ગુજરાતમાં ગુલાબ વાવાઝોડુ ત્રાટક્યું! ભારે વરસાદના વાદળો ફાટ્યા.. હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી..

ગુલાબ વાવાઝોડું ઓડિશા ના દરિયા કિનારાના વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ્યું હતું. જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું હતું. પરંતુ તે ગઈ રાત્રે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. જેની અસર સમગ્ર ગુજરાતભરમાં દેખાય છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ બનેલું હતું.

તેમજ મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો. આ વાવાઝોડું બંગાળ-ઓડીસા તરફથી ગુજરાત તરફ આગળ વધ્યું હતું. જે વડોદરા માંથી પ્રવેશ્યું છે. વડોદરામાં આખો દિવસ દરમિયાન સવા બે ઇંચ જેટલો વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો.

તો મંગળવારે સાડા ત્રણ ઇંચ વરસાદ તોફાની પવન સાથે જ ત્રાટક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં છાતી સમાણા પાણી ભરાઇ જતા જીવન વ્યવહાર થઈ ગયું હતું. તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા.

આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે. ગઈકાલે રાત્રે ભાવનગર અને બોટાદ પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર, ધંધુકા, ભાવનગર, વલભીપુર તેમજ ઉમરાળા જેવા પંથકોનો સમાવેશ થાય છે.આટલો બધો ભારે વરસાદ વરસ થતા ખેતરોમાં ગોઠણ સમાણા પાણી ભરાઈ ગયા છે.

જેથી પાકને ભારે નુકસાન થશે તેવી ભીતિ સતાવી રહી છે. તો બીજી બાજુ તાપી નદીના કિનારાના વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. તાપી નદીના જળાશય વિસ્તાર ઉકાઇ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉકાઇ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.

બે દિવસથી એક-એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડતા સુરત શહેરમાં આવેલા weir-cum-causeway ની સપાટી 9 મિટર સુધી પહોંચી ગઈ હતી. તેમજ સુરતમાં પણ ભારે વરસાદ થતાં વરસાદી પાણી તાપી નદીની સપાટી વધારી રહી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે હજુ પણ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે. તેથી હવામાન વિભાગે રાજ્યના ૬ જિલ્લાઓમાં ઓરેન્જ અને વિવિધ જિલ્લાઓમાં આપ્યું છે. અમદાવાદમાં પણ આજે સવારે ભારે પવન સાથે વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે.

હવામાન વિભાગના મતે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, પોરબંદર તેમજ અમદાવાદમાં અને મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ગાંધીનગર, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી,  તાપી, સુરત, ડાંગમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આવ્યું છે.

આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે તેમજ સુરત, ડાંગ ,ભરૂચ ,તાપી અને નવસારીમાં ભારે વરસાદ જ્યારે રાજકોટમાં અતિભારે અને જુનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment