Breaking News

વેપારી ઘરને તાળું મારીને બહારગામ ગયા, પરત આવીને જોયું તો મચી ગયો ખળભળાટ, આવ્યો ચોંકાવનારો બનાવ સામે..!

દિન પ્રતિ દિન ચોર લૂંટારાઓના ત્રાસ વધી રહ્યા છે. ચોર લુંટારાઓ કેટલાક સમયથી કોઈ ચોક્કસ મકાન કે ઓફિસ કે કોઈ જગ્યા ઉપર રેકી કરે છે. મોકો મળતાની સાથે ત્યાં હાથ ફેરો કરીને તમામ ચીજ વસ્તુઓની ચોરી કરી લેતા હોય છે. રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી લૂંટફાટના બનાવો પણ સામે આવવા લાગ્યા છે..

જેમાં જામનગરના કાલાવાડ નાકાની બહાર ખંભોત્રી વિસ્તારમાંથી વધુ એક ચોરીનો બનાવ સામે આવી ગયો છે. જ્યાં એક વેપારીના મકાનને ચોર લૂંટારા હોય પોતાના નિશાને સાફ કરી નાખ્યું છે. ખંભોત્રી વિસ્તારમાં ઉમેશ બસીરભાઈ લુસવાળા નામના વેપારી રહે છે. તેઓ સાંજે 5:00 વાગ્યે પોતાના ઘરે તાળું મારીને બહારગામ ગયા હતા..

પરંતુ તેઓ રાત્રે 10:00 વાગ્યે જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા અને ઘરનો દરવાજાને જોરદારની સાથે તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે દરવાજાની ગ્રીલ વગેરેના નકુચા તોડી નાખેલા હતા અને કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરી લીધો હોય તેવું લાગી રહ્યું હતું. આ વેપારી પોતાના ઘરની અંદર પ્રવેશીને જોયું તો ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો..

તેમજ આ બંધ રહેણાંક મકાનમાંથી 75 હજાર રૂપિયા રોકડા 6,65,000 ના સોનાના દાગીના કે જેની અંદર મંગળસૂત્ર સોનાના પાટલા, બુટીયા, પેન્ડલ સેટ, સોનાનો સેટ, સોનાનો ચેન વગેરે જેવી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ ઘરેણાઓ અને રોકડ રૂપિયા ચોરી કરી લીધા છે. મકાન માલિકે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ તેમના ઘરે ચોરી થયાનો ગુનો નોંધાયો છે..

પોલીસે ગુનો નોંધીને ચોરને પકડી પાડવા જરૂરી ચીજ વસ્તુઓ પરત મેળવવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. પીએસઆઇએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરાઓની મદદથી સાચો લૂંટારાઓ ચોરી કર્યા બાદ કયા રસ્તે જઈ રહ્યા છે. તેમજ તેઓ કોઈ જૂના ખેલાડી છે કે, પછી રીઢા ચોર છે. તમામ બાબતોમાં તપાસ ચલાવી રહ્યા છે.

આ અગાઉ ગાંધીનગરના એક શિક્ષકના ઘરે ચોર ઘુસી આવ્યા હતા. માત્ર બે કલાકની અંદર જ તમામ ઘરને સાફ કરી નાખ્યું હતું. ઘરની અંદર રહેલા રોકડ રૂપિયા કિંમતી ચીજ વસ્તુઓ સહિત સોનાના દાગીનાઓ પણ ચોરી લીધા હતા. જ્યારે આ શિક્ષક પોતાના જૂના ઘરેથી પોતાને નવા ઘરે પરત આવ્યા અને જોયું તો તેમના પણ હોશ છૂટી ગયા હતા..

કારણ કે તેઓએ દિવસ રાત મહેનત કરીને કમાયેલા તમામ કિંમતી રત્નો ગુમાવી દીધા હતા અને આ ચોર લુટારાઓ માત્ર બે કલાકની અંદર જ તેમની તમામ કમાણી લૂંટીને ચાલ્યા ગયા હતા. હકીકતમાં ચોરીના આ બનાવો કોઈ પણ પરિવારો સહન કરી શકતા નથી કારણ કે તનતોડ મહેનતની કમાણી ચોર એક જ વારમાં લુંટીને ચાલ્યા જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *