Breaking News

વળગાડ છે એમ કહીને 3 સંતાનની માતા સાથે કર્યુ એવું કે બિચારી ત્યા જ જીવ ગુમાવી બેઠી, વાંચીને રુંવાડા ઉભા થઈ જશે..!

અંધશ્રદ્ધા નાબુદ થવાને બદલે તેમાં વધારો થતો જાય છે. દ્વારકાના ઓખા મઢી માં અંધશ્રધ્ધા એટલી હદે વકરી ચૂકી છે કે આખરે મહિલા નો જીવ પણ આપી દેવો પડ્યો છે.

પહેલાના સમયમાં શ્રદ્ધા નું પ્રમાણ ખૂબ વધારે હતું. ત્યારે નજીવી વાતો પર તેલમાં હાથ નાખવા, ગરમ સાંકળો કરી શરીર પર વિટાલી દેવી અથવા તો ડામ દેવો વગેરે જેવી અંધશ્રદ્ધાઓ વકરી હતી. પરંતુ અત્યારના સમયમાં સમાજ થોડોક શિક્ષિત અને સમજણો થતાં અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે યુવાનોએ ચલાવેલું બીડું અંધશ્રદ્ધાને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શક્યું નથી..

દ્વારકાના ઓખા મઢી મેલડી માતાના મંદિર પાસે રમીલા બેન સોલંકી નામની મહિલાને તેના પરિવાર દ્વારા લઈ જવામાં આવી હતી. આખો પરિવાર મેલડી માતાના મંદિરે નવરાત્રિના આઠમા નોરતે ગયો હતો. જ્યાં એક એવી ઘટના બની હતી કે જેના લીધે આખા રાજ્યમાં અંધશ્રદ્ધા ના પડઘા પડી ચૂક્યા છે.

રમીલા બેન સોલંકી ની ઉંમર ૨૫ વર્ષની છે. રમીલાબેન ના શરીર માં વળગાડ છે તે વાત કરીને તેને લોખંડની પાઇપને ગરમ કરીને તેના વડે માર મારવામાં આવ્યો હતો. તેની સાથે સાથે જ શરીરે ગળા સાથે પગ અને અન્ય ભાગો પર પણ ડામ દેવામાં આવ્યા હતા. રમીલાબેન ના શરીર રહેલા વળગાડને દૂર કરવા માટે આ ડામ દીધા હોવાનું જણાયુ છે. જે એક અંધશ્રદ્ધા જ છે.

તેમના શરીરમાં મેલુ અને વળગાડ છે. તેવું કહીને તેના પર વિધિ કરવામાં આવી હતી. જેમાં ભુવાએ મહિલાની શરીર પર ગરમ સાંકળથી માર માર્યો હતો. તેમજ ડામ આપ્યા હતા. ધાર્મિક વિધિ ના નામે મહિલાને ખંડેર જેવા મંદિરમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેના શરીરની અંદર કોઈ વળગાડ રહેલો છે..

તેને કાઢવા માટે ડામ દેવો પડશે એવું કહીને તેને માર મારવામાં આવ્યો હતો. જેના લીધે 25 વર્ષીય રમીલાબેન નું મોત નિપજ્યું છે. આ કેસમાં ટોટલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. દ્વારકા પોલીસે આ બાબતની જાણ થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.

મહિલાના પતિની ફરિયાદના આધારે ગુનો નોંધીને મહિલાના કુટુંબીજનો તેમજ ભુવા ની સામે યોગ્ય ધારા લગાવી ને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાના મૃતદેહને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. દ્વારકા પોલીસ સહિત ફોરેન્સિક ની ટીમો પણ ઘટનાસ્થળે તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.

લોકોનું કહેવું એમ છે કે આ મહિલાને મૃત્યુ નો અપરાધ ભુવો તેમજ તેમના કુટુંબીજનોએ જ છે. આ ઘટના વિજ્ઞાનજાથા પાસે પહોંચતા તેઓએ પણ આ ઘટનામાં પોતાનો ભાગ ભજવતા જ જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારના અંધશ્રદ્ધામાં કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ભારતમાં ભુવા આપવાનો રીવાજ જ નાબૂદ કરી દેવો જોઈએ.

રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરુદ્ધ યોગ્ય કાયદો લાવવાની ખાસ જરૂર છે. મહિલાઓ ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા મહત્વનો ભાગ છે. આ ઉપરાંત જણાવ્યુ કે, નવરાત્રીમાં ડાકલા, ઢોલ વાગવાને કારણે માનસિક નબળા લોકોને વધુ અસર થાય છે અને તેઓ ધુણે છે.

આ કેસમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, મહિલાની લાશનો કબ્જો લઈને તેના પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. મહિલાનું અંધશ્રદ્ધાના કારણે ડામ અને માર મારવાના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *