Breaking News

વરસાદમાં ભજીયા ખાતા વડીલ દાદા સાથે બન્યું એવું કે બિચારાનું 2 સેકન્ડમાં મોત આંબી ગયું, કાળજા ફાડતો બનાવ સામે આવ્યો..!

વરસાદની સિઝનની અંદર દરેક વ્યક્તિને એકદમ ગરમાગરમ ચટાકેદાર ખાવાનું ખૂબ જ વધુ પસંદ પડતું હોય છે, એમાં પણ ગુજરાતી લોકો વરસાદ પડતાની સાથે જ ભજીયા ખાવા ઉપર તૂટી પડતા હોય છે. વરસાદમાં નાહવાની મજા અને ત્યારબાદ પલળેલા શરીર સાથે ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે..

એવી જ રીતે વરસાદમાં નાહવા ગયેલા એક વડીલ દાદા ભજીયા ખાવા માટે એક ઢાબા ઉપર રોકાયા હતા અને ત્યાં તેના અન્ય વડીલ મિત્રો સાથે દાદા પેટ ભરીને ભજીયા ખાવા લાગ્યા હતા, પરંતુ એ સમયે તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, માત્ર બે સેકન્ડમાં તેમનું મોત આવી ગયું હતું..

બનાવ જ્યારે સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. ધનસુખભાઈ નામના 65 વર્ષના વડીલ દાદા વરસાદ આવતાની સાથે જ તેના અન્ય વડીલ મિત્રો સાથે વરસાદી પાણીની અંદર નહાવા માટે તેઓ ઘરથી બહાર નીકળી ગયા હતા, ચાલતા ચાલતા તેઓ થોડે દૂર પહોંચ્યા અને ત્યાં એક ઢાબા ઉપર ભજીયાની સુગંધ આવતાની સાથે તમામ મિત્રોએ ભજીયા ખાવાનું નક્કી કર્યું હતું..

અને આ ઢાબા ઉપર બેસીને તેઓ ભજીયા ખાવા લાગ્યા હતા, ધનસુખભાઈ જ્યારે ભજીયા ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ હોય તેમને પરસેવો વળવા લાગ્યો અને તેમને શ્વાસમાં તકલીફ પડતી હોય તેવું જણાવવા લાગ્યું હતું, અને માત્ર બે જ સેકન્ડમાં તેઓ ભજીયા ખાતા ખાતા નીચે ઢળી પડ્યા હતા..

તાત્કાલિક ધોરણે અન્ય વ્યક્તિઓની કારની અંદર ધનસુખભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં પહોંચ્યા તો જણાવ્યું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે, ધનસુખભાઈની સાથે રહેલા અન્ય વડીલ મિત્રોને લાગ્યું કે, ધનસુખભાઈએ વધારે પડતા ભજીયા ખાઈ લીધા હતા અને આ ભજીયા અન્ય કોઈ જગ્યાએ સલવાઈ જવાને કારણે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી..

અને તેમનું મૃત્યુ થયું છે, પરંતુ જ્યારે ડોક્ટરે તપાસ કરી તો જણાવ્યું કે, એક પછી એક વારંવાર ઝડપી ભજીયા ખાવાને કારણે નહીં પરંતુ હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે ધનસુખભાઈ નું મૃત્યુ થયું છે. અને માત્ર બે સેકન્ડમાં તેમનું મોત આવી ગયું હતું, આ કાળભરી ઘટના ના સમાચાર આ વડીલ મિત્રોએ ધનસુખભાઈના પરિવાર સુધી પણ પહોંચાડી દીધા હતા કે..

65 વર્ષના આ વડીલ દાદાનું હૃદય રોગનો હુમલો હોવાને કારણે મૃત્યુ થયું છે, ઘટનાને લઇ ધનસુખભાઈના બંને દીકરાઓ તેમની દીકરી અને તેમના દીકરાની વહુ સહિત સમગ્ર પરિવાર પણ હોસ્પિટલે આવી પહોંચ્યો અને મોતના મરશિયા ગાવા લાગ્યો હતો. જે દાદા ઘરેથી ખૂબ જ ખીલખિલાટ હસતા હસતા ગયા હતા..

એ દાદા ઘરે પરત આવવાને બદલે તેમના મૃત્યુના સમાચાર ઘરે આવ્યા હતા, બસ આ સમાચાર સાંભળતા જ પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો. દુઃખ ભરી આ ઘટનાને કોઈપણ વ્યક્તિ સહન કરી શક્યા નહીં, પરિવાર એટલો બધો ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો કે તેમને સાંતવના પાઠવવા માટે અન્ય સગા સંબંધીઓને આસપાસના વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

ધનસુખભાઈના મિત્રો માટે પણ દુઃખની આ ઘડી ભુલાવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી કારણ કે, બે સેકન્ડ પહેલા જે વ્યક્તિ તેમની સામે હસતા હસતા ભજીયા ખાઈ રહ્યા હતા, એ જ વ્યક્તિનું માત્ર બે સેકન્ડ બાદ તેમની સામે મૃત્યુ થઈ ગયું હતું. આવી ઘટનાને કોઈપણ વ્યક્તિ ભુલાવી શકતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *