Breaking News

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું… જાણો શું છે કારણ..!

ગુજરાતમાં 2022 ની ચુંટણી આવતા પેહલા જ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલો શરુ થઈ ગઈ છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી.

આજે સવારે જ વિજય રૂપાણી અમદાવાદ ખાતે સરદારધામ ખાતે ફેજ 2 ના ઉધઘાટનમાં ગયા હતા. ત્યાર બાદ તેઓ સિધા રાજ્યપાલ પાસે ગયા હતા. જે બાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોપી દીધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ ઉપસ્થિત છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

થોડીવારમાં CM રૂપાણી પત્રકાર પરિષદ સંબોધશે. તેમની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ તેમની સાથે છે. હકીકતમાં ભાજપનો ઈતિહાસ રહ્યો છે, છેલ્લી ઘડી સુધી કોઈને કંઈ ખબર નથી પડવા દેવામાં આવતી. પાર્ટી અચાનક મોટો નિર્ણય લઈને સૌ કોઈને ચોંકાવી દેતી હોય છે. ભૂતકાળમાં કર્ણાટકમાં પણ ભાજપ આવું કરી ચૂક્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *