Breaking News

વધારે પડતું લીંબુ પાણી પીવું બની શકે છે ખતરનાક, શરીરને થઇ શકે છે આ 5 મોટા નુકશાન….

લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ, લીંબુ પાણી પીવાથી ડિહાઈડ્રેશન અને પાચન જેવી સમસ્યાઓમાં રાહત મળે છે અને વજન પણ ઘટે છે. પરંતુ તેનો વધારે પડતો ઉપયોગ ફાયદાની જગ્યાએ નુકશાન કરી શકે છે. આવો જાણીયે વધારા પડતું લીંબુ પાણી પીવાના ગેરફાયદા…

દાંતને થઇ શકે છે નુકશાન : અમેરિકન ડેન્ટલ એસોસિએશનના જણાવ્યા મુજબ, લીંબુ ખૂબ જ એસિડિક હોય છે. જેથી, વારંવાર દાંતના સંપર્કમાં આવવાને કારણે ટૂથ ઈનેમલ ને નુકશાન કરે છે. જો તમે લીંબુ પાણી પીધા વગર નથી રહી શકતા તો તો તમારે સ્ટ્રો વડે લીંબુ પાણી પીવાનો પ્રયાસ કરવો. તેનાથી દાંત એસિડના સીધા સંપર્કમાં આવતા નથી. લીંબુ પાણી પીધા પછી તરત જ દાંત સાફ કરવાનું ટાળો. લીંબુ પાણી પીધા પછી એક ગ્લાસ સાદું પાણી પીવું જોઈએ.

પેટ થઇ શકે છે ખરાબ : આમ તો લીંબુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ પાણીમાં વધુ પડતું નીચોવાથી પેટમાં ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ બંને સમસ્યાઓ લીંબુ જેવા એસિડિક ફૂડથી શરૂ થાય છે. જેને કારણે છાતીમાં બળતરા, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે.

લીંબુની ત્વચા પર આવે છે કીટાણુ : જર્નલ ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થના 2007ના એક સ્ટડીમાં, સંશોધકોએ 21 જુદી જુદી રેસ્ટોરન્ટમાંથી 76 લીંબુના સેમ્પલ લઈને તેનું પરીક્ષણ કર્યું હતું. જેમાના ઘણા લીંબુની છાલ પર ઘણા સૂક્ષ્મજીવો મળી આવ્યા હતા જે રોગોનું કારણ બની શકે છે. તેનાથી બચવા માટે લીંબુને છાલની સાથે પાણીમાં નાખવાને બદલે માત્ર તેનો રસ પાણીમાં નાખો.

ઘા વધારી શકે છે લીંબુ પાણી : લીંબુ પાણી નાના ઘામાં દુખાવો અને બળતરા વધારી શકે છે. નાના જખમો એક કે બે અઠવાડિયામાં આપમેળે રૂઝાઈ જતા હોય છે. પરંતુ, અમેરિકન ડેન્ટલ એસોસિએશનના જણાવ્યા મુજબ, વધુ પડતું લીંબુ પાણી પીવાથી નાકના ચાંદા વધી શકે છે. વધુ પડતા ખાટા ફળો ખાવાથી પણ ઘા રૂઝવામાં વાર લાગી શકે છે.

ખાટા ફાળો અને માઈગ્રેન સાથે સંબંધ : ખાટા ફળો અને માઈગ્રેન વચ્ચે કોઈ મજબૂત સંબંધ હોવાનું નથી જાણવા મળ્યું પરંતુ, કેટલાક સ્ટડી અનુસાર, ખાતા ફળો માઇગ્રેનને વધારવાનું કામ કરી શકે છે. ન્યુરોલોજીસ્ટ રેબેકા ટ્રબે એક હેલ્થ મેગેઝીન સાથે વાત કરતા જણાવ્યું છે કે લીંબુ માઈગ્રેન અને માથાનો દુ:ખાવો વધારે છે. એવું એટલા માટે થઇ શકે છે કારણ કે લીંબુમાં ટાઈરામાઈન વધુ હોય છે જે અન્ય ફળોની સરખામણીમાં માઈગ્રેનનો દુખાવો વધારે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોરોના યુગના બાળકોનો વિકાસ ઓછો, ભવિષ્ય માટે સજાગ રહેવું પડશે નહીંતર પરિણામો ખરાબ આવી શકે છે..

કોરોના સમયગાળામાં જન્મેલા બાળકોનો વિકાસ ઓછોઃ  અમેરિકાના સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે વર્તમાન કોરોના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *