Breaking News

વરસાદનો હાહાકાર : આભ ફાટતા 11 ઇંચ વરસાદ ખાબક્યો , ચારે કોર પાણી જ પાણી – જુવો હોનારતના દ્રશ્ય…

વરસાદે સારું એવું કમબેક કર્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદી વાદળો મુશળધાર વરસીને ધરતીને પાણી પાણી કરી મુકે છે. હવામાન વિભાગે તેમજ રાજ્યના હવામાન નિષ્ણાતોએ આપેલી આગાહી મુજબ દોઢમાર વરસાદ આવવા આગ્યો છે. 2 દિવસ પેહલા ઉત્તર ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં તો હવે સૌરાષ્ટ્ર નો વારો લીધો છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાથી ખુબ દર્દનાક દ્રશ્યો સર્જાયા છે. ઠેર ઠેર પાણી જ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગરમાં તો આજે ભુક્કા જ કાઢી નાખ્યા.. રાજકોટમાં તો આભ ફાટ્ય હતું. વરસાદ એવી ઝડપી ગતિએ વરસવા લાગ્યો કે જાણે આકાશમાંથી મેઘરાજા પાણીની પાઈપ ઢીલી મૂકી હોઈ.

રાજકોટમાં ગઈ કાલની રાતથી આજે બપોર સુધીમાં કુલ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. આટલો બધો વરસાદ ખાબકી જતા જાહેર જીવન તો ઠપ જ થઈ ચુક્યું છે. સાંજે વરસાદ શરુ થયા બાદ હજુ પણ બંધ થવાનું નામ નથી લેતો. નીચાણ વાળા વિસ્તારોમાં 2-2 માથોડા પાણી ભરાઈ ગયા છે. રાજકોટ-કાલાવાડ-જામનગર હાઈવે ઉપર ખીરસરા પાસે છાપરા ગામ નજીક ભારે પૂરમાં એક આખે આખી કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. કારમાં સવાર બે લોકો લાપતા પણ બન્યા છે.

કાલાવડ તાલુકાના નિકાવા નજીક આવેલ પેલિકન રોટોફ્લેક્સ કંપનીના માલિકની ગાડી પાણીમાં તણાઈ હોવાના સમાચાર છે. રાજકોટથી આવતા છાપરા ગામની ગોલાઈમાં ગાડી નીચે ઉતરી જતાં ગાડી ધસમસતા પાણીમાં તણાઈ હોવાની ઘટના બની છે. કારમાં સવાર પેલિકન કંપનીના કિશન ભાઈ અને ડ્રાઇવર ગાડીમાં હોવાથી બન્ને પાણીમાં લાપતા બન્યા છે. આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પેલિકન કંપનીના માલિકો દોડી આવ્યા છે અને કિશનભાઈ અને કારના ડ્રાઈવરની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવસે તો વરસ્યો પરતું રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના વછરાડાનો વાળો, ગુંદાડા દરવાજો, બસ સ્ટેંડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ નદી બન્યા છે. ગોંડલ તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો સૌથી વધુ 31 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

રાજકોટના ઉપલેટા તાલુકામાં સાડા ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલી મોજ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. મોજ નદી બે કાંઠે વહેતી થતા મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

રાજકોટમાં વરસાદએ માજા મૂકી દેતા જીલ્લાના  25 માંથી 6 ડેમ ઓવરફલો થઈ ગયા છે. આ વરસાદની આફત જોતા તો સૌ કોઈ હેરાન થઈ ગયા છે. કારણકે કે રાજકોટ વાસીઓ એ આટલો ભયાનક વરસાદ ક્યારેય નહી જોયો હોઈ. સાંબેલાધાર વરસાદથી રાજકોટના રસ્તા નદીમાં ફેરવાઈ ગયા છે.

રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા અતિભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. સૌરાષ્ટ્રના ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે.

ઝુપડીમાં કે રસ્તા પર રેહતા લોકો માટે મુશ્કેલીના આભ ફાટી નીકળ્યા હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. તે લોકોને કોઈક આશરો આપે તો જ  તેઓ મુશ્કેલીનો સામનો કરી શકશે. કેમ લે રસ્તાઓ પર તો બધું જ ડૂબી ગઈ છે અને તણાઈ ગયું છે. આ સ્થતિ સર્જાતા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે.

વરસાદ ઓછો થતા રેસ્ક્યુ કામગીરી શરુ કરી દેવામાં આવશે તેવી ખત્રી આપવામાં આવી છે. વરસાદી પાણી બચવા માટે લોકો છાપરા પર ચડી ગયા છે. કોઈક તો અન્ય લોકોના ઘરે ટ્રાન્સફર થઈ ગયા છે. વરસાદ જયારે નોહ્તો આવતો ત્યારે સાવ ઢીલ મુકતો હતો. પરતું એકાએક વરસાદે કામબેક કરીને પોતાનું રૌદ્ર સ્વરૂપ સૌ કોઈને બતાવી દીધું છે.

આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *