Breaking News

વરીયાળીના પાન ખાતા જ એક સાથે 23 બાળકોને થઈ ગઈ એવી હાલત કે માં-બાપ ખોળામાં લઈને દોડતા થયા, ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો..!

નાના બાળકોને રમતમાં જીવ હોય છે. જેના કારણે તેઓને સાચા ખોટાની ખબર હોતી નથી. બાળકો શાળાઓમાં મોજ મસ્તી કરતા હોય છે પરંતુ ક્યારેક તેઓ પોતાની સાથે જ જીવલેણ ઘટના કરી નાખે છે અને તેમના માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી દે છે. આવી એક હચમચાવતી ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના જબલપુરની ખજરી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સાથે સર્જાઈ હતી. ખજરી ગામના દરેક બાળકો પ્રાથમિક શાળામાં ભણવા માટે જતા હતા. બધા બાળકો ખૂબ જ આનંદથી શાળામાં અભ્યાસ કરતા હતા. પ્રાથમિક શાળાની પાછળ જ ગામના જ લોકોના ખેતર આવેલા છે. જેના કારણે ક્યારેક બાળકો શાળાએથી છૂટીને ખેતરમાં રમવા માટે પણ જતા હતા.

એક દિવસ પ્રાથમિક શાળામાં ભણતા બાળકો શાળાએથી છૂટ્યા હતા. ત્યારબાદ બાળકોને જાણ હતી કે, શાળાની પાછળના ખેતરમાં વરિયાળી ઉગાડવામાં આવી છે. જેના કારણે બાળકો વરિયાળી ખાવાની લાલચમાં ખેતરે ગયા હતા. ઘણા બધા બાળકો છૂટ્યા બાદ સીધા ખેતરમાં પહોંચી ગયા હતા. પોતાના દફતર શાળા એ જ મૂકીને તેઓ ખેતરે ગયા હતા.

એક પછી એક દરેક બાળકો ખેતરે જઈને વરિયાળીના પાન તોડવા લાગ્યા અને અમુક બાળકો ત્યાં ને ત્યાં જ વરિયાળીના લીલા પાન ખાવા લાગ્યા હતા અને અમુક બાળકો ત્યાંથી લીલા પાન પોતાના ખિસ્સામાં ભરીને શાળાએ લઈ આવ્યા હતા. ત્યારબાદ શાળાએ રહેલા અન્ય બાળકોને વરિયાળીના લીલા પાન ખાવા માટે આપ્યા હતા.

દરેક બાળકોએ થોડા થોડા પાન વેચીને ખાધા હતા. આ વરિયાળીના પાન ખાતાની સાથે જ બાળકોને પેટમાં દુખાવો થવા લાગ્યો અને જે બાળકોએ વરિયાળીના પાન વધુ ખાતા હતા તે બાળકોને પેટમાં વધુ દુખાવો થઈ રહ્યો હતો. 23 બાળકો એક સાથે વરિયાળીના પાન ખાઈ ગયા હતા અને જેમાંથી 11 બાળકોએ વધુ વરિયાળીના પાન ખાતા હતા.

જેના કારણે બાળકો શાળાના મેદાનમાં જ આળોટવા લાગ્યા હતા. તરત જ પ્રાથમિક શાળાના શિક્ષકોને આ વાતની જાણ થતા તેઓ બાળકોના માતા-પિતાને બોલાવવા લાગ્યા હતા. બાળકોને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને ઉલટી ચાલુ થઈ ગઈ હતી. તરત જ 108 ની બોલાવવામાં આવી હતી.

અને બાળકોને પંદર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. એક સાથે આરોગ્ય કેન્દ્રમાં બાળકોની લઈ જતા ડોક્ટરો પણ દોડવા લાગ્યા હતા અને હોસ્પિટલ માતા પિતાની તેમજ બાળકોની દોડધામ મચી ગઈ હતી. દરેક લોકો બાળકોને આ હાલતમાં જોઈને ગભરાઈ ગયા હતા. ડોક્ટરે તપાસ કરતા સમયે બાળકોને ફૂડ પોઝિંગ થઈ ગયા હોવાની જાણ કરી હતી.

અને આ બાળકોમાં એક દીકરીને ખૂબ જ પીડા થઈ રહી હતી. જેના કારણે તેમને બાટલા પર જણાવવામાં આવ્યા હતા. દરેક બાળકોની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. બાળકોએ અણજાણ બનીને વરિયાળીના પાંદડા ખાધા હતા પરંતુ ખાતાની સાથે તેઓના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ 11 બાળકોને વધારે બીમારી થઈ હતી.

જેના કારણે તેઓની વધુ સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર થઈ જતા બાળકો સ્વસ્થ થયા હતા. જેના કારણે તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વરિયાળીના પાન જો ઓછા ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો વરિયાળીના પણ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેમનાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જેમ બાળકો સાથે થયું છે. વરિયાળીના પાન ખાતા પહેલા દરેક લોકોએ જેથી જવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *