Breaking News

“વ્યાજવટાનું ચુકવણું કરી દીધું છતાં પણ મારું જીવવાનું હરામ કરી નાખતા હવે હું કંટાળ્યો છું” કહીને જુવાનીયાએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબ્યો, ચિઠ્ઠી વાંચીને સૌ કોઈ સમસમી ગયા..!

અત્યારના સમયમાં ઘણા બધા લોકો એવી દેખાદેખીએ ચડ્યા છે કે જેનું પરિણામ ખૂબ જ ભયંકર છે. ઘણા બધા લોકો જાણે પણ છે કે, અત્યંત દેખાદેખી કરવાથી રૂપિયાની બરબાદી થઈ રહી છે. છતાં પણ સમાજમાં પોતાનું માન સન્માન અને મોભો વધારવા માટે પાણીની જેમ ઘણા બધા વ્યક્તિઓ પૈસા વાપરી નાખે છે..

અને ત્યારબાદ પાછળથી સંસાર ચલાવવામાં ફાફા પડતા હોય છે. હંમેશા આગળનો વિચારીને જીવન જીવવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે વ્યાજ વટા તરફ પણ આગળ વધે છે. ગોપાલ કોલોનીમાં રહેતો યતેન્દ્ર નામનો 26 વર્ષનો યુવક પણ વ્યાજના ચકરડાની અંદર ફસાઈ ગયો હતો..

તેણે થોડાક વર્ષો પહેલા એક વ્યાજખોર પાસેથી 20%ના વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ એ રૂપિયાને તે સમયસર ચૂકવી શક્યો નહીં, એટલા માટે વ્યાજખોરોએ તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું અને દિન પ્રતિ દિન તને ધમકીઓ પણ આપવા લાગ્યા હતા. જેમ જેમ યતેન્દ્ર પાસે પૈસાની શુખ સગવડ ઊભી થતી ગઈ..

તેમ તેમ તેણે વ્યાજખોરોને પૈસા ચૂકવવાનું પણ શરૂ કરી દીધું હતું અને તેમને તેમના વ્યાજ સાથેની તમામ રકમની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. યતેન્દ્ર તેના પરિવારનો એકનો એક દીકરો હતો અને પરિવારની દરેક જવાબદારીઓ પણ તેના ઉપર આવી પડી હતી. ઘણી બધી મહેનત કરીને તેણે ધીમે ધીમે આ તમામ લોકોના રૂપિયા ચૂકવી દીધા..

પરંતુ વ્યાજખોરોએ તેને ડરાવા ધમકાવવાનું બાકી મૂક્યું નહોતું. તેવો અવારનવાર તેના ઘર પાસે આવી જઈને તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે તેને હેરાન પરેશાન કરતા હતા. યતેન્દ્રએ એક વખત તો જણાવી દીધું કે, મેં તમારી બધી જ રકમ ચૂકવી દીધી છે. છતાં પણ તમે મને શા માટે હેરાનગતિ પહોંચાડી રહ્યા છો…

એ વખતે વ્યાજખોરોએ જણાવ્યું કે, અમે તને વ્યાજે ઘણા બધા રૂપિયા આપ્યા છે અને તે અમારા સમયના દરેક વાયદા તોડીને આ રૂપિયાને પરત કરવામાં ખૂબ જ વાર લગાડી દીધી છે. એટલા માટે તારે અમને વધારે રૂપિયા આપવા પડશે. એમ કહીને તેવો હેરાનગતિ પહોંચાડતા હતા રોજબરોજ તે આ બધી ઘટનાઓથી ખૂબ જ કંટાળી જતો હતો..

અને એક દિવસ તેણે તેની રૂમમાં જઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે પરિવારજનો એ તેને ચાલતમાં જોયો ત્યારે તેમના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. આજે તો સાંભળીને પડોશીઓ પણ તેમના ઘરે આવી પહોંચે ત્યારબાદ યંત્રને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો..

પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરી દીધો હતો, તેના રૂમમાંથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં યતેન્દ્રએ લખ્યું છે કે, પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે વ્યાજે પૈસા લીધા હતા અને આ રકમ તે ચૂકવવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેણે આ રકમને ખૂબ જ ઊંચા વ્યાજ સાથે ચૂકવી પણ દીધી છે. છતાં પણ તેને વ્યાજ હેરાન કરી રહ્યા છે જેનાથી કંટાળી જઈને તેણે આપઘાત કરી લીધો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *