Breaking News

વાવાઝોડાની અસર: અહીં ખાબક્યો 9 ઈંચ વરસાદ અને હવે ઉકાઈ ડેમ માંથી પણ…

પૂર્વમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ‘ગુલાબ’ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં તે અન્ય એક વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.

૨૪ કલાકમાં ૧૯૦ તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી સાત તાલુકાઓમાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં વધુ વરસાદના કારણે ખાડીઓના જળસ્તરમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે,

જ્યારે અમુક ખાડીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે તંત્ર પણ સચેત થયું છે. સુરતની ભેદવાડ ખાડી ભયજનક સપાટી ૬.૭૫ મીટર નજીકથી વહી રહી છે જ્યારે મીઠીખાડી ઓવરફ્લો થવાને આરે છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે

અને આવશ્યક પગલાં લેવા માટે આદેશ અપાયા છે. ખાડી પૂરના જોખમને જોતા મીઠી ખાડી પર બે હોડી અને ચાર સભ્યોની બે ટીમ અને ૧ ફાયર ટેન્ડર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જ્યારે પાંડેસરામાં પણ એક ટીમ તહેનાત કરવામાં આવી છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ ઉકાઈ ડેમની સપાટીનું સ્તર જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે અને તાપી નદીમાં વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં લેતા નીચાણવાળા અને કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે સવારની સ્થિતિ અનુસાર, ઉકાઈ ડેમમાં સવારે ૮ વાગ્યે ૩૪૧.૦૬ ફૂટ સપાટી નોંધાઈ છે. હાલ ૧.૯૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ ૨૨ પૈકીના ૧૫ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી ૧૨ ગેટ ૬ ફૂટ સુધી અને ૩ ગેટ ૭ ફૂટ સુધી ખોલી દેવાયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે,

ડેમમાં ૨.૯૫ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી હતી, જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું પાણી નદીમાં આવી રહ્યું હોવાથી તેની અસર કોઝ-વે પર થઇ રહી છે. સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રિ દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા તો શહેરમાં ક્યાંક ટ્રાફિક પણ જામ થયો હતો.

ઉકાઈ ડેમની ભયજનક સપાટીથી માત્ર અઢી ફૂટ જેટલું દૂર હોવાથી હવે વહીવટી તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક જોતા પાણી વધુ છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે તાપી નદીની આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ન ભરાય તેના માટે પણ સ્થાનિક અધિકારીઓ

અને સાવજ કરવામાં આવ્યા છે અને તમામ સ્થિતિઓ પર નજર રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા કલેકટર અને તાપી કલેકટર દ્વારા સતત એક બીજાના સંપર્કમાં રહીને ઉકાઈ ડેમની સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. તાલુકા લેવલના તમામ મામલતદાર સાથે સંકલન કરીને નીચાણવાળા વિસ્તારોમાં,

પાણી આવે તો કેવી રીતે કામગીરી કરવી તેના અંગેની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. તાપી નદીના કિનારાના ગામોને પણ જાણ કરી દેવામાં આવી છે. હાલ અત્યારે એક લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જે દોઢ લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડી શકાય તેવી શક્યતાને ધ્યાને લેતા.

તાપી નદીની આસપાસના કેટલાક ગામોને અસર થઇ શકે તેવી શક્યતા નકારી શકાય એમ નથી. નીચાણવાળા વિસ્તારોના ગામોમાં નોડલ ઓફિસરો સતત મોનિટરિંગ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. ક્લેક્ટર આયુષ ઓક : સતત ઉકાઈ ડેમની સ્થિતિને લઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ અધિકારીઓ સાથે બેઠકોનો દોર પણ શરૂ થયો છે.

જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યાં પણ સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે સેન્ટ્રલ ઝોન અને રાંદેર વિસ્તારની અંદર પાણી ભરાય તો તાત્કાલિક અસરથી કામે લાગી જવા માટે કહેવામાં આવ્યું છે. કમિશનર તેમજ તેમની ટીમ સાથે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી લેવામાં આવી છે.

અત્યારે કોઈ પણ પ્રકારની ચિંતાજનક સ્થિતિ નથી. જેમ પાણીની આવક થશે. તેના ઉપર અમે સતત નજર રાખીને આગામી કલાકોમાં જે નિર્ણય લેવાના મહત્વના હશે તે લેતા રહીશું. જેથી કરીને હાલ સુરતીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, અને અફવાઓમાં આવવાની જરૂર નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *