ગુજરાતમાં ચોમાસાનો વરસાદની ખુશી કેટલાક ઘરોમાં માતમમાં છવાઈ ગઈ છે. કારણ કે તોફાની વરસાદની સાથે સાથે કેટલાય લોકોના ઘર પડી ગયા છે. તો જુદી જુદી જગ્યાએ વીજળી પડવાના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં વીજળી પડવાને કારણે કુલ ૧૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે..
ગઈકાલે ગુજરાતના કચ્છમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. તેવામાં વીજળી પડવાને કારણે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં બે ભાઈઓના મોત નિપજ્યા છે. આ કિસ્સો ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં બન્યો છે.
ચોબારી ગામમાં વાડી વિસ્તારમાં બે ભાઈઓ રહેતા હતા. આ બન્ને ભાઈઓના ખેતરમાં કામ કરતી વેળાએ વીજળી પડવાને કારણે મૃત્યુ પામ્યા છે. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તેમના પરિવારના બંને સભ્ય મૃત્યુ પામ્યા છે. ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. બંને ભાઈઓના મૃતદેહને તેઓ સરકારી હોસ્પિટલમાં ખસેડી દીધા છે.
એક જ પરિવારના બે ભાઇઓની થતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ વીજળી પડવાને કારણે હાંસાપોર ગામના ખેતરમાં પિતા અને પુત્ર બંને કામ કરી રહ્યા હતા. એવામાં 17 વર્ષના દીકરા અમરસંગ ઠાકોરનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે.
સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના સુંદર ભવાની ગામમાં પણ ભારે વરસાદને પગલે દીવાલ ધરાશાયી થઇ છે. જેના લીધે એક જ પરિવારનાં બે સગા ભાઈઓની સાથે સાથે એક મહિલાનું પણ કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ખેડૂતોમાં વરસાદની ખૂબ જ ખુશી હતી. પરંતુ આ મૃત્યુના સમાચાર ની વચ્ચે ખુશી માતમ છવાઈ ગઈ છે.
આ સાથે સાથે સુરેન્દ્રનગરના લીંબડીમાં તેમજ ધાંગધ્રાના ભરાડા ગામમાં પણ વીજળી પડવાને કારણે એક વ્યક્તિઓના મૃત્યુ થયું છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વીજળી પડવાની ઘટના ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ જ વધી ગઈ છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં ૧૩ જેટલા વ્યક્તિઓ પર વીજળી પડતાં તેઓના મૃત્યુ થયા છે..
ધાંગધ્રા તાલુકાના ભલાડા ગામમાં ભીખાભાઈ લાલાભાઇ ભરવાડ પર વીજળી પડવાથી તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે રામાભાઇ વિહાભાઈ ભરવાડ તેમજ મેરાજ ભાઈ રેવાભાઈ ભરવાડ ખુબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બંને વ્યક્તિઓને તાત્કાલિક ધાંગધ્રા ની શ્રીજી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ પામનાર ભીખાભાઈ લાલાભાઇ ભરવાડ ની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]