Breaking News

વ્યાજખોર માથે ચડી જતા પતિ-પત્નીએ આપઘાત કરીને જીવનલીલા સંકેલી લીધી, બિચારો નાનકડો દીકરો નોધારો થયો.. વાંચો..!

કોરોના અઘરા સમયમાં સૌ કોઈ લોકોના ધંધા બંધ થઈ ગયા હતા. પરંતુ જ્યારે લોકડાઉન ખુલ્લી ગયુ ત્યારબાદ કેટલાક લોકોના ધંધા ધમધોકાર ચાલવા માંડ્યા જ્યારે કેટલાક લોકો એની એ જ પરિસ્થિતિમાં ધંધો ચલાવી રહ્યા છે. ધંધામાં કોઈ પણ જાતનું પ્રોફિટ ન જાણતા અંતે ઘર ચલાવવા માટે તેમજ અન્ય કોઈ જરૂરિયાત માટે કેટલાક લોકોને આજે પૈસા લેવાની પણ ફરજ બને છે..

જે પૈસા ચૂકવી ન શકતા કેટલા લોકો ખૂબ જ મૂંઝાયેલા રહે છે. આ સાથે સાથે તેઓને વ્યાજખોરોનો ત્રાસ પણ સહન કરવો પડે છે. હાલ વ્યાજખોરોના ત્રાસને સહન ન કરી શકતા એક પતિ પત્નીએ આપઘાત કરી લીધો છે. જ્યારે તેમનો બાળક નોંધારો થયો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે..

રાણીપ વિસ્તારમાં નિકુંજ પંચાલ મિનરલ વોટરનો વેપાર ધંધો કરે છે. તેઓને મિનરલ વોટરની શિવ શક્તિ નામની ડિસ્ટ્રીબ્યુટરસીપ પણ મળેલી છે. તેઓના લગ્ન આજથી બાર વરસ પહેલા અંકિતા સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન નિકુંજભાઈને એક પુત્રનો પણ જન્મ થયો હતો. પરંતુ 2016ની સાલમાં તેઓએ અંકિતા સાથે છૂટાછેડા લઈ લીધા..

અને ત્યારબાદ તેઓએ શ્વેતા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાને પણ અગાઉના લગ્નજીવનથી બે દીકરીઓનો જન્મ થયો હતો. પાંચ વર્ષ પહેલા તેણે પણ છૂટાછેડા લઈ લીધા હતા. હાલ નિકુંજ અને શ્વેતા ખૂબ સારી જિંદગી જીવતા હતા. નિકુંજભાઈએ તેના મિત્ર અનુપ પ્રહલાદભાઈ પાસેથી ધંધા માટે 15 લાખ રૂપિયા લેવાના નીકળ્યા હતા..

નિકુંજભાઈ અવારનવાર અનુપ પાસેથી આ પૈસાની માંગણી કરતો હતો. પરંતુ અનુપ નિકુંજને ધંધાના રૂપિયા પરત આપવાની ના પાડતો હતો. એવામાં કોરોનાનો સમય આવી ગયો અને તમામ ધંધા મંદ પડી ગયા ત્યારબાદ જરૂરિયાત જણાતા નિકુંજભાઈએ રાકેશ વિનોદભાઈ નાયક નામના વ્યક્તિ પાસેથી દસ લાખ રૂપિયા 4% ના વ્યાજ દર સાથે લીધા હતા..

પરંતુ ધંધો સમયસર ન ચાલતા તેઓ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી શકતા હતા નહીં. આ ઉપરાંત તેઓ સમયસર વ્યાજની રકમ ચૂકવતા પરંતુ વ્યાજે દેનાર વ્યક્તિ નિકુંજભાઈને વ્યાજનું પણ વ્યાજ ચૂકવવા માટે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ સાથે સાથે તે કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપવા લાગ્યો હતો..

તે અવારનવાર ઘરે આવી જતો અને નિકુંજભાઈ ની પત્ની શ્વેતા પાસેથી પણ પૈસાની ઉઘરાણી કરીને તેને હેરાન પરેશાન કરવા લાગતો હતો. નિકુંજભાઈ વિચાર્યું કે જો તેમને અનુ 15 લાખ રૂપિયા આપી દે તો તેમાંથી તે આઠ લાખ રૂપિયા રાકેશના એકને વ્યાજના વ્યાજ પેટે પણ આપી દઈને આ તમામ કામગીરી પૂરી કરી દેશે..

અને શાંતિથી જિંદગી જીવશે પરંતુ તેને 15 લાખ રૂપિયા આપવાની ના પાડી દેતા તેઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. અંતે તેમની પત્નીએ કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. શ્વેતાએ આપઘાત કરી લેતા નિકુંજ ખૂબ જ ભાંગી પડ્યા હતો. નિકુંજ આ તમામ ઘટનાની જાણ પોતાની માતાને પણ કરી હતી..

છતાં પણ રાકેશ નાયક નામનો આ વ્યક્તિ નિકુંજભાઈના છોકરાને પણ નુકસાની પહોંચાડશે તેવી ધમકી આપીને પૈસાની ઉઘરાણી કરવા લાગ્યો અંતે તેઓને પણ આ ત્રાસ સહન ન થતા તેઓએ ઘરે આપઘાત કરી લીધો છે. પતિ અને પત્ની બંને આપઘાત કરી લેતા તેમનો લાડકવાયો વહાલ સોયો દીકરો નોંધારો થયો છે.

વ્યાજના ચક્રમાં કેટ કેટલાય પરિવારો વિખેરાઈ ગયા છે. જે વ્યક્તિ વ્યાજના ચક્રમાં એક વખત ફસાઈ જાય છે. તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. જો આવા સમયમાં તેઓને પરિવારજનોના કોઈપણ સભ્યોનો સાથ સહકાર ન મળે તો તે અંતે આપઘાતના પગલાં તરફ પણ પ્રેરાઈ જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *