Breaking News

વિદેશ ભણવા મોકલેલા દીકરાએ માં-બાપને ફોનમાં કહી દીધું એવું કે માં-બાપે જીવતા દીકરાના ફોટાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.. હોશ ઉડાવતી ઘટના..!

અત્યારે વિદેશમાં ભણવા જવાનું ચલણ ખૂબ જ વધવા લાગ્યું છે. જેને કેટલાક લોકો સારી રીતે વિચારીને માન સન્માન આપી રહ્યા છે. તો કેટલાક લોકો આ બાબતને વિરોધ કરી રહ્યા છે, દરેક વ્યક્તિની વિચારધારા આ બાબતને લઈને જુદી-જુદી છે. પરંતુ અત્યારે એક એવી ઘટના સામે આવી ગઈ છે કે, જે દરેક મા-બાપે જાણીને ચેતી જવું જોઈએ..

અત્યારે દીકરા કે દીકરી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરી લે ત્યાર બાદ તેમને આગળનો અભ્યાસ કરવા માટે વિદેશમાં મોકલવાના કાર્યક્રમો ચાલુ કરી દેવામાં આવતા હોય છે. જે વ્યક્તિઓને વિદેશ જઈને ભણવાની ઈચ્છા હોય તેઓ ધોરણ 12 પછી તરત જ આગામી કામગીરીઓ શરૂ કરી દેતા હોય છે..

એવી જ રીતે શશાંક નામનો 20 વર્ષનું એક દીકરો વિદેશમાં ભણવા માટે ગયો હતો. તેના માતા પિતાને તેના દીકરા પાસેથી ઘણી બધી આશા હતી કે, તેનો દીકરો વિદેશમાં કમાઈને અહીં પૈસા મોકલાવશે અને એ પૈસાથી તેમની ગરીબ જિંદગી ઉપર આવશે. તેમજ અન્ય લોકો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા પણ ચૂકવી આપશે..

પરંતુ શશાંક નામનો દીકરો વિદેશ ગયાના ત્રીજા વર્ષે એવી પલટી મારી ગયો કે, તેના માતા પિતાના હાથમાં પણ રહ્યો નથી અને અત્યારે તો તેના માતા પિતા એ પણ તેના દીકરાને મરી ગયેલો સમજીને તેના ફોટા અને અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. આ હોશ ઉડાવતી ઘટના જ્યારે સામે આવી ત્યારે ભલભલા લોકો પોતાના માથા પકડી ગયા છે..

શશાંકના પિતા ખેતી મજૂરી કામ કરે છે. જ્યારે તેની માતા સિલાઈ મશીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે. શશાંકના પિતા રમેશભાઈ અને તેની માતા કામિનીબેન બંને અવારનવાર શશાંકને ફોન કરીને વાતચીત કરતા હતા. શરૂઆતના થોડા વર્ષોમાં તો શશાંક તેના જીવનમાં થયેલી રોજિંદી બાબતોથી ના માતા પિતાને જણાવતો હતો..

પરંતુ તેમનો દીકરો ધીમે ધીમે તેમનાથી દૂર જવા લાગ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી તો ફોન કરવાનું પણ ટાળતો હતો અને જુઓ શશાંકના માતા પિતા તેને ફોન કરે તો શશાંક તેના એક પણ ફોન ઉંચકતો હતો નહીં, દીકરા સાથે વાતચીત ન થતા તેના માતા-પિતા ખૂબ જ ચિંતિત રહેતા હતા અને એક વખત જ્યારે તેની સાથે વાતચીત થઈ ત્યારે શાશાંકે જણાવી દીધું કે, તેણે વિદેશની જ યુવતી સાથે લગ્ન કરી લીધા છે..

અને હવે તે ક્યારેય પણ પોતાને વતન પરત આવવા માંગતો નથી. શશાંકનું કહેવું છે કે, તે પોતાને ખૂબ જ નીચો સમજી રહ્યો હતો કે જ્યારે તે અહીં વિદેશમાં ભણવા આવ્યો હતો. તેના માતા પિતા તેનું ઘડતર કરી શક્યા નથી. જેને લઇ આજે તે અન્ય લોકોની સરખામણીમાં પાછળ રહી ગયો છે. આ શબ્દો સાંભળતા જ શશાંકના મા-બાપે તેને જણાવી દીધું કે, દીકરા અમારી જેટલી કેપેસિટી છે..

એટલી કેપેસિટી મુજબ તને લાડ લડાવ્યા છે અને દરેક ચીજ વસ્તુઓ લઈ આપી છે. એક રોટલી અમે ઓછી ખાઈને તને બે રોટલી વધુ ખવડાવી છે. છતાં પણ આજે તું આ પ્રકારના શબ્દો બોલે છે, જે અમને ખૂબ જ દુઃખ પહોંચાડી રહ્યા છે. પરંતુ શાશાંકે જણાવી દીધું કે, હવે તે તેના માતા પિતા સાથે સંબંધ રાખવા માંગતો નથી.

તો બીજી બાજુ શશાંકના મા બાપ રમેશભાઈ અને કામિનીબેન આ બંને લોકોએ પણ તેમના દીકરાને કહી દીધું કે, તો થોડા જ સમયની અંદર અંદર તું પરત નહીં આવે તો હવે તું અમારો દીકરો નથી. તેમ સમજીને અમે તારા જીવતા જ અંતિમ સંસ્કાર કરી નાખીશું અને ત્યારબાદ તારે અહીં વતન એ આવવાની કોઈ જરૂરિયાત નથી..

તું તારી રીતે જિંદગી જીવી લેજે, આવો ચોકાવનારો બનાવ બની જતા આસપાસના પડોશીઓની સાથે અન્ય સ્નેહીજનો પણ ખૂબ જ ચોંકી ગયા છે. કેટલાક લોકો અણસમજણ વૃતી ધરાવતા શશાંકનો વાંક કાઢી રહ્યા છે. તો કેટલાક લોકો તેના મા બાપને સમજાવી રહ્યા છે. કે છોરું કછોરુ થાય પરંતુ માવતર કમાવતર થતા નથી.

મા બાપનું કહેવું છે કે, તેમનો દીકરો કોઈ ખરાબ સંગતમાં પડી ગયો હોય તેવું લાગે છે. અને તેના કારણે જ તે આવી બધી વાતો કરી રહ્યો છે. કદાચ તેના માતા પિતાને એટલા બધા દુઃખી જોઈને તેની અકલ ઠેકાણે આવી જાય અને તે એક વખત તેમને મળવા માટે વતન પરત આવે તેવી ઈચ્છા છે. જો તે અહીં નહીં આવે તો તેના માતા પિતા તેને હંમેશા માટે ભૂલી જશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *