Breaking News

વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં મોટી તબાહી મચાવતું સંકટ આવી રહ્યું છે…

અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદ બગડાસટી બોલાવી રહ્યો છે, મેઘરાજા દરેક જિલ્લાઓ ઉપર ખૂબ જ મહેરબાન થયા છે. અને વરસાદની આતાશબાજી કરી રહ્યા છે, વરસાદના બે રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં સફળ પૂર્વક પૂર્ણ થયા છે અને હવે વરસાદ નો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે..

એ પહેલા જ રાજ્યના હવામાન નિષ્ણાંત તેમજ પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 15 તારીખથી માંડીને 23 તારીખ સુધી ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દરેક રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કચ્છ પંથકમાં નોંધાયો છે..

ત્યારબાદ સૌરાષ્ટ્ર તેમજ અનુક્રમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં અંદાજે 115% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 70% તેમજ ઉત્તર ગુજરાતમાં 55 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર માત્ર 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હજુ પણ વરસાદના ત્રીજા રાઉન્ડમાં કચ્છના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે..

અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે, અત્યારે ગુજરાતની અંદર એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ખૂબ જ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, આ ઉપરાંત સમુદ્ર કિનારે પણ તાપમાન ખૂબ જ વધારે હોવાને કારણે વાતાવરણની અંદર એકાએક પલટો નોંધાયો છે. 10 થી 12 તારીખની વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે..

તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ અતિશય પવન ફૂંકાશે. જ્યારે 15 તારીખથી માંડીને 23 તારીખ સુધી ભારે થી ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ વરસવા જઈ રહ્યો છે, અંબાલાલ પટેલે વધુમાં આગાહી આપતા જણાવ્યું છે કે, આ વખતે ચોમાસાની ઋતુની પેટન એકદમ બદલાઈ ચૂકી છે..

આ વર્ષનું ચોમાસુ એકદમ જુદું જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બીપોર જોઈ વાવાઝોડું જ્યારે ત્રાટક્યું ત્યારે ચોમાસાની શરૂઆત થઈ રહી હતી, પરંતુ આ વાવાઝોડાનું હળવું દબાણ હજુ પણ ગુજરાત પર હોય તેવું લાગી રહ્યું છે. અરબસાગરમાં પણ હવાના દબાણના કારણે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું સર્જાયું છે..

જેની અસર સમગ્ર દેશ ઉપર જોવા મળી રહી છે, અત્યારે ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ ઉતરાખંડ જમ્મુ કશ્મીર હરિયાણા અને દિલ્હીમાં પણ ભારતીય અતિ ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક લોકો ભયંકર પૂરનો ભોગ બન્યા છે, તો 50 કરતાં વધારે લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ પણ થઈ જવા પામ્યા છે..

ઉત્તર ભારતમાં કેટલાક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેને જોઈ ભલભલા લોકો પોતાની આંખો ફાડી ગયા હતા. અંબાલાલ પટેલની આ કડકતી ફડકતી આગાહીથી દરેક વ્યક્તિએ જાણકાર રહી વધારે પડતા વરસાદમાં બિનજરૂરી કામો માટે બહાર નીકળવું જોઈએ નહીં..

પાછળના પાંચ વર્ષની અંદર અમુક વખત એવું સર્જાતું હતું કે, જે વિસ્તારની અંદર વરસાદ પડે ત્યાં અતિશય વરસાદ પડી જતો હતો અને જ્યાં વરસાદ ન પડે ત્યાં એકદમ નહીંવત વરસાદ નોંધાતો હતો, જેના કારણે ખેતીમાં પણ વ્યાપક પ્રમાણમાં ઉથલપાથલના દ્રશ્યો દેખાતા હતા..

પરંતુ આ વખતે ગુજરાતના દરેક વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ વરસ્યો છે, કદાચ આ વરસાદ અતિવૃષ્ટિમાં પણ પરિવર્તન પામી ચૂકે છે. વરસાદના સિઝનની શરૂઆતમાં જ એટલો બધો વરસાદ નોંધાઈ ગયો છે, તો સમગ્ર ચોમાસા દરમિયાન હજુ કેવી પરિસ્થિતિ નોંધાશે તેનો સમગ્ર આધાર કુદરત ઉપર રહેલો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *