Breaking News

શાહીન વાવાઝોડાને લીધે આ વિસ્તારો હાઈ એલર્ટ પર, ગુજરાતમાં આ જગ્યા પર ત્રાટકશે વાવાઝોડું..!

હવામાન વિભાગે નવા વાવાઝોડા શાહીન વિષે જણાવ્યું છે કે, ઓડીશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી ગુલાબ વાવાઝોડાએ પ્રવેશ લીધો હતો તેની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન જન્મ લઈ રહ્યું છે. અરબ સાગરમાં ઊંડું ડીપ્રેશન ઉદ્ભવશે જેના કારણે તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાં ટકરાશે.

હવામાન વિભાગના મુખ્ય સચીવ મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાત પર વધુ એક આફત આવી પડી છે જેનો સામનો આપડે સૌએ હિમ્મતથી કરવાનો છે. ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અત્યારે તો ઊંડું પ્રેશર છે પરતું તે 5 થી 6 કલાકની અંદર અંદર લો પ્રેશર બની જશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે.

“શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા ભાગોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલમાં 15 ટીમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત NDRF ની 5 વધુ ટીમ પંજાબથી મંગાવવામાં આવી છે. જેના પગલે હાલ 20 ટીમ ગુજરાતમાં હાજર છે. 6 ટીમ રિઝર્વ અને ગાંધીનગરમાં 3 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત 3 ટીમ બરોડામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. નવસારી, સુરત અને વલસાડમાં એક-એક ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે રાજકોટ, મોરબી, ભાવનગર, અમરેલી, જુનગાઢ, દ્વારકા,જામનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણમાં એક ટીમ તૈનાત કરાઈ છે.

ક્યારે ટકરાશે આ વાવાઝોડું : વાવાઝોડું શાહીન 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં આટલો બધો વરસાદ શા માટે? : લો પ્રેશરની પેટર્નમાં સતત ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાતમાં ક્યારેય સપ્ટેમ્બર મહિનામાં આટલો બધો વરસાદ વરસતો નથી. પરંતુ આ વર્ષે મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નીતિ નિયામકે જણાવ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી છે તેથી ગુજરાતમાં વરસાદ ખેચીને આવ્યો છે.

માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપી : ગુલાબ અને શાહીન વાવાઝોડાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપી છે. કારણ કે વાવાઝોડાના તુફાન ચક્રવાતને કારણે દરિયામાં ભમરીઓ ઘૂમરી મારતી હોઈ છે. જો માછીમારોની બોટ તે ભમરીમાં ફસાઈ જાય તો સત્યાનાશ થઈ જાય તેમજ બોટ લાપતા પણ થઈ જાય તેથી સુરક્ષાના ભાગ રૂપે દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *