Breaking News

વ્યાજે પૈસા આપીને ચિઠ્ઠી ફાડતા વેપારી સાથે થયું એવું પરિવાર રાતો-રાત રોડ ઉપર આવી ગયો, જો જો ક્યાંક તમારું કોકડું સલવાઈ ન જાય.. જાણો..!

દરેક લોકો જુદા-જુદા ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા છે. કોઈ વ્યક્તિ નોકરી કરે છે. તો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ ચલાવે છે. દરેક ધંધામાં જુદા-જુદા પ્રકારનું સાહસ રહેલુ હોય છે. એમાં પણ અત્યારના સમયની અંદર ધંધો કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કારણ કે અત્યારના સમયમાં ક્યારે કયો વ્યક્તિ આપણી સાથે છેતરપિંડી કરીને જતો રહે છે, તેની ખબર પણ રહેતી નથી..

હલકુસિંહ નામનો એક યુવક વ્યાજવટાના ધંધા સાથે જોડાયેલો હતો, તે પોતે હોલસેલનો ખૂબ મોટો વેપારી હતો. પરંતુ તેની પાસે રહેલા પૈસા અને તે વ્યાજે આપીને ચિઠ્ઠી ફાડતો હતો. આ વ્યાજના પૈસાથી તે પોતાની સંપત્તિને દિન પ્રતિદિન વિકસાવતો જતો હતો. પરંતુ એક વખત તેની સાથે એવી ઘટના બની છે કે તેનો પરિવાર રાતોરાત રોડ ઉપર આવી ગયો છે.

વ્યાજે આપેલા પૈસાને જો સમયસર ન મળે તો ઉઘરાણી કરવા માટે તે ન કરવાના કામ ધંધાઓ પણ કરવા લાગ્યો હતો. જેનાથી તેનો પરિવાર સખત વિરુદ્ધ હતો. છતાં પણ તે વધારે પૈસા કમાવાની લાલચમાં લોકોને પૈસા વ્યાજે આપતો હતો. અને જો સમયસર પૈસાની ઉઘરાણી ન થાય તો તે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ સાથે એવા કારનામાં કરી બેસતો કે સામેવાળા વ્યક્તિને કોઈ પણ કારણે પૈસા પરત આપી દેવા પડતા હતા..

પરંતુ આ વખતે હલકુંસિંહ નામના વેપારીને એવો માથાભારે યુવક ભટકાયો હતો કે તેના કારણે અત્યારે હલકુસીહનો પરિવાર રોડ ઉપર આવી ગયો છે. થોડા સમય પહેલા હલકુસિંહ પાસે ધનંજય નામનો એક યુવક પૈસા વ્યાજે લેવા માટે આવ્યો હતો. તેણે જણાવ્યું કે તેને કુલ 35 લાખ રૂપિયાની જરૂર છે. આ રૂપિયા તેને માત્ર બે કલાકની અંદર જ જોતા છે..

અને તેઓ જેટલું વ્યાજ ભરવા માટે કહે તે તમામ વ્યાજ ભરવા માટે ધનંજય તૈયાર છે તેવું જણાવ્યું હતું, આટલી મોટી રકમનું નામ પડતાની સાથે જ હલકુંસિંહ તેમની પાસે રહેલા તમામ રૂપિયા ધનંજયને આપી દીધા હતા. આ રૂપિયાને મેળવ્યા બાદ ધનંજય કામ ધંધે લાગી ગયો હતો. હલકું સિંહ વિચાર્યું કે આ યુવક મને મન ફાવે તેટલું વ્યાજ આપવા માટે તૈયાર છે..

તો આ યુવકને જો વધારે પૈસાની જરૂર હોય તો હું એ પૈસા પણ પુરા પાડી દઈશ, તેને ધનંજયને ફોન કરીને જણાવ્યું હતું કે જો તમારે વધારે પૈસાની જરૂર હોય તો હું સેટિંગ કરાવી આપીશ. ત્યારે ધનંજય જણાવ્યું કે, મારે માત્ર એક અઠવાડિયાની અંદર હજુ પણ 50 લાખ રૂપિયાની જરૂર છે..

ત્યારે હલકુસિંહ અન્ય વ્યક્તિઓને આપેલા પૈસાની ઉઘરાણી કરી લીધી હતી અને વધારે વ્યાજ કમાવાની લાલચમાં જઈને 50 લાખ રૂપિયાનું સેટિંગ કરાવી આપ્યું હતું. આટલી મોટી રકમ તેને આપતા પહેલા હલકું સિંહ એક પણ વિચાર કર્યો નહીં અને તમામ રકમ ધનંજયને આપી દીધી હતી..

આટલી મોટી રકમ લઈને ધનંજય એવી જગ્યાએ રફુ ચક્કર થઈ ગયો છે કે, અત્યારે આસમાન ચીરવામાં આવે કે ધરતી ફાડવામાં આવે છતાં પણ તેનો ક્યાંથી હતો મળ્યો નથી અને હલકું સિંહની તમામ મૂડી ધનંજય લૂંટીને ચાલ્યો ગયો છે. પૈસા વ્યાજે લેતી વખતે તેણે જે મોબાઈલ નંબર આપ્યો હતો.

એ મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવવા લાગ્યો છે તેમજ તેનું એડ્રેસ સહિતની અન્ય માહિતીઓ પણ ખોટી નીકળી છે. અત્યારની સમયની અંદર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો કમાયેલા પૈસા ને સાચવવાની આવડત ન હોય તો એ કમાયેલો પૈસો ત્યારે હાથમાંથી છટકીને જતો રહે તેની ખબર પણ રહેતી નથી. ડગલેને પગલે પૈસાની સાચવણી તાજા જન્મેલા બાળકની જેમ કરવી પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *