Breaking News

વરસાદનો ત્રીજો રાઉન્ડ આ વિસ્તારોમાં તબાહી મચાવશે, જાણી લ્યો અંબાલાલ પટેલની સચોટ આગાહીની તારીખો..!

અત્યારે વાતાવરણ બિલકુલ અનિયમિત સર્જાઈ રહ્યું છે, સવારના સમયે તડકો દેખાતો હોય તો ક્યારેય કલાકની અંદર વાદળો દોડિયા ચાલી આવે તેનો નક્કી હોતું નથી અને કલાક બાદ મુશળધાર વરસાદ શરૂ થઈ જાય તો આખો દિવસ સુધી બંધ થવાનું નામ લેતો નથી એવી પરિસ્થિતિ પણ ઘણા શહેરોની અંદર નોંધાઈ રહી છે..

હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો અને અત્યારે વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. જ્યારે નવી બનતી સિસ્ટમને આધારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અને સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, વરસાદનો ત્રીજો રાઉન્ડ ખૂબ જ જલ્દી આવી રહ્યો છે..

અને વરસાદના ત્રીજા રાઉન્ડ ની અંદર અમુક વિસ્તારોની અંદર મેઘરાજા મન મૂકીને વરસવા જઈ રહ્યા છે, જેના કારણે વિનાશ કે તબાહીના દ્રશ્યો પણ દેખાઈ શકે છે, વરસાદના બીજા રાઉન્ડની અંદર મેઘરાજ જ્યાં વરસ્યા છે, ત્યાં મન મૂકીને વરસ્યા છે. જેના કારણે નદી નાળા અને તળાવમાં ઘોડાપૂર સર્જાઈ ગયા હતા..

નીચેના વાળા વિસ્તારોમાં રહેતા લોકોને તો ભારે મુશ્કેલીઓનો ભોગ બનવું પડ્યું છે, કારણ કે નદીના પાણી શહેર અને ગામડાઓમાં ઘૂસી જવાને કારણે ઘણા બધા લોકોનો જનજીવન ઠપ થઈ જવા પામ્યો હતો. જ્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ ભરપૂર માત્રામાં તબાહી મચાવવાની શક્યતાઓ ધરાવી રહ્યો છે..

વરસાદનો ત્રીજો રાઉન્ડ 25 તારીખથી માંડીને 30 તારીખ સુધીના સમયગાળા દરમિયાન આવશે તેવું અનુમાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે, અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, એક પછી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેને કારણે આ વર્ષનું ચોમાસું ઘણું લાંબુ ચાલશે તેવી પણ શક્યતાઓ સિવાય રહી છે..

મોટાભાગના તહેવારોની અંદર વરસાદ વિધ્ન રૂપ સાબિત થઈ શકે છે, હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ત્યારબાદ નવરાત્રી તેમજ દિવાળીના સમયે પણ છૂટો છવાયો વરસાદ શરૂ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી દેતા નવરાત્રિની અંદર મન મૂકીને ગરબે ઘુમનારા ખેલૈયાઓ માટે પણ ચિંતાના સમાચાર આવી ચૂક્યા છે..

જ્યારે બીજી બાજુ ખેડૂતો થોડા ઘણા ખુશ ખુશાલ થયા છે, કારણ કે આ વર્ષનું ચોમાસુ ખૂબ જ સારું જવાની શક્યતા રહેલી છે. હાલ તો કોઈ પણ જગ્યાએ નુકસાન કે તારાજીના દ્રશ્યો ખેતીની અંદર દેખાયા નથી, પરંતુ જો એક સામટો વરસાદ વરસી જશે તો કોઈ વિસ્તારની અંદર વિનાશના દ્રશ્યો સર્જાઈ શકે છે..

અંબાલાલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, 25 તારીખથી રોજ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જેમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં મેઘરાજા ભારે થી અતી ભારે વરસાદ વરસાવશે જ્યારે 27 થી 28 તારીખના રોજ વડોદરા, અમદાવાદ, મહેસાણા, નડિયાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે..

જ્યારે 28 અને 29 તારીખના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ભાગોમાં છૂટોછવો વાયો વરસાદ વરસે તેવી આગાહી આપવામાં આવી છે. આ આગાહીઓના પગલે વરસાદ મન મૂકીને વરસ છે, તેવી ખેડૂતોની અંદર આશા જાગી ઊઠી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *