Breaking News

વેવિશાળ જોવા છોકરીના ઘરે ગયેલા છોકરા સાથે બન્યું એવું કે, છોકરીના માં-બાપને મોઢે જ નાં પાડીને ઘરે આવી જવું પડ્યું, સમાજ માટે આંખો ઉઘાડતો કિસ્સો..!

દીકરા કે દીકરીના લગ્નની ઉંમર થતાની સાથે જ પરિવારમાંથી કે અન્ય કોઈ સગા સંબંધીઓ દીકરા કે દીકરી માટે કોઈ સારા મુરતિયા ચિંધતા હોઈ છે અને જોડું સારું લાગે તો તેમને પરણાવી પણ દેવામાં આવતા હોય છે. પહેલાના સમયમાં તો માત્ર માતા પિતાનું નામ અને ગામની અંદર ઈજ્જત જોઈને ગમે ત્યાં દીકરી આપી દેવામાં આવતી હતી..

પરંતુ અત્યારના સમયમાં આટલા બધા ફંદાઓ વધી ગયા છે કે, જેના કારણે અમુક સામાન્ય વર્ગના લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીઓ થઈ રહી છે. આ કિસ્સો સમાજના દરેક લોકોની આંખ ઉઘાડી નાખે તેવો સાબિત થઈ ગયો છે. આ બનાવો બગાહા ગામનો છે, મૂળ બગાહા ગામના નિવાસી કરસનદાસ નામના વ્યક્તિ શહેરમાં તેમના એકના એક દીકરા અને પરિવારજનોની સાથે રહે છે..

તેમનો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો હતો, અને હવે તેના માટે સારી કન્યા શોધીને તેને પરણાવવાની કામગીરી પરિવારજનોએ હાથ ધરી લીધી હતી. તેમના અન્ય સગા સંબંધી હોય એક સુકન્યા દેખાડવા માટે તેના ઘરે જવાનું જણાવ્યું હતું. કરસનદાસ ભાઈ તેમના એકના એક દીકરા ગૌતમને સાથે લઈને વેવિશાળ જોવા માટે છોકરીના ઘરે ગયા હતા..

પરંતુ ત્યાં ગૌતમ સાથે એવી ઘટના બની કે, ગૌતમએ છોકરીના માતા-પિતાને મોઢે જ ના પાડી ને ઘરે પરત આવી ગયો હતો. ગૌતમ એ છોકરીના માતા-પિતાને જણાવી દીધું હતું કે, તમે તમારી છોકરીને તમારી પાસે જ રાખજો કેમ કે, તમારી છોકરી અન્ય કોઈ વ્યક્તિના ઘરની અંદર પોસાય તેમ નથી..

બસ એટલું કહીને તે પોતાને ઘરે પરત આવી ગયો હતો અને આ બનાવો સમાજના દરેક લોકો માટે આંખો ઉઘાડતો કિસ્સો સાબિત થઈ ગયો છે. જ્યારે ગૌતમ વેવિશાળ જોવા માટે છોકરીના ઘરે ગયો ત્યારે તેને એકાંતમાં વાતચીત કરવા માટે બોલાવ્યો હતો અને ત્યાં છોકરીએ તેની સામે જુદી-જુદી શરતો મૂકવાનું શરૂ કરી દીધું હતું..

મોટાભાગે સૌપ્રથમવાર મુલાકાતની અંદર નામ, અભ્યાસ અને જીવનમાં આગળ જઈને શું કરવાની ઈચ્છા છે વગેરે જેવી બાબતો ઉપર વાતચીત થતી હોય છે. પરંતુ છોકરીએ ગૌતમની સામે એક પછી એક ઘણી બધી શરતો મૂકી દીધી હતી. જેમાં તેને જણાવ્યું કે, તે સવારમાં દરરોજ નવ વાગે ઉઠશે, તેમજ ઘરનું કોઈ પણ પ્રકારનું કામકાજ કરશે નહીં..

જો તેને કામગીરી સોંપવામાં આવશે તો તે ચોખ્ખી મનાઈ કરી દેશે અને આ વાતનો જવાબદાર ગૌતમ પોતે રહેશે. આ સાથે સાથે તેને જણાવ્યું કે, તેને શોપિંગ કરવા માટે દર અઠવાડિયે 50,000 રૂપિયા આપી દેવા પડશે. આ સાથે સાથે તે જ્યાં પણ કહે ત્યાં તેને ફરવા પણ લઈ જવાની અને ગૌતમને તેના નોકરી ધંધામાંથી સમય કાઢીને છોકરી માટે ગિફ્ટ પણ ખરીદીને લાવવું પડશે..

વગેરે જેવી ઘણી બધી શરતો મૂકી દીધી હતી, જ્યારે ગૌતમે કહ્યું કે મને તારી બધી જ શરતો મંજૂર થઈ જશે પરંતુ જો તું મારા માતા-પિતાને આવનારા સમયમાં રાજી ખુશીથી રાખીશ અને મારા માતા-પિતાને ક્યારે પણ દુઃખ નહીં પહોંચાડે તો મને તારી બધી જ શરત મંજૂર થઈ જશે. તારી શરતો કડવી ખૂબ જ છે, પરંતુ એને હું મીઠા ગોળની જેમ સ્વીકારી લઈશ..

મને તો મારા માતા-પિતાની ખુશી જોઈએ છે, અને એ પછી છોકરીએ અન્ય એક શરત મુકતા જણાવ્યું કે, લગ્ન થતાની સાથે જ તે તેના સાસુ સસરા સાથે રહેવા માંગતી નથી. લગ્ન પછી આ બંને પતિ પત્નીએ જુદુ મકાન લઈને રહેવા જવાનું રહેશે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ ગૌતમ ગુસ્સે ભરાયો અને તે વાતચીત કરવાની બંધ કરીને પરિવારજનોની સામે આવીને જણાવી દીધું કે..

મને આ છોકરી જોડે ફાવશે નહીં, કારણ કે અહીં હું તેની સાથે વાતચીત કરવા માટે આવ્યો હતો પરંતુ અહીં હું તેને ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોય તેવી રીતે તે શરત મૂકી રહી છે. આ ઉપરાંત તે મારા માતા-પિતાને આવનારા સમયની અંદર રાજી રાખી શકશે નહીં અને તેની અન્ય શરતો પણ ખૂબ જ ચોંકાવી દેતી છે..

આ સાથે સાથે ગૌતમે છોકરીના મા-બાપને પણ જણાવી દીધું કે, તમે તમારી છોકરીને તમારી જ પાસે રાખજો કારણ કે, તમારી છોકરી અન્ય કોઈ વ્યક્તિના ઘરની અંદર પોસાય તેમ નથી. વેવીશાળની અંદર આવા ખોટા ફંદાવો કરવાથી તમે અન્ય વ્યક્તિનો પણ સમય બરબાદ કરી રહ્યા છો. અને પોતાની પણ બરબાદી સર્જી રહ્યા છો, આ કિસ્સો એટલો બધો હચમચાવી દેતો હતો કે સૌ કોઈ લોકો આંખો ફાડીને જોતા રહી ગયા હતા..

હકીકતમાં સમાજમાં આવી ઘણી બધી બાબતો સામે આવતી હોય છે, જેને અંદરો અંદર જ દબાવી દેવામાં આવે છે. પરંતુ જો આવી બધી બાબતો અન્ય લોકો સુધી પણ પહોંચે તો લોકોને પણ હકીકત ખબર પડે છે અને ફરી ક્યારેય આવી ઘટનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે ન બને તેનું પણ લોકો ખૂબ જ ધ્યાન રાખે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *