વિદાય વખતે દુલ્હનનો હોબાળો, છત ઓર ચડીને બેસી ગઈ.. વરરાજો હાથ જોડતો રહ્યો અને.. જુવો વિડીયો..!

આજકાલ લગ્નમાં દુલ્હા-દુલ્હન કંઈક અલગ જ મૂડમાં જોવા મળે છે. દુલ્હાની સાળીઓ પણ નવીન પ્રકારના હસી મજાક કરતી હોય છે. લગ્નના મંડપમાં હસી-ખુશીના માહોલ વચ્ચે આનંદનો શોર મચતો હોય છે પરંતુ ત્યારબાદ વિદાય વેળા આવતા સૌ કોઈ લાગણીશીલ બની જાય છે.

લગ્ન મંડપમાં જાત જાતના મજાકની વચ્ચે એક વાયરલ વિડીયો આપડી સામે આવી રહ્યો છે જેમાં એક દુલાહન એવી હરકતો કરે છે કે જે જોઈને તમારી હસી નહી રુકે.. પેટ પકડીને હસવા લાગશો તમે.. સોસીયલ મીડિયામાં અવાર નવાર જુદા જુદા રમુજી વિડીયો વાયરલ થતા હોઈ છે તેમાં આજે એક વિડીયો વધારે ચર્ચા માં આવ્યો છે.

વિડીયોમાં લગ્નના ફેરા પુરા થયા બાદ માતા-પિતાના આશીર્વાદ લીધા અને ત્યાર બાદ દુલહન તેના મૂળ રૂપમાં આવી ગઈ. જેવો વિદાયનો સમય આવ્યો તો દુલ્હન સીડી લઈ આવી અને તેના પર ચડીને ઘરની છત પર ચડીગઈ અને ત્યાં શાંતિ થી બેસી ગઈ.

આ હરકત જોઈને સૌ સગા સબંધીઓની પણ હસી છૂટી ગઈ હતી. પરતું એઓ કરે તો કરે શું.. કેમ કે દુલ્હન છત પરથી નીચે ઉતારવાનું આમ જ નોહતી લેતી.

વિદાય માટે રડતા રડતા તે અચાનક રૂમમાંથી બહાર નિકળી જાય છે અને લાકડાની એક સીડી લઈને ઘરની છત પર જઈને બેસી જાય છે. એટલુ જ નહીં છત પર બીજૂ કોઈ ન આવે એટલા માટે સીડીને પગથી દૂર હડસેલી નાખી હતી. આ બાજૂ આખો પરિવાર તેને નીચે લાવવા માટે હાથ જોડી રહ્યો હતો. પરિવાર તેને નીચે આવવા માટે કહી રહ્યો હતો.

લોકોના લાખ સમજાવવા પર પણ દુલ્હન એક ની બે નો થઈ અને ત્યાં છત પર જ બેસી રાઈ. દુલ્હનના માતા પિતાએ પોતાની દીકરીની આ હરકતોના લીધે છોકરા પક્ષ તેમજ સગા સબંધીઓ સામે નીચે જોવાનો વારો આવ્યો હતો. કેમ કે લગ્ન કરવાની ઉમરમાં પુરતી સમજણ હોવી જરૂરી છે જેથી કરીને સાસરે જઈને સૌ કોઈ કામ સારી રીતે પાર પાડી શકાય..

પરતું આ દુલ્હનમાં આ પ્રકારની સમજણ નથી એવું દેખાઈ રહ્યું છે. આ બધા મામલાને થાળે પાડવા માટે ખુદ વર પણ લગ્ન મંડપમાંથી ઉભો થઈ ને વહુને મનાવવા માટે આવ્યો. વર વધુને મનાવવા આવ્યો તો લોકોને થયું કે હવે તો દુલ્હન માની જ જશે તો પણ દુલ્હન માનવાનું નામ નોહતી લેતી.

આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની ટીપ્પણીઓ કરવા લાગ્યા છે કે શું આ હજુ બાળક છે? શું આ દુલ્હન છે કે ઢીંગલી? આ વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે જેની જ પૂછો વાત.. આ વિડીયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વધારે વ્યુ મળ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment