Breaking News

વરરાજાની જાન લઈને જતી કારમાં ડ્રાઈવરને અચાનક જ એટેક આવી જતા એકસાથે 5 લોકોના જીવ ગયા, વહુની ડોલી પહેલા જ વરરાજાની અર્થી ઉઠતા માતમ છવાયો..!

જે ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરની ખુશી કંઈક જુદી જ હોય છે. પરિવારના દરેક સભ્યો આ લગ્ન પ્રસંગની ખુશીમાં એટલા બધા તલ્લીન થઈ જતા હોય છે કે, તેઓને આસપાસની ઘટનાઓનો પણ કોઈ ખ્યાલ રહેતો નથી. જ્યારે જ્યારે ઘર આંગણે કોઈ શુભ પ્રસંગ આવી પહોંચ્યો હોય ત્યારે ત્યારે દુઃખદ ઘટના બનવાના અણસાર પણ ખૂબ જ વધારે માત્રામાં વધી જતા હોય છે..

ઘરના વડીલો હંમેશા ભગવાનને પ્રાર્થના કરે છે કે, તેમના ઘરે આવેલો શુભ પ્રસંગ કોઈ પણ પ્રકારના વિધ્નો વગર પૂર્ણ થઈ જાય તો સારું પરંતુ અમુક વખતે શુભ પ્રસંગની ઘડીએ જ મોતનો માતમ પણ છવાઈ જતો હોય છે. અત્યારે કઈક એ પ્રકારની જ એક ઘટના બની જવા પામી છે. આ બનાવો મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો છે.

અહીં આવેલા ટીગરીયા ગામની અંદર અંબારામભાઈ તેમના પરિવાર સાથે રહે છે. અંબારામ ભાઈના દીકરા રિતેશના લગ્ન લેવાયા હતા અને આ લગ્ન મુજબ તેઓ જાન લઈને સવારના 08:00 વાગ્યા આસપાસ પોતાના ગામડેથી નીકળ્યા હતા. આજે 10:00 વાગ્યે આસપાસ દુલ્હન જ્યોતિના ગામડે પહોંચવાની હતી..

પરંતુ એ વખતે તેમને એક ગમખ્વાર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માત કોઈ અન્ય વાહન ચાલકોની ભૂલને કારણે નહીં પરંતુ ડ્રાઇવરને અચાનક જ છાતીમાં દુખવા લાગ્યું હતું અને જોતજોતામાં તો તેને હૃદય રોગનો હુમલો આવી ગયો હોય એ પ્રકારે વર્તન કરવા લાગ્યો હતો..

પરિણામે તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું અને જે કારમાં વરરાજો બેઠો હતો. એ કાર પલટી ખાઈ જતા તેની અંદર બેઠેલા પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. દુલ્હનના પરિવારજનો ત્યારે જાન આવશે તેની રાહ જોઈને બેઠા હતા. પરંતુ તેમને શું ખબર કે જાન લગ્ન મંડપ એ પહોંચે એ પહેલા જ વરરાજા નુ મૃત્યુ થઈ ગયું છે.

વરરાજો જે કારની અંદર બેઠો હતો. એ કારની અંદર જ ગાડી ચલાવનાર ડ્રાઇવરને તબિયત બગડવા લાગી હતી અને શરીરમાંથી પરસેવો પણ નીકળવા લાગ્યો હતો. ધીમે-ધીમે ત્રણેય સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધું અને કાર પલટી મારી ગઈ જેની અંદર વરરાજો ડ્રાઇવર વરરાજાના બે મિત્રો તેમજ વરરાજાની સગી બહેનનું મૃત્યુ થયું છે..

આ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય એ પહેલાં તો એક જ પરિવારના બે વ્યક્તિની સાથે વરરાજાના મિત્રો તેમજ ડ્રાઇવરનું પણ મૃત્યુ થઈ જતા ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો. લગ્ન મંડપએ દુલ્હનની ડોલી ઊઠે એ પહેલા તો એક જ સાથે પાંચ વ્યક્તિઓની અર્થી ઉઠી ગઈ હતી. આ દ્રશ્ય ખૂબ જ કરુણ દ્રશ્ય સાબિત થયું હતું..

વરરાજાના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામમૂકીન સમાન બની ગઈ હતી. જ્યારે વરરાજાના બંને મિત્રોના માતા-પિતાને ખબર પડી કે, તેમના લાડકવાયા દીકરાનું પણ મૃત્યુ થયું છે. ત્યારે તેમના માથે તો આફતોના હાથ ફાટી નીકળ્યા હતા…

દુલ્હનના પરિવારજનો સુધી આ માતમ ભરેલા સમાચાર પહોંચ્યા ત્યારે ત્યાં પણ ભારે રોકકળ મચી ગયો હતો અને મહેમાનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે વરરાજો તેમની દીકરીને પરણવા આવી પહોંચે એ પહેલાં તો તેનું મૃત્યુ થઈ જતા ખૂબ જ દુઃખદાઈ ઘટના બની ગઈ હતી.

આ અકસ્માત થયા બાદ પાંચ વ્યક્તિઓની લાશને પોતાની ગામડે પરત લઈ જવામાં આવી છે. અને તેમની અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે આ પાંચ વ્યક્તિઓને અંતિમ વિદાય આપી છે. પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે..

કારણ કે ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચ્યો હતો અને એ લગ્ન પ્રસંગની અંદર જ આ દુઃખદ બનાવ બની જતા કોઈપણ વ્યક્તિના ગળેથી અન્નનો એક પણ કોળીયો પણ નીચે ઉતારવા પામતો નથી. આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તે આખી જિંદગી સુધી ક્યારેય ભુલાતી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *