Breaking News

વાસી ખોરાકને લીધે 7 ગાયોના મોત અને 13 ગાયોના જીવ જોખમમાં, ગાય માતાને પ્રેમ કરતા લોકો જરૂર વાંચે..!

ગાય માતા ના રક્ષણ માટે સરકાર કેટલાય નિયમો બનાવી ચૂકી છે. તેમજ ગૌ ભક્તો ગાય માતા નું રક્ષણ કરવા માટે કોઇપણ કચાશ બાકી નથી મુકતા. કારણ કે, ગાય માતા દૂધની સાથે સાથે ઘણી બધી ઔષધિઓ પણ પૂરી પાડે છે. શહેરમાં પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓ નો વપરાશ ખૂબ વધારે હોય છે.

જેથી કચરામાં ગમે તે રીતે પોલીથીન ફેંકવામાં આવતી હોય છે. જે ગાય માતા ખાઈ જતાં તેઓ મોતને ભેટે છે. આ અંગે પણ જનજાગૃતિ લાવવા માટે ગૌસેવા અભિયાન કોઈ કસર બાકી મૂકતું નથી. પરંતુ આજે એવી ઘટના બની છે જે સાંભળીને તમારું દિલ દ્રવી ઉઠશે કારણકે બગોદરા-બાવળા નેશનલ હાઈવે ઉપર કેટલીક મોટી કંપનીઓ આવેલી છે..

એ કંપનીઓના કેન્ટીનમાં બચેલો વાસી ખોરાક કે જે સામાન્ય રીતે અખાદ્ય હોય છે. તે ખોરાકને કચરાપેટીમાં નાખવાને બદલે હાઇવે ઉપર ફેંકી દેવા માં આવ્યો હતો. આ ખોરાકને તે હાઇવે પરથી પસાર થતી ગાય માતાઓએ આરોગી લીધો હતો. આ ખોરાક ખાતા જ સાત ગાય માતાના મોત થયા છે.

જ્યારે 13 ગાયો ખૂબ મોટી બીમારીમાં સપડાઈ ગઈ છે. અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ ના પ્રમુખ રણછોડભાઇ અલગોતર પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી કે હાઇવે ઉપર અખાદ્ય વાસી ખોરાક આપવામાં આવ્યો હતો જેના લીધે 7 ગાયોના મોત થયા છે અને 13 ગાય બીમાર પડી છે..

જેમાંથી ત્રણ ગાયોની હાલત તો ખૂબ મોટા પ્રમાણમાં ગંભીર છે. આ ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ એક મૃતક ગાયની મળીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. તેમજ અન્ય ગાયો ના નમુના પણ મોકલવામાં આવ્યા છે. 13 ગાયોની હાલત ખુબ ગંભીર છે.

તેઓને બાવળાના પશુ ડોક્ટર સારવાર કરી રહ્યા છે. ગાયો સાથે આવો અનિચ્છનીય બનાવ થતાં ગાયો ના માલિક ગેલાભાઈ નાગજી ભાઈ ખુબ મોટી દ્વિધામાં મૂકાઇ ગયા છે. કારણ કે તેઓના માટે તેમની ગાયો જ તેમનું જીવન હતું. અને એકાએક જ ૭ ગાયોના મોત થતાં તેઓ મોટા આઘાતમાં મુકાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *