જ્યારે કોઈ માણસ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો હોય છે, ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે તે ઘણી બધી મહેનત કરતો હોય છે. પરંતુ જો એમાં સમય તેને કુદરતનો સાથ સહકાર અને નસીબના દરવાજા ન ખુલે તો તે આવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકતો નથી, અને વધુ મુશ્કેલીની અંદર ફસાઈ જતો હોય છે..
અત્યારે એક ઊંડા દુઃખમાં ચાલ્યા ગયેલા દીકરા ઉપર એવી ઘટના બની ચૂકી હતી કે, વધુ એક વધુ આફત આવી પડતા પરિવારના અન્ય લોકો ખૂબ જ હિબકે ચડી ગયા હતા. આ ઘટના વિશે જાણીને કદાચ તમારી આંખમાંથી પણ આંસુ સરી પડશે કે, ભગવાને બિચારા એ પરિવાર ઉપર કેટલી બધી કઠણાઈ આપી દીધી કે પરિવાર ખૂબ જ ભાંગી પડ્યો હતો..
આ દુઃખી ઘટના અમરીશભાઈના પરિવાર સાથે બની હતી, અમરીશભાઈ તેમની પત્ની કાંતાબેનની સાથે વતનમાં રહેતા હતા, જ્યારે અમરીશભાઈના બે દીકરાઓ શહેરમાં રહીને રોજગાર ચલાવતા હતા. તેમના બંને દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને તેમના ઘરે પણ નાના દીકરા દીકરીનો જન્મ થઈ ચૂક્યો હતો..
વતનમાં અમરીશભાઈ ખેતીનું કામકાજ સંભાળતા જ્યારે તેમની પત્ની કાંતાબેન ઘરકામ કરીને જીવન ગુજારતી હતી, 62 વર્ષની કાંતાબેન નામની આ દાદીનું અચાનક જ સવારના સમયે અવસાન થઈ ગયું હતું. આ સમાચાર અમરીશભાઈ હવે શહેરમાં રહેતા તેમના દીકરાઓને આપ્યા હતા કે, હવે તેમની માતા આ દુનિયાની અંદર રહી નથી..
કાંતાબેન છેલ્લા દોઢ વર્ષથી ખૂબ જ મોટી બીમારીની અંદર સપડાઈ ચૂક્યા હતા, તેઓ પથારી વશ હતા અને એક દિવસ સવારના સમયે તેમનું મૃત્યુ થઈ ગયું હતું, વતનમાં રહેતા દાદીનું અવસાન થતાની સાથે જ તેની બેસણા વિધિની અંદર બે ભાઈઓનો સંયુક્ત પરિવાર જવા માટે શહેરથી નીકળી થઈ ગયો હતો..
શહેરથી તેમનું ગામ અંદાજે 700 કિલોમીટર સુધી દૂર આવેલું હોવાને કારણે તેઓ એક પ્રાઇવેટ વાહનનું ભાડું કરીને ત્યાં જવા માટે મજબૂર બન્યો હતો, અમરીશભાઈના બે દીકરાઓમાં દિપક તેમજ મનોજનો સમાવેશ થતો હતો, દીપકની પત્ની અરુણા તેમજ મનોજની પત્ની શાલીની સહિત આ બંને ભાઈઓ અને તેમની બે પત્નીઓ સહિત કુલ ચાર વ્યક્તિ તેમની દાદીનું અવસાન થતાની સાથે જ તેમની અંતિમવિધિ ની અંદર હાજરી આપવા માટે વતન એ જઈ રહ્યા હતા..
તેમને એવી તો શી ખબર કે, તેમના પરિવાર ઉપર એક તો આફત આવી પડી છે અને હવે બીજી આફત પણ ખૂબ જ નજીક આવી ગઈ છે, રાત્રિનો સમય થઈ ચૂક્યો હતો અને તેઓ એક પ્રાઇવેટ કારની અંદર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ હાઇવે ઉપર સામેથી આવતા ડમ્પરે આકારને ટક્કર મારી દીધી હતી અને કારનો બુકડો બોલી ગયો હતો..
કારની અંદર બેઠેલા ડ્રાઇવરની સાથે કુલ ચાર વ્યક્તિઓનું પણ કારની અંદર જ અથડામણ થઈ ચૂકી હતી, આ અકસ્માતની અંદર અમરીશભાઈનો દીકરો દિપક તેની પત્ની અરુણા તેમજ નાના દીકરા મનોજની પત્ની શાલીનીનું મૃત્યુ થયું હતું, દીપક અરુણા તેમજ શાલીની સાથે સાથે કાર ચલાવનાર ડ્રાઇવરનું પણ મૃત્યુ થઈ જતા કુલ ચાર લોકોના મૃત્યુ થઈ ગયા હતા..
આ અકસ્માતનો કાળ કુલ ચાર વ્યક્તિઓને ભરકી ગયો હતો. હાઇવે ઉપર બનેલા આ સમાચારની ઘટના જ્યારે વતન એ રહેલા અમરીશભાઈ સુધી પહોંચી ત્યારે તેમનાથી તો દુઃખની આગાહી સહન થઈ નહીં કારણ કે, એક બાજુ તેમની પત્ની કાંતાબેનનું અવસાન થયું હતું અને બીજી બાજુ તેમનો મોટો દીકરો તેમજ મોટા દીકરાની પત્ની અને નાના દીકરાની પત્નીનું પણ મૃત્યુ થઈ જતા..
પરિવાર હિબકે ચડી ગયો હતો, ભગવાન એક જ પરિવાર ઉપર એક પછી એક કુલ બે એવી આફતો આપી હતી કે, બિચારો પરિવાર ભાંગી જવા પામયો હતો. અકસ્માતની આ દર્દનાક ઘટનામાં અકસ્માત સર્જાતાની સાથે જ સામેથી આવતા ટ્રક ચાલકો પોતાનો ટ્રક લઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા..
હાઈવે ઉપર થી અન્ય કેટલાક લોકોએ આ ટ્રકની પાછળ પોતાની કાર દોડાવીને ટ્રક ચાલકને ઉભો રાખવાની કોશિશ કરી હતી અને તેને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તેને પોલીસને હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો, આ ટ્રક ચાલકો ભાન ગુમાવી દઈને ડ્રાઇવિંગ કરતો હોય તેવું લાગતું હતું..
તેની જુદી-જુદી પૂછપરછ પણ ચલાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ અકસ્માત સર્જાતાની સાથે જ હાઇવે ઉપર ખૂબ જ મોટો ચક્કાજામ સર્જાઈ ગયો હતો, તાત્કાલિક ધોરણે હાઇવે ઉપરની ટ્રાફિકને ક્લિયર કરાવવામાં આવી હતી અને ત્યારબાદ હાઇવેને અન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો..
એક સાથે કુલ ચાર વ્યક્તિઓના મૃત્યુ થતાં તરત જ તેમની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી, આ અકસ્માતની ઘટના ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ ચૂકી હતી, બે ભાઈઓના પરિવારમાં માત્ર મનોજ જ એક ઇજાગ્રસ્ત થયો હતો. જેને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]