Breaking News

વરસાદનો ત્રીજો રાઉન્ડ આ વિસ્તારમાં તબાહી મચાવશે, જાણી લ્યો અંબાલાલ પટેલની સચોટ આગાહીઓ..!

કુદરતી ઋતુની નિયમિત પેટન દરેક વર્ષે ખોરવાતી જતી હોય તેવું લાગી રહ્યું છે, જે રીતે નિયમિત ચોમાસાનો વરસાદ વરસવો જોઈએ તે રીતે વરસી રહ્યો નથી. આ ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદ છે, ત્યાં મુશળધાર વરસાદ પડી જતો હોય છે. અને જ્યાં લોકો વરસાદની રાહ જોઈને બેઠા હોય ત્યાં વરસાદ વરસતો નથી..

આ તમામ પ્રક્રિયાઓની પાછળ ગ્લોબલ વોર્મિંગના કેટલા કારણો જોડાયેલા છે, અત્યારે સમગ્ર ભારતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે, આ વખતનું ચોમાસું અત્યંત વિચિત્ર પ્રકારનું ચોમાસું છે..

જેમાં વરસાદની સિઝનની શરૂઆતના બે રાઉન્ડમાં જ ગુજરાતને પાણીથી તરબોળ કરી દેવામાં આવ્યું છે, મેઘરાજા દરેક જિલ્લા ઉપર ધમાકેદાર વરસ્યા છે. વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ આવનારો ત્રીજો રાઉન્ડ ગુજરાતના કેટલાક જિલ્લાઓને ખૂબ જ વધારે નુકસાની પહોંચાડી શકે તે પ્રકારનો વરસાદ વરસવાની અંબાલાલ પટેલે ખૂબ જ મોટી આગાહી આપી છે..

આગાહીને પગલે દરેક લોકોને સાવધાન રહેવાની પણ સાવચેતી કરી દેવામાં આવી છે, વરસાદનો ત્રીજો રાઉન્ડ 15 જુલાઈ થી માંડીને 23 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન વરસવા જઈ રહ્યો છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે ભારે વરસાદ વરસવાની આગાહી છે..

જ્યારે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, આણંદ, ભરૂચ અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે તેમજ ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધવાની શક્યતા રહેલી છે..

કચ્છના કેટલાક ભાગોમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, છતાં પણ વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર કચ્છ જિલ્લા તેમજ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં ભારેથી ભારે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, આ મોટી આગાહીને લઈને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવશે..

વરસાદની અનિયમિતતાને કારણે સમગ્ર વિશ્વ અત્યારે ખૂબ જ મોટી નુકસાનીઓ સહન કરી રહ્યું છે, કારણ કે કુદરતનો પ્રકોપ અને જળપ્રલય લઇને કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી, અત્યારે દુનિયાના મોટાભાગના દેશો જળ પ્રલયનો સામનો કરી રહ્યા છે. જેમાં ચીન, જાપાન, અમેરિકા, રશિયા, સ્પેન સહિતના દેશોમાં જળપ્ર લઇને કારણે હજારો કરોડોનું નુકસાન થયું છે..

ભારતમાં પણ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉતરાખંડ, જમ્મુ કશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં એક સામટો વરસાદ વરસી જવાને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીઓના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી જતા ઘણા બધા લોકો પૂરની પરિસ્થિતિથી સંભવિત અસરગ્રસ્ત થયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *