Breaking News

વેબસીરીઝ જોયા બાદ માત્ર 12 વર્ષના છોકરાએ છત પરથી કુદકો લગાવી આપઘાત કરી લીધો..! કારણ જાણીને માથું પકડી લેશો..! વાંચો..!

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે..

પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. એમાં પણ હલકી કંપનીના મોબાઈલ વારંવાર ફાટી જતા હોય છે તેમજ વિસ્ફોટ થઇને આગ પકડી લેતા હોય છે. જેના લીધે વ્યક્તિના જીવને નુકસાન પહોંચે છે. અને ક્યારેક તો જીવ પણ ગુમાવવો પડે છે.

ઓનલાઈનના આ ઘોર કાળા જમાનામાં ડીજીટલ ગુનાઓ વધી ગયા છે. લોકો બદલો લેવા માટે નત નવીન કીમિયાઓ ગોતી પાડે છે અને ત્યાર બાદ તેને અંજામ આપે છે. મોબાઈલની સંકુચિત દુનિયાએ બાળકોના મનને જકડી રાખ્યા છે અને વિચિત્ર વિચારો સુજ્વાડીને ખોટા માર્ગે દોરે છે.

હાલ એવો જ એક કિસ્સો કોલકતામાં બન્યો છે. અહી એક 12 વર્ષના કુમળા બાળકે પોતાના બિલ્ડીંગના 11મા માળેથી કૂદકો લગાવીને જીવન ટૂંકાવી દીધું છે. તમે વિચારમાં મુકાઈ જશો કે હસતી ખેલતી જિંદગીમાં બાળક આ પ્રકારના રવાડે કેવી રીતે ચડી ગયો હશે..

આ બાળક મોબાઈલમાં એક જાપાનીસ સિરિઝ જોઈ રહ્યો હતો. તે આ સીરીઝમાં ખુબ જ રસ દાખવતો હતો. તે રોજ રોજ આ જ દ્રશ્યો જોતો હતો. આ સીરીઝ એક કાલ્પનિક વાર્તા પર આધારિત છે જેમાં એક બાળક એક બિલ્ડિંગની છત પરથી કૂદી ગયો હતો ત્યારે સુપર હીરો તેણે બચાવવા માટે આવ્યો હતો અને તેણે બચાવી પણ લીધો હતો…

હીરોએ જાદુઈ શક્તિઓ વિકસાવી હતી. બાળકના મનમાં સતત આ જ વાતો ચાલતી હતી. અને એક દિવસ એ બાળકને સુપર હીરો બચાવવા આવશે એમ માનીને તેણે પોતાના જ બિલ્ડીંગના છત પરથી કુદકો લગાવી દીધો હતો. આ સાંભળીને જ સૌ કોઈના હૈયા બેસી જશે. આખરે એવો તો કેવો આ સીરીઝનો નશો કે જેણે આ બાળકનો જીવ લઇ લીધો…

તપાસ દરમિયાન પોલીસને એવું જાણવા મળ્યું કે આ છોકરાએ  એમ સમજીને કુદકો  ર્ટમેન્ટના ટેરેસ પરથી એ આશામાં કૂદી પડ્યો કે વેબ સિરીઝનો સુપરહીરો તેને બચાવવા આવશે, જેમ કે વેબ-સિરીઝ પ્લેટિનમ એન્ડમાં દર્શાવવામાં આવ્યું છે. આ ચમત્કાર જોવાની આશાએ 12 વર્ષના છોકરાએ 11મા માળેથી કૂદીને જીવ ગુમાવ્યો.

આ ઘટના શનિવારે કોલકાતામાં પાર્ક સર્કસના ફૂલ બાગાન વિસ્તારમાં કેનાલ સર્ક્યુલર રોડ પરના એક હાઈ-એન્ડ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં બની હતી. 12 વર્ષના છોકરાનું નામ બિરાજ પચીસિયા છે અને પરિવારના તમામ સભ્યો ઘરે સરસ્વતી પૂજામાં વ્યસ્ત હતા, ત્યારે બિરાજે ટેરેસ પરથી કૂદી પડ્યો.

અવાજ સાંભળીને, હાઉસિંગ કોમ્પ્લેક્સના રહેવાસીઓ પૂલ કિનારે દોડી આવ્યા હતા અને પાર્ક સર્કસની એક પ્રીમિયર સ્કૂલના આ વિદ્યાર્થીને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો હતો. તેને નજીકના નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *