Breaking News

વિધવા માતાએ તનતોડ મજુરી કરીને ભણાવેલો દીકરો IPS બની જતા માતાના આંસુ છલકાયા, IPS દીકરાએ કહ્યું એવું કે, જે સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

મધ્યમ વર્ગીય પરિવારની જિંદગી હંમેશા સંઘર્ષભરી હોય છે અને આ સંઘર્ષભરી જિંદગીની અંદર જિંદગી જીવીને દીકરાની દીકરીઓ સફળતા મેળવવા માટે તેઓ મહેનત કરે છે, અત્યારે અમે એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના વિશે સાંભળ્યા બાદ તમારી આંખમાંથી પણ ખુશીને આંસુ છલકાઈ જશે..

આ ઘટના મહેંદીપુર બાલાજીથી 15 કિલોમીટર દૂર આવેલા ખોખરા ગામની છે. આ ગામની અંદર અરવિંદ મીના નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે ખૂબ જ ગરીબીમાં જીવન વિતાવે છે. અરવિંદનું ઘર હજુ પણ ઝુપડીનું કાચું મકાન છે. તેના પિતાનું 2005માં એક માર્ગ અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું..

ત્યારબાદ તેની માતાએ અઢાર વર્ષ સુધી ખેતરમાં રાત દિવસ તનતોડ મહેનત કરીને તેના બંને દીકરાને ભણાવ્યા ગણાવ્યા હતા, અરવિંદની માતા સજના દેવી અભણ હતી પરતું તે ભણતરનું મહત્વ સમજતી હોવાથી આ બંને દીકરાને ખૂબ જ ભણાવ્યા હતા, સજના દેવીના પતિનું મૃત્યુ થયા બાદ અન્ય સગા સંબંધીઓએ પણ તેનો સહકાર છોડી દીધો હતો..

અને કોઈ વ્યક્તિની મદદ મળી નહીં એટલા માટે સજનો દેવી હોય તેના બંને બાળકોને ભણાવવા માટે પૈસા કમાવાની ફરજ આવી પડી અને ખેતરમાં દિવસ રાત મહેનત કરવા લાગી હતી, તેનો મોટો દીકરો તેમજ નાનો દીકરો અલ્પેશ બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. મોટા દીકરાએ તનતોડ મહેનત કરીને આઇપીએસની પરીક્ષા પાસ કરી લીધી..

અને હવે તે આઈપીએસ તરીકે ફરજ બજાવવા જઈ રહ્યો હતો, અરવિંદનું કહેવું છે કે તેનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવન જીવી રહ્યો છે. પરંતુ હવે ત્યાં આઈપીએસ બની ગયો છે. અને હવે ખૂબ જ જલ્દી તેનો પરિવાર આ ગરીબીમાંથી ઉપર આવી જશે અને સુખેથી જિંદગી જીવવા લાગશે..

મારા બંને બાળકો પિતા વગરના હતા અને એ વખતે તેની માતાએ દિવસ મહેનત કરીને તેને ભણાવ્યા હતા, જેના બળ ઉપર આજે મોટો દીકરો અરવિંદ આઇપીએસ બની ગયો છે. આઇપીએસની પરીક્ષામાં પાસ થતાની સાથે જ તેનું ઇન્ટરવ્યૂ આવ્યું હતું ત્યારે અરવિંદે જણાવ્યું કે આજે તે જે પણ જગ્યાએ છે તે તેની માતાને કારણે છે..

કડકડતી ઠંડી અને ધમધોકાર વરસાદની અંદર પણ તેમની માતા ખેતરોની અંદર કામ કર્યું છે, જેના કારણે આજે તે અહીં સુધી પહોંચી શક્યો છે. તેનું સપનું છે કે, તે વિમાનની અંદર બેસાડીને તેની માતાને તીર્થ યાત્રા કરાવવા માંગે છે. આવી સંઘર્ષની જિંદગીમાંથી સફળ થયાની વાત સાંભળીને સાંભળીને સૌ કોઈ લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા કે, આ માટે કેટલી બધી મહેનત કરી હશે કે..

ત્યારે જઈને તેના બંને દીકરા ખૂબ જ સફળ થયા છે. અરવિંદનું કહેવું છે કે હવે તે તેના નાના ભાઈ અલ્પેશને પણ સિવિલ સર્વિસ ની પરીક્ષા ની તૈયારી કરાવવા લાગવાનો છે. અને તેને પણ સરકારી નોકરી મળી જશે તેવી તેને આશા રહેલી છે. આજે એક વિધવા માતાની મહેનત 18 વર્ષે રંગ લાવી હતી અને તેના દીકરાને સરકારી નોકરી મળી ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *