પિતાએ તેની 2 વર્ષની ફૂલ જેવી દીકરીને વોશિંગ મશીનમાં નાખી દીધી, કારણ જાણીને હોશ ઉડી જશે તમારા..! વાંચો..

પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓના કિસ્સા દિવસેને દિવસે વધતા જ જાય છે. સાસુ-વહુના ઝઘડાઓ તો ચાલતા જ હોય છે પરંતુ હવે પતિ અને પત્ની ના ઝગડા પણ એટલી હદે વધવા લાગ્યા છે કે તેનાથી કંટાળીને પતિ કે પત્ની બંને માંથી કોઈ એક એવું પગલું ભરી લે છે. કે લોકો તેઓને જોઈને હોશ ઉડી જાય છે.

આ ઝઘડા આવો એટલા ખતરનાક બની જતા હોય છે કે જેના લીધે બોલાચાલી તો બરાબર છે, પરંતુ મારામારી સુધી વાત પહોંચી જાય છે. અને ઘણીવાર તો પતિ પત્ની ના ઝગડા માં સજા તેના લાચાર બાળકો ભોગવતા હોય છે.

હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળતા જ તમારા હોશ ઉડી જશે!! અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના ન્યૂ હેમ્પશાયરની. આ વિસ્તારમાં એક પતિ અને પત્ની પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં તેની બે વર્ષની માસુમ પુત્રી પણ છે. પતિ અને પત્ની બંને તો મૂળ અન્ય શહેરના છે.

પરંતુ નોકરી એક જ શહેરમાં હોવાથી તે બંને ન્યૂ હેમ્પશાયરમાં સ્થાયી થયા છે. આ યુગલો વચ્ચે ઝઘડાનો તો કડવો દોર હમેશા ચાલતો જ હોય છે. ક્યારેક પતિ નો વાંક હોય છે તો ક્યારેક પત્ની નો વાંક હોઈ છે. તેઓની વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પતિની ઘણી બધી બાબતોથી પત્ની નારાજ હતી.

આ બાબતે તેઓને બોલાચાલી થઈ ગઈ એમાં પતિનો મગજ છટકી ગયો. અને ગુસ્સામાં જોર જોરથી બુમ કરવા લાગ્યો ત્યાર બાદ પત્ની ત્યાંથી ચાલી ગઇ હતી. પરંતુ પત્નીના ગયા બાદ હતી એ તેમની માસુમ બે વર્ષની બાળકીને સજાને ઘાટ ઉતારી દીધી. પોતાની સગી પુત્રીને ઉપાડીને વોશિંગ મશીન માં નાખી દીધી.

અને ત્યારબાદ તેની સ્વીચ ચાલુ કરી દીધી. સ્વીચ ચાલુ કરતા જ તે મશીન ફરવા લાગ્યું અને બાળકી તેની અંદર હતી. મશીન નો અવાજ આવતા પત્ની તરત જ ત્યાં દોડી આવી હતી અને સ્વીચ બંધ કરી હતી તેમજ બાળકીને હેમખેમ બહાર કાઢી હતી. બે ઘડી તો પત્ની પણ વિચારવા લાગી કે કોઈપણ વ્યક્તિ પોતાની સગી પુત્રીને આ પ્રકારની સજા કેવી રીતે આપી શકે.

બાળકી લોહીલુહાણ થઇ હતી તેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી અને ત્યાર બાદ મહિલાએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને પોતાની સાથે લઈ ગયા છે પોલીસનું કહેવું એમ છે કે પતિએ ગુસ્સામાં પોતાના બે વર્ષની પુત્રીને મારવાનો પ્રયાસ કર્યો છે તેથી તેની સામે કેસ કરાયો છે આ ઘટના બહાર આવ્યા બાદ લોકો તે વ્યક્તિની સજાની માંગ કરી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment