વટાણાનો દાણો શ્વાસનળીમાં ફસાઈ જતા 2 વર્ષના દીકરાને ઉલટીઓ ચાલુ થઈ, માં-બાપ દવાખાને પહોચે એ પહેલા જ માતાના ખોળામાં બાળકનો જીવ….

નાના બાળકોની રમતગમતથી માંડીને તેમની ખાવા પીવાની ચીજ વસ્તુઓ ઉપર પણ માતા-પિતાને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, છેલ્લા છ મહિનાની અંદર એવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે કે, જેમાં ન જીવી ચૂકને લઈને કોઈ બાળકના મૃત્યુ પણ થઈ જતા હોય છે. અત્યારે મધ્યપ્રદેશના મુરેનામાં માત્ર બે વર્ષના એક માસુમ બાળકો સાથે હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

આ ઘટનાને જાણ્યા બાદ તમારી પણ અક્કલ કામ કરતી બંધ થઈ જશે, આ ઘટના માનમોર વિસ્તારમાં રહેતા રાજવીરભાઈ જાટવના દીકરા રીવ્યાશ સાથે બની છે. તેમનો દીકરો રીવ્યાશ સવારે જાગ્યા બાદ તેના અન્ય ભાઈ બહેન સાથે ઘરની અંદર જ રમી રહ્યો હતો. બપોરનો સમય થતાની સાથે જ રાજવીર ભાઈની પત્નીએ રીવ્યાશને ખાવા માટે લીલા વટાણા આપ્યા હતા..

આ વટાણાને ખાતાની સાથે જ સાથે એવી ઘટના બની ગઈ કે, તેને તાત્કાલિકો ઉલટીઓ પણ શરૂ થવા લાગી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. રાજવીર ભાઈની પત્ની પ્રેમીલાબેને એક વાટકાની અંદર લીલા વટાણા ભરીને આપી દીધા હતા અને બે વર્ષનો આ દીકરો આ લીલા વટાણાને એક પછી એક મોઢામાં મુકવા લાગ્યો અને તેને ચાવીને ખાવાને બદલે અચાનક જ તે આ વટાણો ગળી ગયો..

અને આ વટાણો તેની વિશ્વાસ નળીની અંદર ફસાઈ જતા જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. શ્વાસ લેવા માટે ફાફા મારતા તેને રડવું પણ આવી ગયું હતું, પોતાના દીકરાને રડતો જોઈને માતા રસોડામાંથી કામ કરતી તેના દીકરા પાસે આવી પહોંચી એને જોયું તો તેના દીકરાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી..

આ સાથે જ તેને ઉલટીઓ પણ શરૂ થવા લાગી એટલે પ્રેમિલા બેને તરત જ રાજવીર ભાઈને ફોન કરીને જણાવ્યું કે, તેમના દીકરાની તબિયત બગડી ગઈ છે. તેઓએ તરત જ મૂરેના જિલ્લાની હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી હતી, એમ્બ્યુલન્સ તેમના ઘર પાસે પહોંચી અને ત્યાં તેમના દીકરાને સારવાર માટે લઈ જવામાં આવતો હતો ત્યાં જ તેમના દીકરાની આંખો મીચી દીધી..

અને તેનો શ્વાસ પણ ધીમે ધીમે થમી ગયો હતો. રાજવીર ભાઈ તેમના દીકરાને લઈને હોસ્પિટલ પહોંચે એ પહેલાં તો તેનું ગંભીર રીતે મૃત્યુ થઈ જતા, આ મા બાપમાંથી આફતોનાં આભ ફાટી નીકળ્યું હતું. રાજવીર ભાઈ અને પ્રેમીલાબેનનું કહેવું છે કે, બાનમોર વિસ્તારથી મુરેના શહેર સુધી 20 થી 25 મિનિટનો રસ્તો છે..

પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે 45 મિનિટ કરતાં પણ વધારે સમય લગાવી દીધો હતો અને એમ્બ્યુલન્સ ખૂબ જ ધીમી ચલાવવાને કારણે તેમના દીકરી અને તબિયત વધુ બગડવા લાગી જ્યારે તેઓ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને થોડીક વધારે ગતિએ વાહન ચલાવવાનું કહ્યું ત્યારે કહ્યું કે, આ વાહન આનાથી વધારે ઝડપે ચાલશે નહીં..

હોસ્પિટલે પહોંચવામાં મોડું થઈ જવાને કારણે રાજવીર ભાઈને તેમના દીકરાનો જીવ ખોવાનો વારો આવી ગયો હતો, એક વટાણો નાકની શ્વાસનળી ની અંદર ફસાઈ જવાને કારણે બિચારા બે વર્ષના માસુમ દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. રાજવીરભાઈ વધુમાં જણાવ્યું હતું કે આ એમ્બ્યુલન્સ ની અંદર ઓક્સિજન પણ આપવામાં આવ્યો નહીં, જેને કારણે તેમના દીકરાને શ્વાસની તકલીફ વધારે વધી ગઈ અને તેનું મૃત્યુ થયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment