Breaking News

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધડબડાટી, 1 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ગામો ફેરવાયા બેટમાં, વિસાવદરમાં આભ ફાટ્યું..! વાંચો..!

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. કોઈ તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો કોઈ તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબકયો છે. તો સૌરાષ્ટ્રના વિસાવદરમાં તો આભ ફાટવાની સ્થિતિ સર્જાઈ છે. એટલે કે માત્ર એક કલાકની અંદર અંદર પાંચ ઇંચ વરસાદ વરસી જતા સામાન્ય રસ્તો નદીમાં ફેરવાઈ છે.

તેમજ આખા ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. હવામાન વિભાગ સોમવારે કુલ ૧૪ જિલ્લાઓમાં વરસાદની ખૂબ મોટી આગાહી કરી હતી. એ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ વરસાદી ધબડાટી બોલાવી દીધી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પણ મેઘરાજાએ તાબડતોબ વરસાદ વરસાવી દેતા કેટલાય લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે..

તેમજ ખેતરના ધોવાણ થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, સુરત અને નર્મદામાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર, સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. એવી આગાહી મુજબ હાલ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

તેમજ આગામી ત્રણ દિવસ સુધી સતત વરસાદ વરસે તેવી આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ છેલ્લા બે દિવસથી સતત વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યો છે. સવારના સમયથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગે છે. અને અચાનક જ મેઘરાજાની મહેર વરસવા લાગે છે. આ વરસાદી માહોલ વચ્ચે મહુવાના મોટીજાગધાર ગામમાં વિજળી પડવાની સાથે જ બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે..

આ બંને મૃત્યુની સાથે સાથે હવે રાજ્યમાં વીજળી પડવાથી મૃત્યુ પામનાર લોકોનો કુલ આંકડો 15 કરતાં પણ વધી ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે એટલે કે ઉના અને જાફરાબાદ, શિયાળબેટ વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના સ્થળ ડુમસ, સુવાળી અને તીથલ તેમજ વલસાડના દરિયાકિનારે અતિશય ભારે પવન ફૂંકાઇ રહ્યો છે..

જેના પગલે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. હજુ સુધી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સારી એન્ટ્રી થઈ નથી. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, નડિયાદ અને વડોદરામાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઇ રહી છે. જૂનાગઢના વિસાવદરમાં એક કલાકની અંદર આજે વરસાદ ખાબકી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. જ્યારે અમુક તાલુકાઓમાં ખેડૂતોએ ખેતરમાં કરેલી વાવણી નિષ્ફળ ગઈ છે. કારણ કે એક સામટો સતત ચાર દિવસથી વરસાદ વરસવાને લીધે પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *