રોજ ગુજરાતના જુદા-જુદા તાલુકાઓમાંથી મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચારના બનાવો પોલીસ સ્ટેશનમાં ખૂબ મોટી માત્રામાં નોંધાવા લાગ્યા છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આંકડાઓએ તમામ સમાજના અગ્રણીઓને તેમજ સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા છે. હકીકતમાં અ ગુનાખોરીઓ ક્યાં જઈને અટકશે અને ક્યારે આપણા રાજ્યમાં મહિલાઓ સમગ્ર રીતે સુરક્ષિત હરીફરી શકશે..
તે વિચારવા પર લોકો મજબૂર બન્યા છે. રોજ એવા ઘણા સમાચાર સામે આવે છે. જેના કારણે સૌ કોઈ લોકોના દિલ હલબલી જતા હોય છે. અને હવે તો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સમગ્ર હાઈકોર્ટ પણ હચમચી ગયું છે. આ કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. જ્યાં રાજસ્થાની એક મહિલા પોતાના પરિવાર સાથે બનાસકાંઠા જિલ્લામાં રહીને જુદી જુદી જગ્યાએ છૂટક મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા..
પરંતુ થોડા વર્ષો બાદ તેના પતિનું અવસાન થઈ જતાં તે નિરાધાર બની હતી. અને પોતે એકલી મજૂરી કામ કરીને પોતાના અસ્થિર મગજની તેમજ મૂંગી દીકરીને પાલન પોષણ કરીને મોટી કરી રહી હતી. આ મહિલાને સંતાનમાં માત્ર એક દીકરી હતી. પરંતુ આ દીકરી માનસિક રીતે અસ્થિર હતી અને તે મૂંગી પણ હતી..
તેથી રોજ બરોજ તેની દેખરેખ રાખવી અને તેની દરેક ચીજ-વસ્તુઓ અને તેની સાર સંભાળ રાખવી ખૂબ જ અઘરું હતું. છતાં પણ આ માતા દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાએ મજૂરી કામ માટે જતી હતી. અને જે પૈસા આવે તેનાથી પોતાના ઘરનું પાલન પોષણ કરતી હતી. તેની આ દીકરી બે વખત અચાનક ગુમ થઇ ગઇ હતી..
અને ઘણા દિવસ સુધી મળી ન આવતા તેણે પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસમાં તેની દીકરી ઘરે પરત આવી ગઈ હતી અને ત્યાર પછી ફરી એક વખત એની દીકરી ગુમ થઇ ગઇ હતી અને હવે તે મળી આવતાની સાથે જ તેની સાથે ખૂબ જ ખોટું કામ થયા હોવાની આશંકા સામે આવી છે.
આ મહિલાની વિકલાંગ અને માનસિક રીતે અસ્થિર તેમજ મૂંગી દીકરી સખી વન સ્ટોપ સેન્ટર માંથી મળી આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર માં આ દીકરીને રાખવામાં આવી હતી. કારણકે આ દીકરી અસ્થિર મગજની તેમજ બોલી શકતી ન હોવાથી તેના પરના નરાધમ લોકોએ વારંવાર જ .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. જેના કારણે તે ગર્ભવતી પણ બની ગઈ હતી..
જ્યારે આ મહિલાને જાણ થઈ કે તેની દીકરી સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. પરંતુ તેની પાસે કોઈ પણ લોકોનો સપોર્ટ ન હોવાને કારણે તેમજ પોતે વિધવા હતી અને ક્યાં જાય છે..? અને કોને કહે છે..? તેવું વિચારીને તે મોટી મુશ્કેલીમાં મૂકાઇ ગઇ હતી. અંતે તેણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અને તેમાં અરજી દાખલ કરી છે..
અને જણાવ્યું છે કે મારી દીકરી પોતાની સ્થિતિને પણ સંભાળી શકે નથી. તેને હાલના સાત મહિનાનો ગ.ર્ભ. છે. તો તે પોતાની કૂખે જન્મેલા બાળકને કેવી રીતે સંભાળી શકશે. આ ઉપરાંત તેની ઉંમર માત્ર પંદર વર્ષની છે. અને તેના પર અનેક વખત .દુ.ષ્ક.ર્મ. આચરવામાં આવ્યું છે. એટલા માટે આ બાળકીનો ગ.ર્ભ.પા.ત કરવામાં આવે એવી આ માતાએ અરજી દાખલ કરી છે.
હચમચાવી દેતો બનાવ સામે આવતાં જ સૌ કોઈ લોકોના મનમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અને આ દીકરી સાથે ગંદુ કામ કરનાર દરેક નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને તેઓને જાહેરમાં કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ હાઈકોર્ટમાં પણ ભારે ફફળાટ જોવા મળ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]