ફેમસ યુ-ટ્યુબર પર ખજૂર ભાઈને તો સૌ કોઈ લોકો ઓળખે છે. કારણકે ખજૂર ભાઈ એ સામાન્ય નાગરિકો માટે જે કર્યું છે તેને કોઈપણ લોકો ભૂલી શકશે નહીં. જ્યારે ગુજરાતના દરેક ભાગમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. એ સમયે ખજૂર ભાઈ એ મને મૂકીને માનવ સેવા કરી હતી…
યુ-ટ્યુબર ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની કૉમેડી વિડીયો બનાવે છે. અને સમગ્ર ગુજરાતને હંમેશાં હસાવતા રહે છે. તેઓ દક્ષિણ ગુજરાતના બારડોલીમાં બાબેન ગામમાં રહે છે. તેઓને સૌ કોઈ લોકો સેવાભાવી સ્વભાવના કારણે ગુજરાતનો સોનુ સૂદ કહી રહ્યા છે. તેઓએ આવતા વાવાઝોડા વખતે સૌરાષ્ટ્રમાં ઘણાં ગામડાઓમાં ઘર બનાવવાની તેમજ જુદી જુદી માનવ સેવા કરી હતી…
પરંતુ હાલ તેઓના ઘરેથી ચોર-લુંટારા લોકો ચોરી કરીને જતા રહ્યા છે. બારડોલી તાલુકાના બાબેન ગામમા રાધીકા સોસાયટીમાં ખજૂર ભાઈ રહે છે. પરંતુ ઘણા સમયથી તેઓનુ ઘર બંધ હતું. એવામાં બંધ ઘરનો લાભ લઈને ચોર ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો…
તેમજ કોઇપણ કિંમતી સામાન શોધવા માટે તેઓ મથામણ કરી રહ્યા હતા. અંતે તેઓને કોઈ પણ કિમતી વસ્તુ હાથ લાગી હતી એટલા માટે તેઓ ઘરમાં મુકેલ ની ટીવી ચોરી કરી ગયા હતા. ચોરીના બનાવ સામે પોતાની સાથે જ ખજૂર ભાઈના ફેન લોકો પણ ખૂબ જ દુખી છે કારણ કે જે ખજૂર ભાઈ એ જરૂરિયાતના સમયે ગુજરાતના દરેક લોકોની મદદ કરવા માટે સૌપ્રથમ આગળ આવ્યા હતા..
અને તેમના જ ઘરમાં ચોરી કરીને જાય એ સારી બાબત ન કહેવાય. સૌ કોઈ લોકો ખજૂરભાઈને સોનું સુદ સાથે સરખાવી રહ્યા છે. અને કહી રહ્યા છે કે આખરે તો લૂંટારાઓએ ગુજરાતના સોનું સુદને પણ બાકી મૂક્યા નથી. તો સામાન્ય નાગરિકો માટે તો ક્યાં વાત જ જાય. નીતિન જાની જીગલી ખજૂર નામની youtube ચેનલ ચલાવે છે..
તેવો youtube માં ખૂબ જ પ્રસિદ્ધ છે. નાના ટેણિયાઓ થી લઈને વડીલ દાદા સુધી સૌકોઇ લોકો ખજૂર ભાઈ ના વિડીયો જોઈએ છે. ખજૂર ભાઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જરૂરિયાત મંદોને અઘરા સમયમાં ખૂબ મદદ કરી હતી. અને તેઓએ સૌ કોઈ લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]