Breaking News

વલસાડ પાસે મોટી દુર્ઘટના ટળી કપચી ભરેલું ડમ્પર પલટી ગયુ ને ટ્રેનના કોચ સાથે અથડાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા રેલવે ફાટક નજીક આજે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. રેલવે ટ્રેક પરથી પુરપાટ ઝડપે અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન  પસાર થઇ રહી હતી. એ વખતે જ રેલવે ટ્રેકની બાજુમાં  રેલવે વિભાગના ચાલી રહેલા કામમાં જોડાયેલું એક કપચી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું.

એ વખતે જ ટ્રેનના પાછળના 3 ડબ્બા સાથે ડમ્પર અડી જતાં  ઘર્ષણ  થયું હતું. જોકે સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ રેલગાડીના ત્રણ ડબ્બાઓ સાથે  ઘસાયેલા ડમ્પરને કારણે થોડા સમય સુધી રેલવે વ્યવહારને પણ અસર થઈ હતી. વલસાડમાં એક વખત ફરીથી એક મોટી રેલ દુર્ઘટના ટળી છે. જેમાં સંજાણ અને ભીલાડની વચ્ચે ડબલ ડેકર ટ્રેન ડમ્પર સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વલસાડમાં સંજાણ અને ભીલાડની વચ્ચે રેલવે કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેમાં કામમાં જોડાયેલી એક કપચી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક નજીક પલટી મારી ગયું હતું. જેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજ રેલવે ટ્રેક પરથી મુંબઈ જતી ટ્રેન પસાર થઈ રહી હતી.

આ ડબલ ડેક્કર ટ્રેનના પાછળના કોચ પલટી મારી ગયેલા ડમ્પર સાથે ધડાકાભેર ટકરાયા હતા. જો કે સદ્દનસીમે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દોડતું થયું હતું.અને રેલવે ટ્રેકની બાજુમાં જ પલટી મારી ગયેલા ડમ્પરને હટાવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ,

ઉમરગામ સોલસુંબા કોળીવાડ રેલવે ફાટક થી 50 મીટરના અંતરે રેલ્વેના ટ્રેન અને અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ કામમાં જોડાયેલું એક ડમ્પર રેલવે પાટા નજીક જ  પલટી ખાઈ ગયું હતું. તે દરમિયાન અમદાવાદથી મુંબઈ તરફ જતી લાઈન ઉપરથી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. આથી ટ્રેનના પાછળના ત્રણ કમ્પાર્ટમેન્ટ ડમ્પર સાથે ઘર્ષણ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના અંગે જાણ થતા સ્થાનિક રેલવે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો આશરે દોઢ કલાક મોડી પડી હતી. આ ઘટનાના પગલે થોડા સમય સુધી આ ટ્રેક પર રેલવે વ્યવહારને અસર થઈ હતી. આ બાબતની જાણ થતાં રેલવેના અધિકારીઓનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જણાવી દઈએ કે, ગત અઠવાડિયે પણ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ-હઝરત નિઝામુદ્દીન અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન વલસાડની નજીક આવેલા અતુલ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા સિમેન્ટના થાંભલા સાથે ટકરાઈ હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા નહતી પહોંચી.

લોકો પાયલટે તાત્કાલીક અતુલ રેલવે સ્ટેશનના કર્મચારીઓને આ બાબતે વાકેફ કર્યા હતા. જે બાદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રેલવે પાટા તરફ ઢળી પડેલા ડમ્પરને ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના માટે  ત્રણથી વધુ જે.સી.બી અને  ડમ્પર  ઉપયોગમાં લેવાયા હતા,

આશરે એક કલાકથી વધુની જહેમત બાદ ડમ્પર ને ખસેડવામાં આવ્યું હતું. રેલવે પાટા ક્ષતિગ્રસ્ત થયા છે કે નહીં…?? તે અંગે રેલવેની તાંત્રિક વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ખાત્રી કર્યા બાદ જરૂરી મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ઘટનાને કારણે  સોળસુંબા કોળીવાડ રેલવે ફાટક પણ આશરે એક કલાક કરતા વધુ સમય બંધ રહેતા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *