Breaking News

વાવાઝોડા અને ભારે વરસાદ પછી ખેડૂતો ઉપર હજી એક મોટી આફત..! ખેડૂતપુત્રો અને મિત્રો ખાસ વાંચે.!

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખુબ જ નુકસાન કારક નીવડ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ અનિયમિત રીતે ખુબ જ વરસ્યો હતો એટલે ખેતરોના ખેતરો સીધા મેદાનની જેમ ધોવાઈ ગયા હતા.

કપાસ અને મગફળી ના પાકમાં ભરપુર નુકસાન થતા આ વર્ષે મગફળી અને કપાસના ભાવ પણ સાતમા આસમાને પહોચી ગયા છે તેમજ શીંગ તેલના ભાવ પણ ધાર્યા કરતા વધારે પ્રમાણમાં વધી જશે. તેથી સરકારે ખેડૂતોના નુકસાનને ઓછા કરવા માટે સહાયની જાહેરાત કરી દીધેલી હતી.

ગુજરાત પર પેહલા તાઉ-તે વાવાઝોડું આવ્યું , ત્યાર બાદ અતિભારે વારસદ ખાબક્યો અને એ પછી શાહીન તેમજ ગુલાબ વાવાઝોડા આવ્યા.. આ તમામ આફતોની અસર ખેતી પર પુષ્કળ પ્રમાણમાં પડી છે. નુકસાનની કોઈ સીમા જ નથી રહી. પાકનું ઉત્પાદન ઓછું થતા આ વર્ષે ભાવવધારો પણ વધારે રેહશે..

દેશમાં અને રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં તાઉતે વાવાઝોડા અને અતિવૃષ્ટિની કુદરતી મારમાં તબાહ થયેલાં ગુજરાતના ખેડૂતોને હજુ કળ વળ નથી ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝિકાયો છે. આ ભાવ વધારાને લીધે મારા દેશના ખેડૂતો પર મોટી આફત આવી પડી છે.

જેના કારણે જગતના તાત પર વધુ આિર્થક બોઝનો માર પડયો છે.  રાસાયણિક ખાતરની પ્રતિ થેલી પર પર રૂા.265 સુધીનો ભાવ વધારો ઝિંકાયો છે જેથી ખેડૂતો લાલઘૂમ થયા છે. એટલું જ નહીં, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી ઉઠી છે. કારણકે ખેડૂતોને કુદરતનો સાથ અને પાકના ભાવ બંનેમાંથી કશું જ મળ્યું નથી.

ગુજરાતમાં આ વખતે ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી જેથી ઉભા પાકને ખૂબ જ નુકશાન પહોચ્યુ હતું.

આટલુ  ઓછુ હોય તેમ પાછોતરા વરસાદે ખેતીને ખુબ જ નુકશાન પહોંચાડયુ હતું. ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી સર્જી દીધી હતી. હજુ તો ખેડૂતો કુદરતી મારનો સહન કરી બેઠાં ય થયાં નથી ત્યા રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેવાયો છે.

ઇફકોએ એનપીકે ખાતરની એક થેલીનો ભાવ રૂા.1150 કરી દીધો છે. આ ખાતરની થેલીનો ભાવ રૂા.1185 હતો. એનપીકે ખાતરની થેલી પર રૂા.265નો વધારો કરી દેવાયો છે. આ જ પ્રમાણે, એનપીકે ખાતરની થેલીનો ભાવ રૂા.1175 હતો તેના ભાવ હવે રૂા.1440 કરાયો છે.

એટલે ખાતરની પ્રતિ થેલીએ રૂા.265 વધારાયા છે. કિસાન કોંગ્રેસ સેલનો આરોપ છેકે, ગત એપ્રિલ માસમાં જ ખાતરનો ભાવ વધારો કરી દેવાયો હતો પણ ખેડૂતોએ હોબાળો મચાવતા સરકારે ભાવ વધારો પાછો ખેચી લેવા ફરજ પડી હતી પણ તે વખતે ખાનગી ખાતર કંપનીઓએ ખાતરની પ્રતિ થેલીનો ભાવ રૂા.1700 સુધી યથાવત રાખ્યો હતો.

હવે ઇફકોના સત્તાધીશો એવો લૂલો બચાવ કરી રહ્યા છેકે, ખાનગી ખાતર કંપનીઓની સરખામણીમાં સરકારી ખાતર કંપનીઓનું ખાતર હજુય  સસ્તુ છે. હવે રવિ સિઝનનો પ્રારંભ થશે તે પહેલાં જ ખાતર મોંઘુ થતાં ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતોનું કહેવુ છેકે, રાસાયણિક ખાતર જ નહીં, બિયારણ, જંતુનાશક દવાઓ થી માંડીને અન્ય ખેતીલાયક ચીજવસ્તુઓ ઉપરાંત ખેત મજૂરી ય મોંઘી થઇ છે. આ જોતાં ખેતી કરવી મોઘુ બન્યુ છે.

આ વર્ષે મારા દેશનો ખેડૂત ખુબ જ ચિંતામાં છે કારણકે તેઓને થયેલા નુકસાનનું વળતર તેઓને હજુ સુધી મળ્યું નથી. ગામો સામ સર્વે થાય છે પરતું નુકસાનનું વળતર ન મળતા ખેડૂત મિત્રો મુશ્કેલીમાં છે. દિવાળીનો સમય નજીક છે. આ સમયે સૌ કોઈને રાજીખુશીથી ઉત્સવ મનાવવા માટે પૈસાની જરૂર હોઈ છે.

ગઈ કાલે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલએ કહ્યું છે કે રાજ્યના તમામ ખેડૂતો કે જેને સહાય પાત્ર હશે તેઓને દિવાળી પહેલા સહાયની રકમ મળી જશે.. જેથી કરીને નુકસાનનું વળતર ઝડપી મળી જાય અને ચિંતા દુર થાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *