Breaking News

ચાંદખેડામાં ‘વસુલી દાદા’ તરીખે ઓળખાતા માથાભારે ટપોરીને પોલીસે જાળ ફેંકીને દબોચી લીધો, આવા ગોરખધંધાઓ સાથે જોડાયેલો છે..!

ગુજરાતનું પોલીસખાતું દિવસેને દિવસે વધતા જતાં ગુનાખોરીના કારણે હવે એક્સન મોડમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં અલગ-અલગ ગુનાઓ ખુબ જ વધવા લાગ્યા છે. પછી તે ચોરી હોય, દુ.ષ્ક.ર્મ. હોય, લૂંટફાટ હોય, હત્યા હોય કે પછી આપઘાત..

કોઈપણ પ્રકારના ગુના આચરતા લુખ્ખા તત્વોને પોલીસ પકડી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. પોલીસની આ ચપેટમાં અમદાવાદ શહેરનો એક પ્રખ્યાત લુખ્ખો ‘વસૂલી દાદા’ આવી ગયો છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતો વસૂલી દાદા ઉર્ફે સંજય પરમાર નામનો યુવક ધાક જમાવીને બેઠો હતો..

સંજય પરમાર નામના વ્યક્તિની ધાક વસુલી દાદાના નામથી ઓળખાય છે. તે તેના સાગરીતોની મદદથી હત્યા મારામારી ખંડણી તેમજ અપહરણ જેવા અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે. થોડા દિવસ પહેલા વસૂલી દાદા અને તેના સાગરીતોની પકોડા ની લારી ચલાવનાર વિજયભાઈ ઠાકોર સાથે માથાકુટ થઇ હતી…

આ માથાકૂટ ને યાદ રાખીને વસૂલી દાદાએ પોતાના સાગરીતોની મદદથી ત્રણ મહિના પહેલા આ લારી ઉપર કામ કરતા એક કારીગરને અપહરણ કરી લીધો હતો. ત્યારબાદ તેને છરીના ઘા ઝીંકીને ખૂબ જ ઘાયલ કરી દીધો હતો. પરંતુ આ કારીગર જોર જોરથી બુમા બુમ કરવા લાગ્યો હતો..

તેમજ લોકોની મદદ માગવા લાગ્યો હતો. એટલા માટે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગણતરીની કલાકોમાં જ વસુલી દાદા અને તેની સાથેના અન્ય લોકોની પણ ધરપકડ કરીને કડક પૂછપરછ કરવા લાગ્યા છે. પોલીસે કડક રીતે પૂછતાછ કરતાં વસૂલી દાદા મીંદડી બની ગયો હતો…

અને બધું જ કહેવા લાગ્યો હતો. હાલ ચાંદખેડા પોલીસે આ ઘટનાને લઈને ચાર લોકોની ધરપકડ કરી છે. અને તેની સામે કાયદેસરના પગલાં ભરવા માટે કડક કેસ બનાવ્યો છે. તેમજ આ ઘટનાઓની સાથે સાથે તેઓ અન્ય કોઈ ઘટના સાથે જોડાયેલા છે. અને તેમાં કેટલા લોકો સામેલ હતા.

આ સમગ્ર બાબતે પોલીસ પૂછતાછ કરી રહી છે. વસુલી દાદા જેવા ગુંડાને લુખ્ખા તત્વોને પકડીને જેલના સળિયા પાછળ કરી દેતાં સામાન્ય લોકો માટે સરળ જીવન શક્ય બન્યું છે. આવા ગુંડાઓ અવારનવાર જાહેરમાં હિંસા આચરતા હોય છે. જેની અસર આવનારા ભવિષ્ય ઉપર પડતી દેખાતા જ પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *