Breaking News

વડોદરાના વાઈટ હાઉસને પળવારમાં જ તોડીને ભુક્કો કરી નખાયું, આલીશાન હાઉસની તસ્વીરો જોઈને આંખો ચોંટી જશે તમારી..!

ખોટી રીતે કરેલી કોઈ પણ ચીજ વસ્તુ લાંબો સમય સુધી ટકી શકતી નથી. તેનો જીવતો જાગતો દાખલો અત્યારે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં દક્ષિણ મામલતદાર દ્વારા શહેરની અંદર ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવેલા તમામ બાંધકામોને તોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો..

આ આદેશ પ્રમાણે શહેરમાં ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા તમામ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં સરકારી જમીન ઉપર કરાયેલા દબાણ અને પણ દૂર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને સૌપ્રથમવાર દરેક જવાબદાર વ્યક્તિઓને નોટિસ પણ પાઠવવામાં આવી હતી..

અને આ નોટિસનો સમય પૂર્ણ થઇ જતાની સાથે તંત્રએ આ તમામ દબાણને દૂર કરવા અને સરકારી જમીનને ચોખ્ખી કરવા માટે કામગીરી હાથ ધરી હતી. અંદાજે 100 કરોડની સરકારી જમીન ઉપર એક વિશાળ વ્હાઇટ હાઉસ બંગલો ઊભો કરી દેવામાં આવ્યો હતો. આ બંગલાને નોટીસ પણ ફટકારવામાં આવી હતી..

છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા અંતે નોટિસનો સમય પૂર્ણ થઈ જતા તંત્ર એક્શન મોડમાં આવીને આ આલીશાન વ્હાઇટ હાઉસ બંગલાને તોડીને ભૂકો કરી નાખ્યો છે. માત્ર પળવારની અંદર જ આ વાઈટ હાઉસનો બંગલો એવી રીતે નીચે બેસી ગયો હતો કે, જાણે ત્યાં પહેલા કશું હતું જ નહીં..

આ સાથે સાથે કાનનવિલા સહીતના બાંધકામોને પણ તોડી પાડવામાં આવ્યા છે. વાઈટ હાઉસના બંગલાની બાજુમાં જ સરકારી જમીન ઉપર ડુપ્લેક્સ સ્કીમો બનાવીને દસ્તાવેજો પણ કરી નાખવામાં આવ્યા હતા. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો અહીં આવી પહોંચી હતી અને તેઓએ આ દબાણને હટાવવાનું કામગીરી શરૂ કરી ત્યારે ઘણા બધા લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા..

કોર્પોરેશનની આ કામગીરીને સૌ કોઈ લોકો આવકારી રહ્યા છે. પરંતુ બીજી બાજુ ઘણી બધી જનતા સવાલ ઉઠાવી રહી છે કે, અત્યારે આ બાંધકામને તોડીને જે વાહ વાહ થઈ રહી છે. તેના કરતા પહેલા જો આ બાંધકામને બનવા જ ન દેવામાં આવ્યા હોત તો વધારે સારું રહે. તો જ્યારે આ બાંધકામ ચાલતું હતું.

ત્યારે કોર્પોરેશન કે, વિરોધ પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા હતા નહીં, તેનાથી ઘણા બધા લોકો ખૂબ જ દુઃખી છે. આ ડિમોલેશનના પડઘા આગામી સમયની અંદર ગાંધીનગર સુધી પણ પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અવારનવાર શહેરની અંદર ડિમોલેશનની કામગીરીઓ શરૂ કરીને જે તે જગ્યાનું દબાણ દૂર કરવામાં આવે છે..

જેમાં અત્યારે વડોદરા શહેરમાં ડિમોલેશન દરમિયાન ઘણા બધા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. આ વાઈટ હાઉસના બંગલો ખૂબ જ મોટો અને વિશાળ હતો. પરંતુ હવે તે કાટમાળ ફેરવાઈ ગયો છે. માત્ર પળભરની અંદર જ આ બંગલાને તોડી પાડીને ભોય ભેગો કરી દેવામાં આવ્યો હતો…

ખોટી રીતે જમીનોને પચાવી પાડ્યા બાદ તેના ઉપર ગેરકાયદેસર રીતે કોઈ પણ ચીજ વસ્તુઓનું બાંધકામ શરૂ કરી દેવું અને જમીનને પોતાની જ સમજી લેવી એ એક પ્રકારની દાદાગીરી કહેવામાં આવે છે. સરકારી જમીનની અંદર મન ફાવે તેવી પ્રવૃત્તિઓ કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ કારણ કે, સરકારી જમીન એક ને એક દિવસે સરકારને ખોળે જ જતી હોય છે. તેના ઉપર કોઈ વ્યક્તિનો અધિકાર રહેતો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *