Breaking News

વિધવા મહિલાના ઘરેથી અડધી રાત્રે ચીખો સંભળાતા આખી શેરી ભેગી થઈ, દરવાજો ખોલીને જોતા જ અડધી રાત્રે ભાગતું થવું પડ્યું..!

ડગલે ને પગલે હવે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હોય તેવું લાગે છે, ક્યારે આપણી સાથે માઠી ઘટના બની જાય અને આપણે ડોળા ફાડીને જોતા જ રહી જઈએ તેઓ વારો આવી જાય તેનું નક્કી રહેતું નથી. અત્યારે એક વિધવા મહિલાની માથે ખૂબ જ મોટી આફત રાખવી પડી હતી..

ગુરુકૃપા વિભાગ-2ની અંદર દર્શનાબેન નામની મહિલા એકલવાયું જીવન જીવે છે, 27 વર્ષની દર્શનાબેનના પતિ જતીનભાઈનું આજથી ત્રણ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદથી દર્શનાબેન આ સોસાયટી ની અંદર એકલવાયું જીવન જીવે છે. તેઓ આસપાસના પડોશીઓની સાથે ખૂબ જ હળી મળીને રહે છે..

અને પડોશીઓને જ તેમનો પરિવાર સમજે છે, એટલા માટે તેમને કોઈ મુશ્કેલી આવી પડીએ તો સૌ પ્રથમ પડોશી પણ તેમની વારે આવીને ઊભા રહે છે. એક દિવસ અચાનક જ અડધી રાતના સમયે દર્શનાબેનના ઘરેથી જોરજોરથી ચીખો સંભળાવવા લાગી હતી, આ ચીખો સાંભળતાની સાથે તેમના જમણી બાજુના મકાનમાં રહેતા ધર્મજીવનભાઈ અને ડાબી બાજુના મકાનમાં રહેતા વિનોદભાઈ..

દોડી આવ્યા હતા, આ ઉપરાંત તેમની શેરીની અંદર રહેતા ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા અને આ ચીખો ક્યાંથી આવી રહી છે, અને શું થયું છે..? તે જાણવા લાગ્યા હતા. એ વખતે ખબર પડી કે, આ ચિખોનો અવાજ દર્શનાબેનના ઘરેથી આવ્યો છે અને દર્શનાબેન  એકલવાયું જીવન જીવે છે..

તો નક્કી તેવો કોઈ મુશ્કેલીની અંદર મુકાઈ ગયા હશે તેવું લાગી રહ્યું છે, તેઓએ દર્શનાબેનનો દરવાજો ખટખટાવાની કોશિશ કરી, પરંતુ દર્શનાબેન દરવાજો ખોલ્યો નહીં, અડોશ પડોશના લોકોને ખૂબ જ ચિંતા વધી ગઈ એટલા માટે તેઓએ દર્શનાબેનના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો..

આ દરવાજાને ખોલતાની સાથે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું કે, અડધી રાત્રે તેમને ભાગતું થવું પડ્યું હતું, તેઓએ જ્યારે દરવાજો તોડ્યો ત્યારે દર્શનાબેનના હોલની અંદર તમામ સામાન્ય વેર વિખેર દેખાઈ આવ્યો હતો. આ ઉપરાંત અંદરના બેડરૂમની અંદર દર્શનાબેન પણ નીચે ઢળી પડ્યા હતા અને તેમના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારવામાં આવ્યો હોય તેવું લાગતું હતું..

તેમનું ઘણું બધું લોહી પણ વહી ગયું હતું, તાબડતો તેમને હોસ્પિટલે સારવાર માટે લઈ જવા પડ્યા હતા. તેમના ઘરની અંદર કબાટના તાળા તૂટેલા હતા, તેમાં તિજોરીને પણ કાપીને અંદરથી રહેલી કિંમતી ઘરેણાંની ચીજ વસ્તુઓને ચોરી કરી લેવામાં આવી હોય તેવું લાગતું હતું. સારવાર દરમિયાન દર્શનાબેનને જણાવ્યું કે, તેમના ઘરે ચોરી થઈ ગઈ છે..

અને આ ઘટનાની તેઓ પોલીસ ફરિયાદ કરવા માંગે છે, તેઓ એક બાજુ સારવાર લઈ રહ્યા હતા. ત્યારે અડધી રાત્રે જ આસપાસના પડોશીઓ પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી દીધી હતી કે, દર્શનાબેન નામની વિધવા મહિલાના ઘરેથી અડધી રાત્રે ચોરી થઈ ગઈ છે..

અને તેમને માથાના ભાગે ઘા મારીને ચોર લુંટારા જતા રહ્યા છે, આ ઉપરાંત તેઓએ અંદરનો દરવાજો બંધ કરી દીધો અને પાછળની બાલ્કની માંથી કૂદીને ભાગી ગયા હોય તેવું લાગ્યું છે. પડોશીઓએ ઘરનો દરવાજો તોડીને ઘરની અંદર પ્રવેશ કરી લીધો હતો. તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ ઘરના સ્થળે પહોંચી આવી હતી..

સવારના સમય સુધી દર્શનાબેનની હોસ્પિટલમાં સારવાર ચાલી અને ત્યારબાદ તેઓએ પણ ફરિયાદના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ જ્યારે રાત્રીના સમયે સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમના ઘરે ખૂબ જ જોરદાર અવાજ આવવા લાગ્યો તેવોએ જોવાની કોશિશ કરી કે, આ અવાજ ક્યાંથી આવે છે..

તો આ ઘરના બીજા બેડરૂમની અંદર રહેલા કબાટનું તાળું કોઈ અજાણ્યા યુવકો તોડી રહ્યા હોય તેવું લાગતું હતું, આ યુવકોને જોતાની સાથે તેઓ ચીસો નાખી બેઠા અને આ ચોરને ત્યાંથી ભગાવવાની કોશિશ કરતા હતા. પરંતુ આ ચીખોને સાંભળવાની સાથે જો લુટારાઓએ દર્શનાબેનના માથાના ઉપર ખૂબ જ કડક પદાર્થનો ઘા મારીને તેમને નીચે પાડી દીધા..

અને તેઓ ચોરી કરીને જતા રહ્યા હતા, તેમના ઘરેથી સ્કૂલ સાડા ચાર લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા ચોરી થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ પણ શરૂ કરી છે. આ ઘટનાને લઈને અડધી રાત્રે ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશમાં રેહતી રૂપાળી મહિલાના ઘરે રોજ રાત્રે ખળભળાટ સંભળાતો, શંકા જતા રહીશોએ ઘરની બારીમાં જોયું તો દેખાયું એવું કે ત્યાંથી ભાગવું પડ્યું..!

અત્યારે રોજબરોજ ઘણી બધી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે, અત્યારે વધુ ઘટના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *