Breaking News

શા માટે વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી એક પણ સદી મારી શક્યો નથી, જાહેર થયું કારણ , જાણી લો!

ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી હવે સદી કરવા માટે વલખાં મારી રહ્યો છે, પરંતુ છેલ્લી 53 ઈનિંગથી તે સેટ થયા પછી પેવેલિયન ભેગો થઈ જાય છે. તેવામાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન પણ કોહલી બીજી ઈનિંગમાં સેટ થયા પછી આઉટ થઈ જતા ગુસ્સે થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે બીજી ઈનિંગમાં કોહલીને 44 રનમાં મોઇન અલીએ પેવેલિયન ભેગો કર્યો હતો. જેથી પોતાના પ્રદર્શનથી નારાજ થઈને કોહલીએ ડ્રેસિંગ રૂમ ગયા પછી ગુસ્સામાં દરવાજાને પંચ માર્યો હતો. હવે કોહલીની આવી ઉગ્ર પ્રતિક્રિયાના પગલે તેને ઈજા પણ પહોંચી શકે તેમ હતું.

મોઇન અલીએ ટેસ્ટમાં છઠ્ઠીવાર કોહલીને આઉટ કર્યો : ઈનિંગની 111મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી 44 રન કરી આઉટ થયો હતો. મોઇન અલીએ તેની ઓવરનો છેલ્લો બોલ ગુડ લેન્થ પર આઉટ સાઇડ ઓફ સ્ટમ્પની લાઇન પર નાખ્યો હતો. જેને ડિફેન્ડ કરવા જતા સ્લિપમાં ઓવર્ટનના હાથે કેચ આઉટ થયો હતો.

તેવામાં ડ્રેસિંગ રૂમ તરફ જતા સમયે વિરાટ કોહલીએ ગુસ્સામાં પોતાનો હાથ દરવાજા પર પછાડ્યો હતો. જેનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે તેની આવી ઉગ્ર પ્રતિક્રિયાથી વિરાટ કોહલી ઈજાગ્રસ્ત પણ થઈ શક્યો હોત.

વિરાટ કોહલી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. એવું નથી કે વિરાટ કોહલી ફોર્મ બહાર ચાલી રહ્યો છે. વિરાટ કોહલી ટેસ્ટ, વનડે અને ટી 20 એમ ત્રણેય ફોર્મમાં સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ છેલ્લા દાયકામાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી નવેમ્બર 2019 થી સદી ફટકારી શક્યો નથી.

જે સમયે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છેલ્લી સદી ફટકારી ત્યારે દેશમાં પેટ્રોલની કિંમત 77 રૂપિયાની નજીક હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા 20 મહિનામાં, જ્યાં વિરાટ કોહલી સદી ફટકારી શક્યો ન હતો, ત્યાં પેટ્રોલની કિંમતમાં 22 રૂપિયાથી વધુનો વધારો થયો અને દેશમાં પહેલી વખત પેટ્રોલની કિંમત 100 ને પાર કરી.

વિરાટ કોહલીની સદીઓનું રહસ્ય : કોહલીએ 2008 માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી 2021 સુધી એટલે કે 13 વર્ષમાં તેણે 70 સદી ફટકારી છે. જો આપણે ગણિતની સીધી ગણતરી કરીએ તો તેણે દર વર્ષે પાંચથી વધુ સદી ફટકારી છે. સદીની સંખ્યા 70 થી સો સદી સુધી પહોંચવા માટે, તેને હવે વધુ 30 સદીઓની જરૂર છે. હવે જો તે દર વર્ષે પાંચ સદી ફટકારશે તો તેને 30 સદી ફટકારવામાં વધુ 6 વર્ષ લાગશે. કોહલીએ 32 વર્ષની ઉંમર પાર કરી છે. આ અર્થમાં, જ્યારે તે 100 સદીઓ સુધી પહોંચશે ત્યારે તે 38-39 વર્ષનો હશે.

વિરાટના ચાહકો માટે ખુશીની વાત છે કે સચિન તેંડુલકર 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમતા હતા. એટલે કે ઉંમરની દ્રષ્ટિએ વિરાટ કોહલી પાસે સમય છે. પરંતુ મુશ્કેલી એ છે કે વિરાટ કોહલીએ વિશ્વ ક્રિકેટમાં આ સૌથી મોટો રેકોર્ડ તોડવા માટે સૌથી પહેલા જે કરવાનું છે તે છે સદી નંબર 71. હાલમાં, વિરાટ આ મુકામ સુધી પહોંચી શકતો નથી.

વિરાટ કોહલી કયા કારણોસર સદી મારી શકતો નથી : ક્રિકેટ એક એવી રમત છે જ્યાં છેલ્લા બોલ સુધી સસ્પેન્સ જળવાયેલું રહે છે. તેમજ ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી કોઇપણ ખેલાડીની ક્ષમતાને આંકી શકાય નહી. છેલ્લા સમય પર પણ મેચ પલટી મારતા આપ સૌએ જોઈ હશે. કોહલીનું પર્ફોમન્સ લોકડાઉન પેહલા ક્લાસ હતું.

લોકડાઉન બાદ તેનું ફોમ થોડું ગુચ્વાયેલું રહે છે. તે હર વખતે ખરાબ શોર્ટ રમીને વિરોધી ટીમને કેચ આપી દે છે. કોઈપણ ખેલાડી જયારે ફોમ માં હોઈ છે અને દેશ માટે સદી ફટકારીને જીતમાં યોગદાન આપે છે તો સૌ કોઈને સારું લાગે છે. હર કોઈ વાહ વાહ કરવા લાગી જાય છે. પરતું જયારે ખરાબ સમય આવે ત્યારે પીઠ પાછળ વાતો કરે છે તેમજ તેની પ્રતિષ્ઠાને હલકી રીતે આંકી નાખે છે.

ક્રિકેટના અસલી ચાહકો આવું કરતા નથી. ક્રિકેટ એક રમત છે જેમાં ક્યારેક ખેલાડી ફોમ માં રમી શકે છે તો ક્યારેક ખેલાડી સસ્તામાં આઉટ પણ થઈ જાય છે. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી સદી નોંધાવી નથી રહ્યો તેથી સૌ કોઈ તેના પર સવાલ કરવા માંડ્યા છે. તે વર્લ્ડનો ક્લાસ બેટ્સમેન છે તેના વિષે આવી બધી વાતો કરવી તે કેટલી હદે યોગ્ય ગણાઇ ?

હાલ તે પોતાની રમત સાથે જુજી રહ્યો છે. યોગ્ય સમય આવતા જ તે પોતાની ક્લાસ ઇનીગ રમીને સૌ કોઈને તેના દીવાના બનાવી દેશે. કોહલીની સદીની સાથે સાથે લોકો તેની કેપ્ટનશીપ પર પણ સવાલ ઉહાવી રહ્યા છે. કોહલી આજ સુધી એકપણ ipl ટ્રોફી જીતાડી શક્યો નથી. તેમજ છેલ્લા 4 વર્ષથી એકપણ icc ટુરનામેન્ટ જીતાડી શક્યો નથી. આ બાબતે BCCI જરૂર વિચાર કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *