવવા માટે કહ્યું છે. હાલ આ સગીરા અને અમિત બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે તેઓને સરકારી દવાખાને ધકેલવામાં આવ્યા છે.

જયારે જ્યારે સમાજના લોકો વચ્ચેથી આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકો માથું પકડીને વિચારવા પર મજબુર બની જાય છે કે આખરે શું માં-બાપને સારા સંસ્કારોનું વાવેતર કરવામાં ભૂલ થઈ જતી હશે કે શું..? કારણ કે પ્રેમ સબંધને બચાવવા માટે આબરૂ અને ઈજ્જત તેમજ માન સન્માન ભૂલીને લોકો એવું પગલું ભરવા લાગ્યા છે કે જે ખુબ જ ખોટું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *