Breaking News

વ્યાજે પૈસા લઈને કેનેડા ભણવા મોકલેલો દીકરો માં-બાપને ભૂલી જતા માથે સંકટ તોળાયું, ફોનમાં જ કહી દીધું એવું કે માં-બાપે દીકરાને મરેલો સમજી લીધો..!

તેમના દીકરા કે દીકરીની ખુશીઓ માટે કોઈપણ કામકાજ કરવા માટે તૈયાર થતાં હોય છે, કારણ કે તેઓના જીવનનો મુખ્ય બોલ તેમના દીકરા કે દીકરીને ખુશી હોય છે. અત્યારે શાળાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ઘણા બધા યુવક યુવતીઓ આગળનો અભ્યાસ કરવા માટે પોતાનો દેશ છોડીને વિદેશમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે..

અત્યારે વિદેશ ભણવા જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એવી રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં સેટલ થવા માટે નીકળી પડે છે, કોઈપણ દેશમાં જવા માટે ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાની જરૂર પડતી હોય છે. એમાં પણ જો મધ્યમ વર્ગીય પરિવાર હોય તો તેઓને આટલી મોટી રકમ ભેગી કરવા માટે ઘણા બધા વ્યક્તિઓની મદદ પણ લેવી પડતી હોય છે..

હાલ એક એવો બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ દીકરા દીકરીઓને વિદેશ મોકલતા પહેલા કોઈ પણ વ્યક્તિ બે વખત વિચાર કરશે આ કિસ્સો ખૂબ જ કામનારો સાબિત થયો છે, કમલદીપ સોસાયટીમાં રહેતા રાજેશભાઈનો એકનો એક લાડકવાયો દીકરો ધવલ કોલેજનો અભ્યાસ કરવા માટે કેનેડા જવાય ઇચ્છતો હતો..

પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક હતી, કારણ કે રાજેશભાઈ 20,000 રૂપિયાની પગારવાળી નોકરી કરતા હતા. જ્યારે રાજેશભાઈ ની પત્ની ઉર્મિલાબેન ઘરે સિલાઈ મશીનનો સંચો ચલાવીને મહિને પાંચથી સાત હજાર રૂપિયાની કમાણી કરતી હતી. પતિ અને પત્ની બંને દિવસ રાત તનતોડ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરતા તેનાથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું..

અને તેમના દીકરા દીકરીઓને તેઓએ ભણાવી ગણાવીને મોટા કર્યા હતા, પરંતુ હવે ધવલ કેનેડા ભણવા જવાની જીદ પકડીને બેઠો હતો અને પોતાના દીકરાના સુખી ભવિષ્ય માટે રાજેશભાઈએ તેમના અન્ય સગા સંબંધીઓ પાસેથી વ્યાજે પૈસા લેવાનું શરૂ કરી દીધું અને પોતાના દીકરાને કેનેડા ભણવા જવાની મંજૂરી આપી દીધી હતી..

ધવલે તમામ પરીક્ષાઓ અને પ્રોસેસ શરૂ કરી કેનેડા જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, બિચારા રાજેશભાઈ અને ઉર્મિલાબેનને એવી તો શી ખબર કે તેમનો દીકરો કેનેડા જઈને તેમના હાથમાંથી છૂટો પડી જવાનો છે, તેઓએ તેમના દીકરાને અહીં જેવી રીતે સાચવ્યો હતો તેમનો દીકરો તેવી જ રીતે ત્યાં તેમને તરછોડી દેવાનો છે..

ધવલ કેનેડા તો પહોંચી ગયો અને ત્યાં પહોંચતાની સાથે જ તેણે તેના માતા પિતા સાથે ધીમે ધીમે વાતચીત કરવાનું ટાળી દીધું હતું, શરૂઆતના ત્રણ-ચાર મહિના સુધી તે અમુક સમયે તેના મા બાપને ફોન કરીને બધી જ માહિતીઓ જણાવતો હતો કે, તે કેવી રીતે જીવન જીવી રહ્યો છે..

અને તેના જીવનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ ત્યારબાદ તેણે તેના મા બાપને ફોન કરવાનું બંધ કરી દીધું હતું અને જો તેના માતા પિતાનો ફોન આવે તો તેને સાથે વાતચીત કરવાનું પણ તે ટાળતો હતો, રાજેશભાઈ અને ઉર્મિલાબેનને ખૂબ જ ચિંતા સતાવતી હતી કે, તેમનો દીકરો કઈ હાલતમાં હશે અને શું થયું હશે તે શા માટે તેમની સાથે વાતચીત કરતો નથી..

બિચારા મા-બાપ કેટલાય બધા સપનાઓ જોઈને તેમના દીકરાને વિદેશ ભણવા માટે મોકલ્યો હતો અને એ જ દીકરો હવે તેના મા બાપની વાત સમજ્યા વગર તેને અવગણવા લાગ્યો હતો, એક દિવસ સવારના સમયથી માંડીને રાતના સમય સુધી રાજેશભાઈએ ધવલને સતત ફોન કરવાનું શરૂ કરી દીધું હતું કે, ધવલ શા માટે તેનો ફોન ઉપાડતો નથી..

અને વારાફરતી વારા કુલ 40 થી 50 જેટલા ફોન કરવા બાદ ધવલએ ફોન ઊંચક્યો અને તેના પિતાને જણાવી દીધો હતો કે, તે આજ પછી ક્યારે પણ તેમની સાથે વાતચીત કરવા માંગતો નથી. તે કેનેડામાં કોઈ યુવતીને પ્રેમ કરી રહ્યો છે. અને તેની સાથે તે લગ્નજીવન વસાવીને ત્યાં રહેવા માંગે છે..

તે ક્યારેય પણ ભારત આવશે નહીં, અને તેના મા બાપનું પણ મોઢું જોશે નહીં બિચારા રાજેશભાઈ અને ઉર્મિલાબેન ખૂબ જ ઊંડા અખાતમાં ચાલ્યા ગયા હતા કે, તેમનાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે તેમનો દીકરો તેમને તરછોડવા લાગ્યો છે. હકીકતમાં ધવલ ખૂબ જ ખરાબ સંગતની અંદર ફસાઈ ગયો હતો..

તેની સાથે રહેતા કેટલાક યુવક યુવતીઓ તેને તેના માતા પિતાથી ખોટો પાડીને હેરાન પરેશાન કરી રહ્યા હતા, પરંતુ ધવલ તેના મા બાપની વાત સાંભળવાને બદલે તેના મિત્રોની ખરાબ સંગતની વાતચીત વધારે સાંભળતો હતો, તેને ફોનમાં જ તેના મા બાપને કહી દીધું કે હવે તે ક્યારેય પણ તેમનું મોઢું જોવા માંગતો નથી..

બસ આ શબ્દો સાંભળતાની સાથે જ રાજેશભાઈ અને ઉર્મિલાબેન તેના દીકરાને મરેલો સમજી લીધો હતો, તેણે તેના દીકરાને ફોનમાં જણાવી દીધું કે અમે તને કાળી મહેનત મજૂરી કરીને પૈસા ભેગા કરી કેનેડા ભણવા માટે મોકલ્યો હતો. પરંતુ તું અમારો દીકરો થવાને લાયક નથી તે અમારું નાક કપાવ્યું છે..

જો તું અમારું મોઢું જોવા માંગતો નથી તો અમે પણ તારું મોઢું જોવા માંગતા નથી, તું ક્યારે પણ પોતાનું મોઢું લઈને અમારી સામે ન આવતો એટલું કહીને રાજેશભાઈ ફોનમાં જ રડવા લાગ્યા હતા. જ્યારે ઉર્મિલાબેન ને કહ્યું કે હવે તો અમે તને મરેલો સમજી લીધો છે. તારી કોઈ પણ જરૂરિયાત નથી એમ કહીને તેઓ પણ રડવા લાગ્યા હતા..

આ તમામ દ્રશ્ય ધવલની નાનકડી બહેન પોતાની નજર સામે જોઈ રહી હતી કે, કેવી રીતે તેનો ભાઈ કેનેડા પહોંચ્યો હતો અને ત્યાં જઈને તેણે પોતાના સ્વભાવની અંદર કેટલું બધું પરિવર્તન કરી નાખ્યું કે પોતાના જ મા બાપને તે ભૂલી ચૂક્યો હતો. વ્યક્તિ દુનિયાના કોઈપણ ખૂણે ભલે જાય પરંતુ ક્યારેય પણ પોતાના મા બાપને ભૂલવા જોઈએ નહીં..

આ પ્રકારના બે કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા હતા, જેમાં કેનેડા ગયા બાદ એક દીકરી તેના મા બાપને ફોન કરવાનું બંધ કરી દીધું હતું અને માતા-પિતાને તરછોડી નાખ્યા હતા, જ્યારે બીજો એક દીકરો અમેરિકા ચાલ્યો ગયા બાદ ત્યાં તેણે નવું લગ્નજીવન વસાવી લીધું હતું અને અહીં ના મૂળભૂત લગ્ન જીવનને તેણે તરછોડી નાખ્યું હતું. આ પ્રકારના ઘણા બધા બનાવો દિન પ્રતિદિન સામે આવેલા છે, જે ખૂબ જ મુશ્કેલી ભર્યા સાબિત થતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *