Breaking News

ભર ગરમીમાં શેરડીનો રસ પીવા જતી બે મહિલાઓ સાથે બની એવી ઘટના કે રોડ ઉપરના બધા લોકો દોડતા થઈ ગયા, જીવ અધ્ધર થયો..!

ઉનાળાના સમયની અંદર ગરમીથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો તડકાના સમયમાં બહાર નીકળવાનું ટાળે છે, તેમજ ઠંડા પીણા જેવા કે છાશ, લસ્સી, શેરડીનો રસ તેમજ જ્યુસ, લીંબુ શરબત સહિતની ચીજ વસ્તુઓનો સહારો લેતા હોય છે. જો વધારે પડતી ગરમી શરીરને લાગી જાય તો તબિયત પણ બગડી જતી હોય છે..

એટલા માટે ગરમીના સમયમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, ઘર ગરમીની અંદર શરીર ઠંડુ કરવા માટે બે મહિલાઓ શેરડીનો રસ પીવા માટે જતી હતી. એ વખતે બપોરના સમયે તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, સૌ કોઈ લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ બપોરના સમયે ખૂબ જ સાવચેત બની જશો..

આ ઘટનાને જાણીને દરેક લોકો સુધી પહોંચાડવાની આપણે પૂરેપૂરી કોશિશ પણ કરવી જોઈએ આ બનાવ હસ્તમપુરા વિસ્તારનો છે, અહીં આવેલી કાર્તિકેય સોસાયટીમાં મીના અને કમલા નામની બે મહિલાઓ અડોશ પડોશમાં રહે છે, બપોરના સમયે ભોજન લીધા બાદ તેઓ સાથે બેઠા હતા..

એ વખતે અતિશય ગરમીનો અનુભવ થતા તેઓએ નક્કી કર્યું કે, તેમની સોસાયટીથી થોડે દૂર આવેલા એક શેરડીના રસની દુકાન ઉપર તે શેરડીનો રસ પીવા માટે જશે એમ વિચારી તેઓ ચાલતા ચાલતા સોસાયટીની બહાર નીકળીને શેરડીનો રસ પીવા માટે જતા હતા. એ વખતે પાછળથી અજાણ્યા યુવકો ગાડી લઈને ફૂલ સ્પીડે આવ્યા હતા..

અને મીનાબેન તેમજ કમલા બેને ગળામાં પહેરેલા સોનાના ઘરેણાંને આંચકીને જતા રહ્યા હતા. આ બંને મહિલાઓને આ અજાણ્યા શખ્સોએ લૂંટફાટ કરીને ત્યાં જમીન ઉપર જ નીચે ધક્કો મારીને પાડી દીધા હતા, આ બંને મહિલા ઊભી થાય એ પહેલા તો સાચો લુટારા તેમની પાસેથી સોનાનો ચેન લુટીને દોડતા થઈ ગયા હતા..

બપોરનો સમય હોવાથી રોડ ઉપર અવરજવર ખૂબ જ ઓછી હતી, એટલા માટે આ બંને મહિલાની મદદ માટે પણ કોઈ વ્યક્તિ આવી પહોંચ્યું નહીં જ્યારે નજીકની દુકાનદારોને પાસે જઈને મહિલાઓએ જણાવ્યું કે, રોડ ઉપર તેમની સાથે લૂંટફાટ થઈ છે અને તેમનો સોનાનો ચેન ચોરી થઈ ગયો છે..

આ ચેનને ચોરીને બે અજાણ્યા યુવકો ગાડી લઈને ભાગી ગયા છે, અને તેમની ગાડીનો નંબર પ્લેટ પણ ન હોવાને કારણે આ યુવકો કોણ છે.? તેની કોઈપણ જાણકારી મળી રહી નથી, આ દુકાનદારોની મદદથી તેઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી અને ત્યારબાદ આ બંને મહિલા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને પહોંચી ગયા અને ત્યાં જઈને તેઓએ જણાવી દીધું કે..

તેઓ બપોરના સમયે શેરડીનો રસ પીવા માટે જતા હતા અને ત્યારે ગળામાંથી સોનાનો ચેન કાપીને બે અજાણ્યા એ લોકો ભાગી ગયા છે, મીનાબેનનો સોનાનો ચેન અંદાજે એક લાખ ચાલીસ હજારની કિંમતનો હતો, જ્યારે કમલાબેનનો સોનાનો ચેન અંદાજે 70,000 નો હોવાનું સામે આવ્યું છે. બપોરના સમયે મહિલાઓ સાથે બનેલી આ ઘટનાને લઈને સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી..

મીનાબેન અને કમલાબેને તેમના પતિઓને પણ ફોન કરીને જાણકારી પહોંચાડી દીધી હતી કે, તેમના ગળામાંથી સોનાનો ચેન ચોરી થઈ ગયો છે. તેમના પતિઓ પણ પોલીસ સ્ટેશન એ પહોંચી ગયા હતા, પોલીસે ફરિયાદ નોંધ સીસીટીવી કેમેરાની મદદથી તપાસે શરૂ કરી છે. પરંતુ આ બંને યુવકો જે બાઈક લઈને ચોરી કરવા માટે આવ્યા હતા..

તે બાઈકનો કોઈ પણ અતો પતો નથી કારણ કે, આ બાઈકમાં નંબર પ્લેટ હતી નહીં, આખરે આ વ્યક્તિ ક્યાં ગયા છે..? તેની ભાળ મેળવવી રહી છે, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, તો બપોરના સમયે મહિલાઓ ઘરની બહાર સોના ચાંદીના કીમતી દાગીનાઓ પહેરીને ચાલવાનું ટાળશે તેવું સૌ કોઈ લોકો જણાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *