આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આજકાલ બધા લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ફરવા જતા હોય છે કારણ કે ઉનાળા ની ઋતુ માં વિધાર્થીઓ ને વેકેશનનો માહોલ હોય છે તેમાં બધા લોકો પોતાના ફેમિલી સાથે બહાર નવી જગ્યા ઉપર ફરવા માટે જતા હોય છે અને આ ઉપરાંત કેટલીક વાર અમુક લોકો ને શહેર ની બહાર ફરવામાં ઘણીબધી બીક અને ડર જોવા મળતો હોય છે.
પરંતુ આ મોજ અને મસ્તી ના સમયે ક્યારેક એવી ઘટનાઓ પણ બની જાય છે જેનાથી ભારે નુકશાની અને દુઃખી થવાનો વારો પણ આવતો હોય છે. ઘણી બધી વખત અમુક જગ્યા ઉપર અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી હોય છે. જો વ્યવસ્થિત પણે કાળજી રાખવામાં ના આવે તો મોટું દુઃખ આવી પડે છે આવું જ કંઈક થોડા દિવસ પહેલા બનવા પામ્યું હતું.
જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ગામમાં બની હતી માંડણ ગામની બહાર નીકળતી નદી છે કુદરતનો ખૂબ જ મોટું સૌંદર્ય ધરાવે છે અને ત્યાં ઘણા બધા લોકો સ્નાન કરવા અને નીચે રહેવા માટે આવતા હોય છે આ નદીનું નામ કરજણ નદી છે.
કરજણના કિનારે લોકો ફરવા માટે ઘણી બધી જગ્યાએથી આવે છે અને અહીં લોકો ફરવા આવેલા ખૂબ જ સૌંદર્ય જોઈ અને ત્યાં આવવાનું પસંદ પણ કરે છે આ ગામની નદીમાં અદ્ભુત સૌંદર્ય હોવાથી મોટા મોટા અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ફરવા માટે આવે છે આ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના ગામના એક જ પરિવારના પાંચ સભ્યો માંડણ ગામમાં ફરવા આવે છે.
આ પરિવારમાં રહેતા સભ્યો જનકસિંહ બળવંત સિંહ પરમાર તેની ઉમર ૩૫ વર્ષની હતી અને તેમની પત્ની જીગીશાબેન કનકસિંહ પરમાર તેમની ઉંમર ૩૨ વર્ષની હતી અને તેમના પુત્ર પૂર્વ રાજ જનકસિંહ પરમાર હતા તેમની ઉંમર આઠ વર્ષની હતી અને તેમની સાથે આવેલી વિરપાલ સિંહ પરબત સિંહ ચૌહાણ તેઓની ઉંમર ૨૭ વર્ષની હતી અને ખુશ્બુબેન સિંહ ચૌહાણ તેમની ઉંમર ચોવીસ વર્ષની હતી.
આ પરીવાર નદીમાં ફરવા આવે છે અને તેઓ થોડા સમય કરજણ નદીના કિનારે બેસીને ઠંડા પવનની મોજ લઈ રહ્યા છે તેઓ હળવા થઇને સુખદુઃખની વાતો કરી રહ્યા હોય છે ત્યારબાદ એટલું સૌંદર્ય હતું અને તેના કારણે તેઓને નદીમાં નાહવા નું મન થઇ ગયું હતું તે માટે પરિવારના લોકો નદીમાં નાહવા માટે જાય છે અને બધા નદીમાં નાહવા પડે છે ત્યારે આ પૂર્વ રાજ નાહતા નાહતા થોડા દૂર જતો જાય છે.
અને આ ડૂબવા લાગે છે પરંતુ પરિવારના લોકોના માં એટલા તલ્લીન હોય છે કે તેને ખબર પડતી નથી હજી બીજા લોકોના જોઈ રહ્યા હોય છે તેના કારણે આ પુત્રના પિતા જનકભાઈ તેની પાસે જાય છે પરંતુ તે પણ રડવા લાગે છે અને બચાવવા માટે કિનારે આવેલા લોકો ઘણો પ્રયાસ કરે છે પરંતુ ધીમેધીમે આ પાંચ સભ્યો એકબીજા ને બચાવવા જતા હોય છે.પરંતુ કોઈને પણ ત્યાં ઊંડા પાણીમાં તરતા નથી.
આવડતું તેના કારણે તે બધા જ એક પછી એક ડૂબવા લાગે છે તે કોઈપણ એક બીજાને બચાવી શકતા નથી તે રાજ પીપળી ને નગરપાલિકાને જાણ કરવામાં આવે છે અને આ પાંચ સભ્યોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ એક લા.શ મળી આવે છે અને બાકીના ચાર લા.શોને પોલીસ દ્વારા શોધવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને જેમ બને તેમ પોલીસે જવાબ આપ્યો છે કે તેઓને બહાર કાઢી લેવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]