Breaking News

વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ: આગામી દિવસોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી..!

આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ એકદમ સમયસર પધરામણી કર્યા બાદ જે રીતે ઉનાળામાં ધમધોકાર તડકા બાદ એટલી જ તીવ્રતા સાથે વરસાદે પણ સમગ્ર રાજ્યમાં માજા મૂકી હોય એવું પહેલા જ રાઉન્ડમાં દેખાયું હતું સમગ્ર રાજ્યમાં પડેલ વરસાદની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ 59 ટકા જેટલો વરસાદ થઈ જવા પામ્યો છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વધુથી ઓછા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે કોઈ જગ્યાએ હળવો તો કોઈ જગ્યાએ અત્યંત કડાકા ભડાકા સાથે મેઘધાંડવ થતું પણ જોવા મળ્યું છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબોકિયો જ છે આવા સમયે ફરીવાર ચોમાસામાં બીજા રાઉન્ડમાં જ વરસાદ ધમાકેદાર બેટિંગ કરી શકે છે એવા પ્રકારના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આટલું જ નહીં આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ બાકી રહેલા વિસ્તારો સાથે અન્ય તમામ સ્થાનો પર ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પ્રથમ રાઉન્ડમાં થયેલા કેટલી જગ્યા પર જળબંબાકાર પછી રાજ્યની વ્યવસ્થાઓમાં પણ અનેક રીતની ખામીઓ દેખાય હતી,

તે ખામીઓમાંથી બોધપાઠ મેળવી તેને સુધારવા માટે તંત્ર સતત કાર્ય કરી રહ્યું છે આ ઉપરાંત સાવચેતીના પગલાં રૂપે સમગ્ર રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ અને એસડીઆરએફની 21 પ્લાન્ટોન દેનાત કરી દેવામાં આવી છે જેવો ખડે પગે તમામ વિસ્તારો પર મદદની વર્ષા વહીવટ માર્ગદર્શન મુજબ વહેલાવી રહ્યા છે, કયા કયા વિસ્તારોમાં આગામી સમયમાં બીજા રાઉન્ડમાં વરસાદ પડી શકે છે.

વાત કરવામાં આવે તો હાલમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી મુજબ શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ત્યાર પછીના દિવસોમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત બાકી રહેલા વિસ્તારો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર રાજકોટમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી શકે છે.

રાત્રિના સમયે કેટલાક વિસ્તારોમાં ભારે થઈ ભારે વરસાદ વરસી શકે છે પંચમહાલ ખેડા મહીસાગર આણંદ વડોદરા દમણ દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોમાં ભારતીય અધિકારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા આવીરત વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓ પર મેઘમહેર થઈ ચૂકી છે.

છેલ્લા 24 કલાકમાં આશરે 183 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં આશરે 25 જણાશયોમાં સો ટકાથી વધુ જળસંગ્રહ થઈ જવા પામ્યો છે 42 જળાશયોમાં 70% થી સો ટકા ની વચ્ચે 25 જેટલા જોડાશેઓમાં 50% થી 60% ની વચ્ચે આ ઉપરાંત ૫૫ જેટલા જોડાશયમાં 25% જેટલો જળ સંગ્રહ હાલ થઇ જ થવા પામ્યો છે આ ઉપરાંત 11 સભ્યો તો ૮૦ ટકાથી 90 ટકા ભરાઈ જતા તેને તો એલર્ટ પર,

તથા બહાર જળાશયો 70 થી 80% ભરાતા સામાન્ય ચેતાવણીઓ પણ આપવામાં આવી છે કુલ સરેરાશ થયેલા વરસાદની વાત કરીએ તો હાલ 59% જેટલો વરસાદ રાજ્યમાં નોંધાયો છે આ ઉપરાંત વરસાદને કારણે જે સ્થળે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે તેવા 60000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત નાગરિકોને એનડીઆરએફ અને એસ બી આર એફ ની ટીમો સાથે રહીને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *