Breaking News

વડીલોની લાજ ઓઢતી 2 બાળકોની માતાએ જીમમાં બનાવી એવી બોડી કે ભલભલા પહેલવાન આંખો ફાડી ગયા, જાણો ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ ઊંચું કરનાર મહિલા કોણ છે…!

આપણા દેશનું નામ રોશન કરવા માટે મહિલાઓ એ ક્યારેય પણ પાછી પાણી કરી નથી. હંમેશા કોઈને કોઈ ક્ષેત્રની અંદર મહિલાઓ ખૂબ જ આગળ રહે છે અને હંમેશા દેશને આગવી ઓળખ આપે છે. અત્યારે પ્રિયા સિંહ નામની એક રાજસ્થાનની મહિલાએ દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેને સરકાર તરફથી કોઈ પણ પુરસ્કાર કે માન સન્માન આપવામાં આવ્યું નથી..

જેનાથી તે ખૂબ જ દુઃખી છે. આ ઘટના રાજસ્થાનના બિકાનેરની છે. જ્યાં પ્રિયાંશી નામની એક મહિલા એ મહેનત કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેના લગ્ન માત્ર આઠ વર્ષની ઉંમરમાં જ કરાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુખી લગ્નજીવન દરમિયાન તેણે બે બાળકોને જન્મ પણ આપી દીધો હતો..

જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરિવારનું ઘર ચલાવવા માટે પૈસાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે તેને એક જીમની અંદર નોકરી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેને ધીમે ધીમે કસરતની અંદર એટલો બધો રસ લાગવા લાગ્યો કે, તેણે પોતે બોડી બનાવવાનું શરૂ કરી દીધું અને જીમની અંદર તેણે પરસેવો પાડી પોતાની બોડી બનાવી લીધી હતી..

આ બોડીના દમ ઉપર તેને રાજસ્થાનમાં 2018, 2019 અને 2020માં ગોલ્ડ મેડલ પણ જીત્યું હતું. તે રાજસ્થાનની પહેલી મહિલા બોડી બિલ્ડર હતી. જેણે થાઈલેન્ડની અંદર ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી દીધું છે. તેણે કીધું કે, એક બાજુ સરકાર બેટી બચાવો બેટી પઢાવોના નારા આપે છે..

પરંતુ જ્યારે ભારતની દીકરી સમગ્ર દુનિયામાં દેશનો ડંકો વગાડે છે. ત્યારે તેને કોઈ વ્યક્તિ પૂછવા પણ આવતું નથી. મોટાભાગે સમય વીતતા બોડી બનાવી ખૂબ જ અઘરી બની જાય છે. જ્યારે આ મહિલાએ બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારની જવાબદારીઓને સંભાળવાની સાથે સાથે બોડી બનાવી હતી..

જીમની અંદર તેણે આટલી બધી મહેનત કરી કે, તેને ગોલ્ડ મેડલ મળવામાં કોઈપણ રોકી શક્યું નહીં, તેનું કહેવું છે કે, અમારા સમાજની અંદર હંમેશા મોઢાની આગળ ઘૂંઘટ તાણો પડે છે. પરંતુ જ્યારે મેં બોડી બનાવવાની શરૂ કરી ત્યારે સ્પોર્ટ કપડા પહેરતી વખતે પણ પરિવાર તરફથી ખૂબ જ માઠું સહન કરવું પડ્યું છે..

પરંતુ મેં આ તમામ બાબતોની નજર અંદાજ કરીને બોડી બિલ્ડીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આજે હું સફળતાના પગથિયાંઓ ચડી રહી છું ત્યારે અત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ ખુશાલ છે. જે લોકો શરૂઆતમાં મને કહેતા હતા કે તને આવા ટૂંકા કપડાં પહેરવાથી શરમ આવી જોઈએ તે લોકો આજે મને ખૂબ જ માન સન્માનથી બોલાવવા લાગ્યા છે..

આ સાથે સાથે તેણે કહ્યું કે, મહિલાઓ સાથે મારામારીની ઘટના દિન પ્રતિ દિન ખૂબ જ વધારે માત્રામાં વધી રહી છે. આ ઉપરાંત મહિલા અને યુવતીઓને કઈ રીતે પોતાની રક્ષા કરવી જોઈએ. એના માટે તેણે સેલ્ફ ડિફેન્સની પણ વાતો કહી છે કે, હંમેશા જીમ, યોગા, કરાટે જેવી ચીજ વસ્તુઓમાં મહિલાઓએ ધ્યાન આપવું જોઈએ..

અને જરૂર પડીએ આ તમામ ચીજ વસ્તુ એક ને એક દિવસ જરૂર કામ પડે છે. એટલા માટે ક્યારેય પણ આ બધી ચીજ વસ્તુઓની નજર અંદાજ કરવી જોઈએ નહીં. દરેક યુવતીઓને તેણે અપીલ કરી છે કે દિવસ દરમિયાન થોડોક સમય ફિટનેસ અને સેલ્ફ ડીફેન્સ ઉપર ફાળવવો જરૂરી છે. જો ફિટનેસ હશે તો જીવનમાં બધું શક્ય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *