Breaking News

વેવાઈ-વેવાણનું ચાલતું હતું ઈલુ-ઈલુ, પરિવારને અણસાર આવી જતા એક દિવસે ખેતરે લઈ જઈને કર્યું એવું કે જાણીને સૌ કોઈ સમસમી ગયા…!

અત્યારે વધુ એક શરમજનક કિસ્સો સામે આવી ગયો છે. આ બનાવ બિહારના મુજજફપૂરનો છે. અહીં બગહાના મલાહી ગામમાં એક એવી ઘટના બની છે કે, જેને જાણીને સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચે નમી ગયું છે. જ્યારે પણ દીકરાને દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. ત્યારે સંબંધોનો સરવાળો વધવા લાગે છે.

જેમાં વેવાઈ અને વેવાઈ સાથે પણ સારા સંબંધો રાખવા પડતા હોય છે. પરંતુ આ શરમજનક કિસ્સામાં એવો મામલો સામે આવ્યો છે કે, જેમાં પોતાના દીકરા કે દીકરીના લગ્ન જીવનને પડતા મૂકી વેવાઈ અને વેવાણ બંને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. અને આ ઘટનાની અંત ખૂબ જ ભયંકર સાબિત થયો છે.

ખેરવા ગામમાં રહેતા 55 વર્ષના હરિભાઈના એકના એક દીકરા સંતોષના લગ્ન દુબોલી ગામમાં રહેતા નાનકુભાઈની દીકરી મંજુ સાથે થયા હતા. લગ્નના પવિત્ર સંબંધથી હરિભાઈ અને નાનકુભાઈ બંને વેવાઈઓ ખૂબ જ સારા સંપર્કમાં આવ્યા હતા. અને તેઓ ખાસ મિત્રો પણ બની ગયા હતા..

બંનેમાં ખૂબ જ સારું તાળમેળ હોવાથી તેઓ વારંવાર પોતાના દીકરાને દીકરીના ઘરે રોકાવા માટે આવી જતા હતા. હરિભાઈ નાનકુભાઇના ઘરે રોકાવા આવતા. એ સમય દરમિયાન હરિભાઈને તેમની વેવાણ સાથે આંખો મળી ગઈ હતી. આ ઉપરાંત વેવાણ પણ આ વેવાઈને ખૂબ જ પ્રેમ કરી બેઠી હોય એ રીતે બંને એકબીજાની ખૂબ જ નજીક આવતા હતા..

55 વર્ષની ઉંમરે તેઓએ તેમના દીકરા કે દીકરીના લગ્ન જીવનના પવિત્ર સંબંધને મળતો મૂકીને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ ઉપરાંત બંને એકબીજાને મળવા માટે ઘરથી દૂર પણ જોતા હતા. જ્યારે પરિવારજનોને અણસાર આવવા લાગ્યો કે વેવાઈ અને વેવાણ બંને વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે..

ત્યારે શરૂઆતમાં તો કોઈને માનવામાં આવ્યું નહીં, પરંતુ જ્યારે તેમનો પીછો કરીને જાણકારી મેળવવામાં આવી તો હકીકતમાં આ વાત સાચી હતી કે, બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. આ સાંભળતાની સાથે જ નાનકુભાઈ ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેણે હરિભાઈ ને રસ્તા પરથી સાફ કરી દેવાનો મનમાં ઈરાદો બનાવી લીધો હતો..

પરંતુ આ તમામ બાબતો તેને મન મને મનમાં જ રાખી અને હરિભાઈ સાથે તે ખૂબ જ લાડ પ્રેમથી વર્તન ચલાવતા રહ્યા. એક વખત હરિભાઈના ઘરે કોઈ પ્રસંગ આવતા જ ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નાનકુભાઈ હાજરી આપવા માટે આવી પહોંચ્યા આ પ્રસંગ પૂર્ણ થયા બાદ નાનકુભાઈ અને હરિભાઈ બંને કંઈક બહાર ગયા હતા..

નાનકુભાઈ હરિભાઈને નજીકના ખેતરમાં લઈ ગયા અને ત્યાં તેને ધારદાર સાધન વડે મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને પરત આવીને જણાવ્યું કે, હરિભાઈને કોઈ અજાણ્યા વ્યક્તિઓ ઉપાડીને લઈ ગયા છે. આ ઉપરાંત બે દિવસ બાદ એક ખેતરમાંથી હરિભાઈની લાશ પણ મળી આવી હતી..

જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી. હરિભાઈના નાનાભાઈ કિશોરભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમને તેમના ભાઈ હરિભાઈના વેવાઈ નાનકુભાઈ ઉપર શંકા છે કે, તેઓએ તેમના મોટાભાઈ ને મોતને ઘાટ ઉતારી દીધા છે. કારણ કે નાનકુભાઈની પત્ની અને હરિભાઈ બંને એકબીજાના પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા..

અને તેઓ ઘણી બધી વખત અંગત પળો પણ વિતાવતા હતા. આ બાબતને લઈને પરિવારજનો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. અને હરિભાઈને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ ઘટના બની હતી ત્યારે સંતોષ અને તેની પત્ની તો ચીસા ચીસ કરી બેઠા હતા..

ત્યારે વિચારવામાં પણ ન આવે તેવી આ પ્રકારની ઘટના બની જતા હાલ ચારેકોર ચકચારનો માહોલ બની ગયો છે. તો પરિવારજનોને ગામના અન્ય લોકો સામે નીચું જોવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો આ ઘટનાને લઇ ખૂબ જ મજાક મશ્કરીઓ કરવા લાગ્યા છે. તો કેટલાક લોકો આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી પણ છે.

વેવાઈ અને વેવાણના દીકરા અને દીકરીઓ સંતોષ તેમજ મંજુ કહી રહ્યા છે કે તેમના માં-બાપે ન કરવાનું કામ અડધી ઉંમરે કરી નાખ્યું છે જેને લઈને હાલ ભારે દુખની ઘડી સહન કરવાનો વારો આવ્યો છે. સંતોષ અને મંજુ સુખી લગ્નજીવન ગાળતા હતા પરતું હવે કદાચ તેઓ પણ અલગ થવા જઈ રહ્યા છે. કારણ કે એક વ્યક્તિના પિતાનું મોત થયું છે તો તો એ વ્યક્તિના પિતા આરોપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ચેકડેમ પાસેથી પસાર થતી વખતે પાણીમાં ચુંદડી તરતી જોઈ મહિલાને અજુગતું લાગ્યું, નજીક જઈને જોતા જ દેખાયું એવું કે મોતિયા મરી ગયા..!

જ્યારે પણ આપણે આપણી નજરથી એવી કોઈ ચોકાવનારી ચીજ વસ્તુઓ જોતા હોઈએ છીએ ત્યારે બે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *